________________
૧૯૮
આપ્તવાણી-૧૧
તથી પુદ્ગલ, સ્વ સ્વભાવતી બહાર !
આપ્તવાણી-૧૧
૧૯૯ સંસારભાવ છૂટી જાય છે એ કેવી રીતે બને છે ? એ શક્તિ ખરીને દાદાની !
બે અવિનાશી વસ્તુ ભેગી થાય તો, પોતાના ગુણધર્મ તો હોય જ પણ બેના સાથે થવાથી બીજા વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : એમાં પોતાના ગુણધર્મ આવ્યા ક્યાંથી ? પોતે ડેવલપ કર્યા કે કુદરતી હતા પહેલાં ?
દાદાશ્રી : એટલે સ્વભાવથી છે. વસ્તુ પોતાના સ્વભાવથી જ છે. અને તે સનાતન છે, ઈટર્નલ છે. એને કોઈએ કરવાની જરૂર નથી, ઈટર્નલ કોઈ બનાવનાર હોવો જોઈએ ? ના.
દાદાશ્રી : દાદાની શક્તિ નથી એ. બરફની પાસે બેસીએ એટલે સ્વભાવથી જ ઠંડક લાગે એ બરફની શક્તિ નથી. નહીં તો બરફે ય બુમાબુમ કરે કે, “મારે લીધે કેવા તમને ઠંડા કર્યા મેં !” મેર, તું શું ઠંડો કરતો'તો ! તારો સ્વભાવ છે એ તો. એટલે અમારા સ્વભાવથી થાય છે.
અમારામાં એક પરમાણુ વિષયનું નથી. એક પરમાણું મમતાનું નથી, તો પછી મમતા જ જ્યાં ના હોય, અહંકાર ના હોય ત્યાં શું બીજું હોય ? એટલે જોડે બેસે છે એનું તો કલ્યાણ જ થઈ ગયું ને ?!
ત વર્ણત થાય “વ્યવસ્થિત'નું..
તમે કર્તા જ નથી, સ્વભાવથી જ બધું થાય છે. એ તો સાવ દીવા જેવી સ્પષ્ટ વાત, કારણ કે આખું જગત સ્વભાવથી ચાલી રહ્યું છે. આ બૉડી શી રીતે બન્યું ? ત્યારે કહે, એ છે તે પુદ્ગલ સ્વભાવથી થયા કરે છે, એ સહુ સહુના સ્વભાવમાં જ છે. જ્યારે એની બિલીફમાં એમ રોંગ થાય કે “મેં કર્યું હશે કે કોણે મેં કર્યું', એમ થાય ત્યારે એ વિશેષભાવ કહેવાય, વિભાવ કહેવાય. બસ એ બધું સ્વભાવમાં જ થઈ રહ્યું છે. પુદ્ગલ, પુગલના સ્વભાવની બહાર નથી હોતું. આ છે તે વિભાવિક પુદગલ, વિશેષભાવનું બધું છે, પણ તો ય એના સ્વભાવ જે છે એને છોડે નહીં. પુદ્ગલનો સ્વભાવ બધા છોડે નહીં. એનો પાવર ઉતરી જાય, ત્યારે ચંદુભાઈ ખલાસ.
પ્રશ્નકર્તા: જે પરિવર્તન થાય છે, એ પણ સ્વભાવથી જ છે ને ?
દાદાશ્રી : હા એ પરિવર્તન સ્વભાવથી છે. પછી આ તો બુદ્ધિ ઊભી થઈ જાય છે. એનું તોફાન ચાલે છે બધું. ક્રોધ-માન-માયા-લોભ, વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય છે. વ્યતિરેક ગુણો, જે ગુણ આત્મામાં નથી. પુદ્ગલમાં નથી, તે ગુણો ઉત્પન્ન થઈ જાય છે.
દાદા સાનિધ્યમાં વર્તે સમાધિ !
પ્રશ્નકર્તા : આ વ્યવસ્થિત શક્તિ નિચેતન ચેતન છે ને ?
દાદાશ્રી : આખું જગત એ નિશ્ચેતન ચેતન છે, મિશ્ર ચેતન છે. અને વ્યવસ્થિત શક્તિ બહુ જુદી છે. આ મિશ્ર ચેતનનો એક મોટો ભાગ હોય ને તેમાંથી ઉદય થતું જાય, પાંદડું નીકળતું જાય તે વ્યવસ્થિત શક્તિના આધારે પાંદડું નીકળતું જાય અને નિર્જરા કર્યા કરે પછી પોતે ખલાસ થઈ જાય.
પ્રશ્નકર્તા : એ ના સમજાયું, પાંદડું. શું કહ્યું તમે ?
દાદાશ્રી : આમાંથી પાંદડું નીકળતું જાય અને ખલાસ થતું જાય, નિર્જરા થતી જાય ને ખલાસ થતું જાય. વ્યવસ્થિત શક્તિ અને નિર્જરા કરાવ્યા કરે. આ જેમ કશીક વસ્તુ લાવીએ, કેરી લાવીએ પછી બગડ્યા જ કરે છે ને ? વ્યવસ્થિત શક્તિ શું કરે? બગાડે. તે બગાડતી બગાડતી. ખલાસ થઈ જશે પછી.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિ એ નિશ્ચેતન ચેતન છે કે શું છે ?
દાદાશ્રી : ના, એ તો ચેતન જ નથી. નિચેતન ચેતને ય નહીં. આ તો જડ છે. જડ શક્તિ છે. નિચેતન ચેતન તો, એને જગતના લોકો
પ્રશ્નકર્તા : તો દાદાની પાસે બેસવાથી શાંતિ થઈ જાય અને