________________
૧૮૮
આપ્તવાણી-૧૧ ગરમ થયેલા પથરાને ચારિત્રમોહ કહે છે, તે હમણાં ઠંડા પડી જશે. પછી એમાં ફરી છે તે સૂર્યનારાયણ ના રહ્યો, એટલે આપણી કંઈ ડખલ ના રહીં, આત્માની, કારણ કે પોતાને સમજી ગયો અને “જ્ઞાન” થયું એટલે ડખલ રહી નહીં ને ? કર્તા રહ્યો નહીં ને !
સ્વભાવ એ પુરુષ તે ભ્રાંતિ એ પ્રકૃતિ !
પ્રશ્નકર્તા : જડ અને ચેતનથી જે વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય અને જે આ ક્રોધ-માન-માયા-લોભ તેને લઈને આવે, તો એ વ્યવસ્થિતથી જ થતાં હશે ને ?!
દાદાશ્રી : આપણે તો એની ડીઝાઈનને કહીએ કે આ વ્યવસ્થિત છે. બાકી આ તો બેની હાજરી થઈ એટલે એની મેળે, ઉત્પન્ન થાય જ, ક્રોધ-માન-માયા-લોભ નિયમથી જ થાય. - અત્યારે તમને એમ લાગે છે કે “હું ચલાવું છું’. પણ સો ટકા વાત ખોટી છે. ખાલી તમે આમાં નિમિત્ત છો. પણ કર્તા નથી તમે. અને કર્તા છો એવું માનો છો, તેથી ભ્રાંતિથી કર્મ બંધાય છે, ને ભવોભવ ભટકવાનું થાય છે. કર્તાપણું છૂટી જાય, અને પોતાનો ભાવ જાગૃત થઈ જાય, તો કામ થઈ ગયું.
સ્વભાવ અને ભ્રાંતિ બે જ છે. સ્વભાવ પુરુષ છે ને બ્રાંતિ પ્રકૃતિ છે. ભ્રાંતિનું ફળ પ્રકૃતિ ઊભી થઈ જાય. હવે, પોતાનો સ્વભાવ, પોતાના ભાવો છે અને વિભાવને બહિરભાવ કહેવાય છે. એક ખાલી બહિરભાવ એટલે આમ દ્રષ્ટિ જ કરવાથી આ મૂર્તિઓ ઊભી થયેલી છે. બીજું કશું જ નથી કર્યું. જો આત્માએ કર્યું હોત તો તે જોખમદાર બનત. પણ એ અક્રિય સ્વભાવનો છે. અને આત્મા જાતે નથી કરતો. વિશેષ ભાવથી થાય છે. એના વિશેષ પરિણામ છે. જે વિભાવ કહેવાય છે ને ? વિભાવ એટલે વિરૂદ્ધભાવ નથી, વિશેષભાવ છે, એ વિશેષ ભાવ અમે તો સમજીએ ! તે એવો આ નવો ગુણધર્મ ઉત્પન્ન થયો છે.
પ્રશ્નકર્તા : એમ કહે છે કે વિશેષ ભાવથી જે કર્મ થયાં તો તે વિશેષભાવમાં થયાં કે એથી જુદું છે સંયોજન ?
આપ્તવાણી-૧૧
૧૮૯ દાદાશ્રી : વિશેષ ભાવનું ફળ આવે છે. ‘પોતે માને છે કે આ મારું ફળ છે. વિશેષ ભાવ એ કારણ કહેવાય અને એનું કાર્ય આવે એ ફળ કહેવાય.
પ્રશ્નકર્તા : પણ કાર્ય આપનારી સત્તા કઈ ?
દાદાશ્રી : એ જ વ્યવસ્થિત શક્તિ. હા, વ્યવસ્થિત શક્તિ બધાં કારણો ભેગાં થઈને પછી ફળ આપે.
પ્રશ્નકર્તા : હા, પણ એ ફળ આપનારી જે શક્તિ ખરી એ વિશેષ ભાવથી જુદી ?
દાદાશ્રી : જુદી, વિશેષ ભાવ એ કારણ થયા. આમાંથી આ કાર્ય શક્તિ આ કરનારી, ફળ આપનારી.
પ્રશ્નકર્તા : એટલે કાર્ય રૂપકમાં આવે છે, કર્મફળ જે રૂપકમાં આવે, વ્યવસ્થિત શક્તિ એ વિશેષ ભાવ નહીં ને ?
દાદાશ્રી : નહીં. પ્રશ્નકર્તા : તો એ ક્યા ભાવ ?
દાદાશ્રી : એ તો ફક્ત વ્યવસ્થિત શક્તિ, ફળ આવ્યું એક્ઝક્ટ. વિશેષ ભાવમાં તો કોઝ થાય. કાર્યને તો સમજે લોકો, પણ કોઝ શું હોવું જોઈએ ? ત્યારે કહે, વિશેષ ભાવ. કાર્ય તો દેખવામાં આવે છે કે આ માણસ ચોરીઓ કરે છે, પણ શું કારણથી ? વિશેષ ભાવથી.
પ્રશ્નકર્તા: કર્મફળ જે ભોગવવાનું આવ્યું અગર જેના નિમિત્તથી એ કર્મફળ આવ્યું. એને જેણે ભોગવ્યું એ વિશેષ ભાવમાં જ આવ્યું ને ? ફળ તો વિશેષ ભાવમાં જ આવે છે ને ?
દાદાશ્રી : ના. એ તો આપણે કર્યાનું ફળ ભોગવ્યું. વિશેષ ભાવથી ‘પોતે માને છે કે મેં કર્યું. આ કર્તા થયો એટલે આ કર્મ બંધાયું તેનું આ ફળ ભોગવે.
પ્રશ્નકર્તા : કર્મ બાંધ્યું અને ભોગવ્યું તે વિશેષ ભાવ નહીં ?