________________
૧૯૪
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : એમાં કોનો ઓર્ડર એ ?
પ્રશ્નકર્તા : નિયમથી ચાલે.
દાદાશ્રી : સ્વભાવથી ચાલે છે.
પાણીનો સ્વભાવ છે. તેથી ત્યાં મળે છે એ. પણ પાણીને એક ફૂટ ઊંચે કરવું હોય તો ?
પ્રશ્નકર્તા ઃ તો પંપ લગાડવો પડે.
દાદાશ્રી : એ વિભાવ ! એટલે પાણી એના સ્વભાવથી જઈ રહ્યું છે. એ સ્વભાવ છે, પછી એમાંથી આપણે બીજા સંજોગો ભેગાં થાય, પેલું ટર્બાઈન ભેગું થાય અને ઈલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય એ બધું વ્યવસ્થિત.
પ્રશ્નકર્તા : મીઠું પાણી ખારું થઈ ગયું. નદી દરિયામાં મળીને ખારું થઈ ગયું બધું પાણી. એ પણ વ્યવસ્થિત ને !
દાદાશ્રી : ના. એ સ્વભાવથી. મીઠું એ ય સ્વભાવથી છે. નદી દરિયાને ભેગી થઈ સ્વભાવથી અને સ્વભાવથી ખારાની અસર થઈ ગઈ, એટલે એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ના કહેવાય. એમાં તો, બધાં સંજોગો ભેગાં થયાં હોય, કાર્ય કરનારા બધાં દેખાવા જોઈએ.
પ્રશ્નકર્તા : એટલે પેલું ટર્બાઈનવાળું વ્યવસ્થિત અને આ વ્યવસ્થિત નહીં. હવે સમજાયું. આ બાબત બહુ ચોકસાઈથી સમજાતી જાય છે. આ
ફીટ થાય છે હવે કે વ્યવસ્થિત અને સ્વભાવ એ બન્નેની વચ્ચે ફરક છે.
દાદાશ્રી : સ્વભાવ ! આ જગત મૂળ સ્વભાવથી જ ચાલી રહ્યું છે. ભગવાન કંઈ કર્તા નથી.
પ્રશ્નકર્તા ઃ હવે સ્વભાવ એ વ્યવસ્થિત નથી, પણ વ્યવસ્થિત એ સ્વભાવ છે ? વ્યવસ્થિત સ્વભાવ ખરું ?
દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા : બેઉ જુદે જુદું જ છે.
આપ્તવાણી-૧૧
૧૯૫
દાદાશ્રી : હા, ચા તમને સારી લાગી, ખરાબ લાગી, એવું વ્યવસ્થિત છે ! એ એનો સ્વભાવ છે, ચાનો ?
પ્રશ્નકર્તા : ચાનો સ્વભાવ નથી. દાદાશ્રી : તો ?
પ્રશ્નકર્તા : અમારા પરિણામને આધારે.
દાદાશ્રી : એટલે આ વ્યવસ્થિત એટલે શું ? દૂધ, ચા, ખાંડ, બનાવનાર, કપ-રકાબી, ટાઈમ, રૂમ બધાં ભેગાં થાય ત્યારે આપણને સારી લાગે. માંદા પડ્યા હોઈએ. તો એ જ ચા ખરાબ લાગે. ચા બનાવી એ વ્યવસ્થિતના તાબે.
જગ ચાલે કોના સ્વભાવથી ?
એવી રીતે આ સ્વભાવથી આ જગત ચાલી રહ્યું છે, પોતાના સ્વભાવથી. પુદ્ગલ પુદ્ગલના સ્વભાવમાં, પ્રકૃતિ પ્રકૃતિના સ્વભાવમાં, આત્મા આત્માના સ્વભાવમાં !
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે આ બધું સ્વભાવથી ચાલી રહ્યું છે, તો એ ક્યા સ્વભાવથી ? પુદ્ગલ સ્વભાવથી કે ચેતન સ્વભાવથી ?
દાદાશ્રી : આપણે ગયા અવતારે જે બાંધ્યું છે ને, તેનાં આ આઠ પ્રકારના દ્રવ્યકર્મ બંધાયાં, તે દ્રવ્યકર્મનો જે સ્વભાવ છે, તે જ પ્રમાણે આપણું ચાલશે.
પ્રશ્નકર્તા : દ્રવ્યકર્મનો જે સ્વભાવ છે તે ?
દાદાશ્રી : જેવા તમે સ્વભાવમાં ભર્યા જે દ્રવ્યકર્મ, તેના પ્રમાણે ચાલશે. એટલે એ એના દ્રવ્યકર્મનો સ્વભાવ. કો'ક ઠંડો હોય ને તે ગાળ ભાંડો તો ય ગરમ ના થાય મૂઓ. ત્યારે કહે એ દ્રવ્યકર્મ એવું એનું. કોઈ ઉગ્ર હોય, તો જે' જે' કરે તો કહેશે, ‘શું જોઈને જે' જે' કર્યા કરો છો વગર કામના’. અલ્યા, મૂઆ, જે' જે' કર્યું એમાં તારા બાપનું શું ગયું? એટલે આમણે જેવો માલ ભર્યો હોય ને, તેવો જ નીકળે. તમે જોયેલું