________________
૧૯૨
આપ્તવાણી-૧૧ છે કોણ ?” એવું પોતાના સ્વરૂપનું ભાન આવે, ત્યારે એ છૂટો થઈ શકે છે. બે વસ્તુ ભેગી થવાથી એનું ભાન જતું રહ્યું, ‘પોતે કોણ છું’ એ. અને તીસરો જ ગુણ ઉત્પન્ન થયો. હવે જ્યારે એ સંસારકાળ પૂરો થવા આવે છે, ત્યારે “એને’ ભાન થાય એવા સંજોગો ભેગા થાય છે. આ તમે અહીં આયા ને, તે સંજોગ ભેગો થયો. પેલા ભાઈને સંજોગ ભેગા થયા તેથી થઈ ગયું ને ?
એ સંજોગો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પછી પાછો એ છૂટકારો થાય છે અને નિયમથી જ છે આ બધું.
પ્રશ્નકર્તા : તો ભ્રાંતિ કાઢવાનો પ્રયત્ન જો જીવ કરે તો એ વ્યવસ્થિતને આધીન છે કે પોતાની સ્વતંત્રતા છે ?
દાદાશ્રી : છે વ્યવસ્થિતને આધીન, પણ એવું કહેવું ના જોઈએ કે આ વ્યવસ્થિતના આધીન છે. ઊહું પોતે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. પછી ના થાય તો વ્યવસ્થિત કહેવું..
જગત ચાલે સ્વભાવથી જ !
આપ્તવાણી-૧૧
૧૯૩ જગત બંધ થઈ જશે તો ? બંધ થાય એવું જ નથી કારણ કે જગત સ્વાભાવિક છે. એનો સ્વભાવ જ એવો છે કે નિરંતર ચાલ્યા જ કરે. વડમાંથી બીજ ને બીજમાંથી વડ. લોકો કહે છે કે ભગવાન ચલાવે છે. જો કોઈ ચલાવનાર હોય તો વહેલું મોડું બંધ થાય જ. મોક્ષે જાય છે તે ય સ્વભાવથી જ થાય છે ! માટે કશું અટકી જશે, બગડી જશે એવું છે જ નહિ. રામચંદ્રજી ગયા. કૃષ્ણ ભગવાન ગયા તો ય જગત ચાલ્યું ! આ જગત કોઈએ બનાવ્યું નથી. આ તો સ્વભાવથી જ ચાલે છે !
પ્રશ્નકર્તા: આ બધું જ ચાલે છે વ્યવહાર બધો ઈન ઓર્ડર જ ચાલે છે. એટલે આ બધું.... - દાદાશ્રી : કોઈનો ઓર્ડર હોય તો એ માલિક થઈ બેસે. ઓર્ડર હોય ને તો એનાથી ઊંચો ઓર્ડર કરનારો, એનાથી ઊંચો કરનારો, એ ભગવાનથી ઉપર થઈ ગયો ? પણ એવું નથી, નો ઓર્ડર.
એટલે આ જગતનો સ્વભાવ જ કેવો છે ? પરિવર્તનશીલ. નિરંતર ચેન્જ થયા જ કરે હરેક વસ્તુનો.
પ્રશ્નકર્તા ઃ તે પરિવર્તન વ્યવસ્થિત છે ને !
દાદાશ્રી : પરિવર્તનશીલ છે, એ એનો સ્વભાવ છે. એ પરિવર્તનશીલથી બીજા જે સંજોગો ઊભા થાય છે તે વ્યવસ્થિત છે.
પ્રશ્નકર્તા : એ જરા સમજાવો.
દાદાશ્રી : આ પાણી છે, તે મિસીસીપીની નદી જ્યાંથી નીકળે છે, એ ક્યાં જવા ફરતી હશે ?
આ જગત ચાલે છે તે સ્વભાવથી ચાલે છે અને ચલાવે છે ‘વ્યવસ્થિત' નામની શક્તિ. વડનું બીજ રાઈથી ય નાનું હોય છે. છતાં તેમાં આખા વડની શક્તિ છે, શક્તિ રૂપે આખો વડે તેમાં સમાયો છે. ‘વ્યવસ્થિત’ સંયોગ તેમાં ભેળા કરી આપે અને વડ રૂપે પરિણમે સ્વભાવથી.
કૃષ્ણ ભગવાને કહ્યું કે આ જગત સ્વભાવથી જ ઊભું થઈ ગયું છે. સ્વભાવથી જ ચાલે છે. એવું ગીતામાં ‘સ્વભાવથી જ થયેલું', કહેલું છે. એટલે સ્વભાવથી જ થઈ રહ્યું છે. | વ્યવસ્થિત’ જગતને ચલાવનાર છે. એ જગતનો ક્રિએટર નથી. જગત તો સ્વભાવથી બનેલું છે. અને ‘વ્યવસ્થિત’ છે તે સ્વભાવિક છે અને અનંત કાળ સુધીનું છે. કોઈને બનાવવું પડે તેવું આ છે નહીં. આ જગતનાં ‘મૂળ તત્વો’ છે તે સ્વભાવિક છે. તે રિલેટીવમાં આવે છે ત્યારે વિભાવિક થાય છે.
પ્રશ્નકર્તા : દરિયામાં.
દાદાશ્રી : દરિયામાં ભેગુ થવું એ એને એવી કોઈ ઈચ્છા કે ભાવના હોતી નથી. પણ સ્વભાવ એટલે ત્રણ હજાર માઈલે પણ ખોળી કાઢીને દરિયામાં મળે છે. એમાં કોઈની જરૂર ખરી ?
પ્રશ્નકર્તા : ના