________________
૧૮૨
આપ્તવાણી-૧૧ વ્યવસ્થિતને જાણ્યા જ કરે છે નિરંતર. જડની પરિણતી બધી જોયા કરે છે, જાણ્યા કરે છે. અજ્ઞાનીને ય એમ થાય છે ને જ્ઞાનીને યુ એવું થાય છે. પણ અજ્ઞાની એમ માને છે કે “આ હું કરું છું'. એટલે બધું અવળું ચાલે છે ગાડું. એ પરપરિણતીને અપરિણતી માને છે, એટલે ફસાય છે. અને આ ‘જ્ઞાન આપણને આપ્યું હોય તો સ્વપરિણતી સ્વપરિણતીમાં અને પરપરિણતી પરપરિણતીમાં, સહુ સહુની રીતે રહે. પછી ઉકેલ આવી જાય છે. ક્રોધ-માન-માયા-લોભ થાય જ નહીં. વ્યવસ્થિત સમજાયું તેને ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં. કષાય ગયા તેનું સર્વસ્વ કામ થઈ ગયું.
જગતે જાણ્યો તે છે મિકેતિક્લ આત્મા !
આપ્તવાણી-૧૧
૧૮૩ બરોબર છે, પણ એનાથી ‘હું કોણ છું’ એ જડશે નહીં. જે જડશે એ મિકેનિકલ આત્મા છે. આ તો મશીનરી ચાલ્યા જ કરે છે, એની આપણા હાથમાં સત્તા જ નથી. આ મશીનરી ક્યારે બંધ થાય જાણો છો ? એક પા કલાક નાક દબાવી રાખોને તો મશીનરી બંધ થઈ જાય, કશું જ ચાલે નહીં !
પ્રશ્નકર્તા : પણ એ તો આ શરીરની વાત કહી, પણ આખા જગતની મશીનરીની વાત ?
દાદાશ્રી : આ બધા મિકેનિકલ આત્માઓ છે ને, તેનાં જે પરિણામ છે તે બધાં જાય છે મોટા કોમ્યુટરમાં. એ કોમ્યુટરની મારફત ચાલે છે. એને આપણે વ્યવસ્થિત શક્તિ કહ્યું છે.
એ ચેતત તહીં, પણ પાવર ચેતત !
આ મન-વચન-કાયાની ત્રણ બેટરીઓ હોય છે, આ ચેતન ભાગ જે છે એ ચેતન છે ને બીજી આ ત્રણ બેટરીઓ હોય છે. હવે એ બેટરી તે પાવરના આધારે ચાલે છે.
અને પાવર ખલાસ થાય એટલે ?
આ બધા જ આત્માની વાતો કરે છે, એ તો મિકેનિકલ આત્મા છે. પ્રશ્નકર્તા : પણ, એ મશીનરી બનાવનાર કોણ ?
દાદાશ્રી : બનાવનારની કોઈ જરૂર નથી. એ જ જાણવાનું છે, એ અમે જોયેલું હોય, તે જોયું હોય એને સમજાવી શકવાના શબ્દ ના હોય. કોઈને બનાવવાની જરૂર પડતી નથી, એવી કુદરતની બધી સ્વભાવિક્તા જ છે, અને આત્માની વિભાવિક શક્તિ છે. વિભાવિક શક્તિનું ગમે તેટલું જોર હોય, પણ કર્તા નથી આત્મા. એટલે આ મિકેનિકલ બની શકે નહીં. પણ આ વિભાવિક શક્તિ એવી છે તેની જોડે આ જે અનાત્મ વિભાગની શક્તિ છે, એટલે આ બધું મિકેનિકલ ઊભું થયું છે. એ અમે જોયેલું હોય. આ વિભાવિક શક્તિનું પરિણામ આવે છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ઊભા થાય છે. પછી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે આ બધું મિકેનિકલ ચાલે છે.
આ જગત જેને આત્મા માની રહ્યું છે એ મિકેનિકલ આત્મા છે. અને મિકેનિકલ આત્માને જ સ્થિર કરે છે. મૂળ દરઅસલ આત્મા જે છે તે સ્થિર જ છે. એ અસ્થિર થતો જ નથી. મિકેનિકલ આત્મા એ ચંચળ સ્વભાવનો છે. અને જે આ ચંચળ લાગે છેને આત્મા, તેને લોકો સ્થિર કરે છે. અને એને જ આત્મા જાણે છે. પણ એ ભ્રાંતિ છે. આમ કરો, ઉપવાસ કરો, તપ કરો, જપ કરો એ બધું જેને કરવું હોય તેને માટે
પ્રશ્નકર્તા : ઉડી જાય. સ્ટોપ.
દાદાશ્રી : એટલે આત્માની હાજરીથી પાવર ઉભો થાય છે, અને પાવરથી આ ચાલે છે. પાવર ભરેલો હોય, પેલી બેટરી હોય છે તેની મહીં નવા સેલ મૂકીએ, અને તે જલ્દી વપરાઈ જાય. તો આમ દેખાય નવા તો ય કાઢી નાખવા પડે કે કેમ ? જૂના નથી થઈ ગયા તો ય ?!
પ્રશ્નકર્તા : પાવર ખલાસ થઈ ગયો.
દાદાશ્રી : એવું આ પાવર ખલાસ થઈ જાય કે ચાલ્યો ! આમ ક્રિયામાં તો એમ જ લાગે કે આ ચેતન કરી રહ્યું છે. જગત આખું ત્યાં ચેતન જ માની રહ્યું છે. હવે આ જ્ઞાનીઓને શી રીતે સમજી શકે ?! આખું જગત જ્યાં ચેતન માને છે ત્યાં ચેતન છે જ નહીં, સેન્ટ પણ નથી.