________________
૧૯૬
આપ્તવાણી-૧૧ એવું? મેં તો એક જણને જે જે કરેલું, તે મને કહે છે, “આખો દહાડો શું જે' જે કર્યા કરો છો વગર કામના !” મેં કહ્યું, ‘નહીં કરું હવે કોઈને!”
સાયન્સ પ્રકૃતિની ઉત્પતિતું !
પ્રશ્નકર્તા : આપણા બધાના પ્રકૃતિ સ્વભાવ કઈ રીતે લઈને આવ્યા ? આપણી પ્રકૃતિ કઈ રીતે આવી ?
દાદાશ્રી : પ્રકૃતિ, એ જુદો સ્વભાવ છે, એ તો પ્રાકૃત સ્વભાવ છે. એ તો માર ખવડાવનારો સ્વભાવ છે. પણ આ જગતનો મૂળ સ્વભાવ, તે મૂળ સ્વભાવને આધારે આ જગત ચાલી રહ્યું છે. મૂળ સ્વભાવ આ સોનું ગમે એટલું હોય તો ય તાંબાને ભેગું થાય પણ કમ્પાઉન્ડ ના થઈ જાય, એના મૂળ સ્વભાવમાં રહે. જો કમ્પાઉન્ડ થાય તો મૂળ સ્વભાવ ઊડી જાય એટલે આ અહીં આત્મા એની અંદર છે, બધી ચીજો ભેગી થયેલી છે, પણ મૂળ સ્વભાવ ના જાય. કારણ કે સંયોગ સ્વરૂપે છે, કમ્પાઉન્ડ સ્વરૂપે નથી.
આપ્તવાણી-૧૧
૧૯૭ હોય છે તે પ્રકૃતિ ?
દાદાશ્રી : એ ય પ્રકૃતિ ! એ વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા, તે ભાવ ઉત્પન્ન થાય છે તેના આધારે પ્રકૃતિ તે પ્રમાણે થયા કરે છે. છતાં પ્રકૃતિ ભાવથી રહે છે જુદી, પણ અહીં ‘આ’ ભાવ કર્યા કરે અને આ બાજુ એ પૂતળું રચાયા કરે. જેવા ભાવ કરે તેવું પૂતળું રચાયા કરે. એ રચાયા પછી એના સહજ સ્વભાવમાં રહ્યા કરે. પછી એ જવાન થાય, પૈડું થાય. પછી ના ગમતું હોય તો ય થાય. પહેલું ગમતા પ્રમાણે હોય બધું પણ પછી એના સ્વભાવમાં જાય. પછી પૈડું થાય એ ના ગમે. બાકી દરેક માણસને પોતાની પ્રકૃતિ ગમે. એ ગમે એવું આડું બોલે કે મારી પ્રકૃતિ સારી નથી. એ લોકો કહે એટલે એ કહે, પણ અંદરખાને એને રુચતી હોય.
પ્રશ્નકર્તા: અંદરથી એને ગમતી હોય. દાદાશ્રી : હા, કારણ કે એ રુચિ કરીને પ્રકૃતિ ઊભી કરેલી હોય. પ્રશ્નકર્તા : પોતાના ભાવે કરીને લાવ્યો છે.
‘પુરુષ' પોતે આત્મારૂપ છે. ભગવાન જ છે પોતે. પણ બહારના દબાણથી પ્રકૃતિ ઊભી થઈ. “આ બધું કોણ ? આ બધું કોણે કર્યું ? મેં કર્યું, એ બધું ભાન ઉત્પન્ન થાય છે. તે વિશેષ ભાવ છે અને તેનાથી પ્રકૃતિ ઊભી થાય છે. પ્રકૃતિ એટલે વિશેષ કૃતિ.
પ્રશ્નકર્તા અને પ્રકૃતિ જે તૈયાર થઈ તે કોને લીધે તૈયાર થઈ ? થવાનું કારણ શું?
દાદાશ્રી : પુરુષના નજીક આવવાથી. પુરુષ એટલે ચેતન, શુદ્ધ ચેતન અને પુદ્ગલ બે નજીક આવવાથી મૂળ તત્ત્વો રૂપે, પોતાના સ્વભાવ છોડતાં નથી. પોત પોતાના સ્વભાવમાં જ રહે છે. બેના ભેગા થવાથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે અને તે પ્રકૃતિ કહેવાય છે.
ત ફરે ઇફેક્ટિવ પ્રકૃતિ !
દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : પ્રકૃતિ બદલાય નહીં ? દાદાશ્રી : ના બદલાય. પ્રશ્નકર્તા : સ્વભાવ એ જ પ્રકૃતિ?
દાદાશ્રી : સ્વભાવ તો એવું છે ને, આત્માનો સ્વભાવ જે છે, એ પ્રકૃતિ ગણાય નહીં અને પુદ્ગલનો સ્વભાવ તે ય પ્રકૃતિમાં ગણાય નહીં તો ક્યા સ્વભાવની વાત કરો છો તમે ?
પ્રશ્નકર્તા: એટલે એમ કહે છે ને કે સ્વભાવ ન બદલાય માણસનો.
દાદાશ્રી : એ ના બદલાય એટલે પ્રકૃતિ સ્વભાવ ના બદલાય. પ્રકૃતિ જે થયેલી છે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, તેમાં કાંઈ બદલાય નહીં.
પ્રશ્નકર્તા : એ તો પેલા પીપળાના ઝાડ ઉપર પેલી લાખ વળગેલી