________________
૧૮૬
આપ્તવાણી-૧૧ રહે, પણ આ વિભાવ ઊભો થયો છે. એનામાં ભાન જો જતું રહેતું હોય, તો મોક્ષે જાય તો ય ભાન જતું રહે.
કેટલાક લોકો કહે છે કે ભાવકર્મ કર્યું આત્માએ ?! ભાવકર્મને જગત એની મેળે પોતાની ભાષામાં સમજી જાય તો એનો ઉકેલ આવે એવો નથી. વીતરાગોની ભાષામાં સમજવું પડશે. અને જો કદિ ભાવકર્મ એ જો આત્માનો ગુણ હોય તો પછી એ કાયમનો રહેશે.
તમને સમજાય છે એ વાત ? ભાવકર્મ જો આત્માનો ગુણ હોય તો કાયમનો રહેશે ને ? એ ભાવકર્મ શું છે ? કે બે વસ્તુઓ, વસ્તુ હંમેશા અવિનાશી હોય, તીર્થંકરોએ વસ્તુ કહી એને, બે વસ્તુનો સંયોગ ભેગો થાય ત્યારે વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થાય. બેઉના પોતાના ગુણધર્મ તો છે જ. અને પછી વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થાય. જેને આપણા લોકો વિભાવ કહે છે. હવે આ વિભાવને પોતાની ભાષામાં સમજીને લોકો વિરૂદ્ધ ભાવ કહે છે. આ આત્માનો વિરૂદ્ધભાવ ઉત્પન્ન થયો, એટલે સંસારભાવ ઉત્પન્ન થયો એને, કહેશે. અલ્યા, આત્માને સંસાર ભાવ ઉત્પન્ન થતો હશે ? વિશેષભાવ છે. બે વસ્તુનો સંયોગ બાઝવાથી વિશેષભાવ ઉત્પન્ન થાય છે. પણ એ વસ્તુ હોવી જોઈએ તો !
પ્રશ્નકર્તા : બેઉમાં વિશેષભાવ ઉત્પન્ન થાય છે ?
દાદાશ્રી : બન્નેમાં, પુદ્ગલમાં ય વિશેષભાવ થાય છે ને આત્મામાં ય વિશેષભાવ થાય છે.
પ્રશ્નકર્તા : વિશેષભાવ બેઉનો અલગ અલગ ઉત્પન્ન થાય છે કે બેઉનો મળીને એક થાય છે ?
દાદાશ્રી : પુદ્ગલ એ જીવંત વસ્તુ નથી, જ્યાં ભાવ હોતો નથી પણ એ વિશેષભાવને ગ્રહણ કરે એવું તૈયાર થઈ જાય છે. એટલે એનામાંય ફેરફાર થાય છે. એક વાર આત્મા(વ્યવહાર આત્મા)માં ફેરફાર થાય છે. હવે આત્મા આમાં કશું કરતો નથી, પુદ્ગલ કશું કરતું નથી. ફક્ત વિશેષભાવ ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : બન્નેનો સંયોગ આજુબાજુ હોવાથી ?
આપ્તવાણી-૧૧
૧૮૭ દાદાશ્રી : સંયોગ થયો કે તરત વિશેષભાવ ઉત્પન્ન થાય છે. પ્રશ્નકર્તા : માત્ર સંયોગને કારણે કે શેને કારણે ?
દાદાશ્રી : સંયોગના કારણથી. ને બીજું કારણ તો અજ્ઞાનતા આપણે મહીં માની જ લેવાની. કારણ કે આપણે જે વાત કરીએ છીએ ને, તે અજ્ઞાનતાની અંદરની વાત કરીએ છીએ. એ જ્ઞાનની બાઉન્ડ્રીની વાત નથી કરતાં. એટલે ત્યાં આત્માની અજ્ઞાન દશામાં આ વિશેષભાવ ઉત્પન્ન થાય છે.
આ વિશેષભાવને હું તમને આપણી સાદી ભાષામાં સમજાવું. વસ્તુ આપણે અવિનાશી વસ્તુને કહીએ. બીજી વધારે વાત નહીં કરી શકીએ એના માટે, પણ અવસ્થા એ નાશવંત કહેવાય બધી. એટલે આપણે વ્યવહારિક વાત કરીએ, એ બધી અવસ્થાઓની વાતો કરીએ તો ઓલ ધીસ રિલેટિવર્ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ !
હમણે, બગીચાની અંદર રસ્તા પર આરસ પહાણના પથ્થર નાખ્યાં હોય અને સવારમાં ફરવા જઈએ તો પથ્થર કેવા સરસ લાગે ? પછી પેલા કંટ્રાક્ટરને પૈસા આપી દઈએ કે ના આપી દઈએ ? અને પછી સો એક રૂપિયા ડીપોઝીટ રહી હોય, તે પછી તે દહાડે કંઈ બપોરે બે વાગે ઊઘાડા પગે જવાનું થયું. તે દઝાયા એટલે કહે, કે આ લોકોએ ગરમ પથરા ઘાલી દીધા ! એટલે ડીપોઝીટે ય નહીં આપું, એવું કહેશે. પછી પેલો કંટ્રાક્ટર સમજ પાડે કે, સાહેબ, એ પથરાનો ગુણ નથી. પથરા છે અને સૂર્યનારાયણ, આ બેના ભેગા થવાથી વિશેષગુણ ઉત્પન્ન થયો છે. એ છે તે સૂર્યનારાયણ જશે કે તરત હતા તેના તે જ. પથરા ગરમ નથી.
આ દાખલો એક્કેક્ટ મળતો નથી, પણ આ તો એક તમને આઈડીયા પહોંચવા માટે કહું છું. પણ બીજો કોઈ દાખલો આપી શકાય એમ નથી. એવું એમાં વિશેષગુણ ઉત્પન્ન થાય છે.
હવે એ વિશેષગુણ ક્યાં સુધી રહે છે ? સ્વરૂપની અજ્ઞાનતા છૂટી, જ્ઞાની પુરુષ પાસે, તેની સાથે જ વિશેષગુણ છૂટી જાય ! અને વિશેષગુણથી જે પુદ્ગલ પહેલાં થઈ ગયેલું છે, જે પથરા ગરમ થઈ ગયા છે, તે એ