________________
૧૮૪
આપ્તવાણી-૧૧ છતાં ક્રિયા ચેતનના જેવી જ થઈ રહી છે. એટલે કહેવું પડ્યું કે આ મિશ્રચેતન છે. એટલે લોકોએ જાણ્યું કે ઘી ને તેલ ભેગું કરીએ, એવી રીત છે. આ થોડુંક આ ચેતન ને થોડુંક આ જડ. પણ કાયદો શું કહે છે? બે એકાકાર થાય નહીં, કોઈ દહાડો ય. એટલે બધા જ્ઞાનીઓએ જોયેલું હોય ને તે લોકોને સમજણ પડે નહીં. એવું તે શું જ્ઞાનીઓએ જોયું ને તીર્થકરોએ શું જોયું, ત્યારે કહે, કેવળજ્ઞાન જોયું.
ભગવાન આનો કર્તા ય નથી ને તમે ય કર્તા નથી. છતાં જગત ચાલ્યા કરે છે. તમે આટલું ય કર્તા નથી. આ તો મન-વચન-કાયાનું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને નવી ત્રણ બેટરી ચાર્જ થઈ રહી છે. તે અમે ચાર્જને બંધ કરી દઈએ. પછી એકલું ડીસ્ચાર્જ ચાલુ રહે.
અત્યારે આ ચેતન જેવા દેખાય છે. એ તો બધા પાવર છે ખાલી. તે પછી પાવર ઊડી જાય તો સેલ ખલાસ થઈ જાય. તો માણસ મરી ગયો કહેવાય છે. બાકી પાવર ઊડી જાય છે. આત્મા ય તેવો રહે છે. અને દેહે ય એવો રહે છે. પણ વચ્ચે પાવર ઊડી જાય છે. જેમ સેલમાંથી પાવર ઊડી જાય પછી સેલ નકામા થઈ જાય છે. એવું આ મન-વચનકાયાની ત્રણ બેટરીઓ છે ને તે પાવર ભરેલો ઊડી જાય છે. ત્રણેય સેલ નકામા થઈ જાય છે. અત્યારે પાવર ભરાઈ રહ્યો છે આવતા ભવ માટે. પછી નવી બેટરીઓ પેલી તૈયાર થઈ જાય આવતા ભવની.
સંજોગોના દબાણથી ઉપાધિભાવ !
આપ્તવાણી-૧૧
૧૮૫ કાઢી નાખે આપણું. એવું નથી, બિલકુલ સ્વતંત્ર છો.
પ્રશ્નકર્તા : આ બધા સ્વતંત્ર છે જુદાં જુદાં, દરેક એકમો, તો આ કઈ રીતે ગોઠવાયેલાં છે.
દાદાશ્રી : બિલકુલ રેગ્યુલેટરથી ગોઠવાયેલું છે.
પ્રશ્નકર્તા : એ ગોઠવાયેલું છે એ તો કન્કલુઝન છે આપનું, એ તમે તારણ અમને કહી દીધું, પણ એ કારણ શું?
દાદાશ્રી : હા, આનું કારણમાં બીજું કંઈ નથી વસ્તુમાં એ. આ જીવો નિરંતર પ્રવાહમાં છે તે વિશેષભાવી થયેલાં છે, તે સ્વાભાવિક થવા ફરે છે. એ વિશેષભાવી કેમ થયું ? ત્યારે કહે, ઉપાધિ ભાવથી કે આ બધા ભેગા થયા હોય આપણને એવિડન્સ, એ એવિડન્સના આધારે દબાણ થાય છે.
એક માણસ મોટો નગર શેઠ હોય, પણ એમણે દારૂ પીધો હોય તો એની અસર થાય કે ના થાય ? એવું આપણને ઈફેટ અડે છે. તેથી આ બધું આમ થઈ ગયું છે, પોતાના સ્વરૂપનું ભાન જતું રહ્યું છે. સ્વરૂપથી બેભાન, જેમ દારૂ પીવે ને પેલો ભાન જતું રહે, એવું આ બીજી અસરોથી ભાન જતું રહ્યું છે. એ ભાન ‘જ્ઞાની પુરુષ' લાવે એટલે આપણે ભાનમાં આવ્યા એટલે ખલાસ થઈ ગયું ! હવે પીધેલો દારૂ હોય, ફરી બીજો પીએ નહીં. તો શું થાય ?
પ્રશ્નકર્તા : ઉતરી જાય.
દાદાશ્રી : ઉતરવું એનો સ્વભાવ છે. ચડવું એ એનો સ્વભાવ નથી. ફરી પીઓ તો જ ચડે. તે આ ખ્યાલ રહે કે આ પરિણામ છે. પરિણામ એટલે એની મેળે જ આવે.
આત્માતો વિરુદ્ધ ભાવ નહીં, પણ વિશેષ ભાવ !
પ્રશ્નકર્તા: આપણે એમ માનીએ કે એક એવી આમ કોઈ અલૌકિક શક્તિ છે. બીજી બાજુ આપણે છીએ, આપણે એના ભાગ છીએ તો એ શક્તિ અને આપણે બે એનું સંયોજન...
દાદાશ્રી : ભાગ કોઈના નથી તમે. પ્રશ્નકર્તા : તો બધા સંયોજન એક જ છીએ ?
દાદાશ્રી : નહીં, નહીં, એકે ય નથી, તમે સ્વતંત્ર છો. તમારો કોઈ ઉપરી નથી. આપણે એના જ ભાગ હોઈએ તો તો મારી મારીને તેલ
હવે જગતના લોકો શું કહેશે, સમ્યકત્વ, ચેતનની પ્રાપ્તિ માટે છે. ચેતને ભાન ખોઈ નાખ્યું છે. હવે ચેતન તો નિરંતર પોતાના ભાનમાં જ