________________
આપ્તવાણી-૧૧
૧૮૧ છ તત્ત્વો છે એ સંયોગ કહેવાય નહીં. એ તો છ તત્ત્વો કશું કરે જ નહીં ને જગતમાં. દુઃખે થ ના આપે, સુખે થ ના આપે. સંયોગ તો સુખ ને દુ:ખ બેઉ આપે.
માત્ર “શુદ્ધ ચેતત’, ‘વ્યવસ્થિત'થી પર !
૧૮૦
આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : પુદ્ગલ જે છે, એ શુદ્ધતત્ત્વ છે અને વ્યવસ્થિત લાગુ પડતું નથી. પણ પુદ્ગલનાં જે પર્યાય છે, આપણો આ દેહ છે એ પુદ્ગલ પર્યાય છે, એટલે પર્યાયને વ્યવસ્થિત લાગુ પડે છે, એવું ખરું ?
દાદાશ્રી : એવું છે ને, પર્યાય એટલે તો વસ્તુ જુદી છે. પુદ્ગલને જ વ્યવસ્થિત લાગુ થાય છે. શુદ્ધતત્ત્વ એને પુદ્ગલ કહેતા નથી, પણ એને પરમાણુ કહે છે.
પ્રશ્નકર્તા: હા, તો એમાંનું એક તત્ત્વ છે. એ પુદ્ગલ તત્ત્વ છે ને ?
દાદાશ્રી : ના. પરમાણુ તત્ત્વ છે. પુદ્ગલ તો જે પૂરણ-ગલન પામી ગયાં હોય તેને પુદ્ગલ કહેવામાં આવે છે અને તે જ વ્યવસ્થિત ભાવે છે, પુદ્ગલ આખું. પરમાણુ વ્યવસ્થિત નથી.
પ્રશ્નકર્તા: એટલે પુદ્ગલ પરમાણુ વ્યવસ્થિત નથી ? છ તત્ત્વોમાં, જે પહેલું આત્મા......
દાદાશ્રી : છ તત્ત્વોમાં પરમાણુ છે, એને આ તો પુલ તત્ત્વ બોલે તે આમ ચલાવી લેવાય.
પ્રશ્નકર્તા : આપણે અવકાશમાં જઈએ, તો ત્યાં અમુક એની હદ પછી ત્યાં આગળ સમય નથી, સ્પેસ નથી, એ બધું નથી ત્યાં આગળ.
દાદાશ્રી : એ તો આકાશ એટલે જ સ્પેસ. સ્પેસ અને ટાઈમ બધે હોય જ, આ ‘લોક'માં ટાઈમ છે. ટાઈમના પરમાણુ કાળાણુ છે. અણુ છે એના. સમય, દરેક સમયનો અણુ છે. બધી જ ચીજ છે. આ લોક છેને ત્યાં. અલોકમાં આકાશ એકલું જ.
પ્રશ્નકર્તા : તો ત્યાં આગળ વ્યવસ્થિત શક્તિ ખરી ?
દાદાશ્રી : વ્યવસ્થિત શક્તિ આલોકમાં નથી. જ્યાં આ બધી વસ્તુઓ છે. ત્યાં વ્યવસ્થિત શક્તિ છે. વસ્તુ એટલે શું ? કે અવિનાશી હોય. અવિનાશી વસ્તુઓ બધી પરિવર્તન નિરંતર થયા જ કરે. એ બધી સામસામી ભેગી થાય ને, એટલે આવું રૂપ ઊભું થઈ જાય, અવસ્થા ઊભી થાય.
પ્રશ્નકર્તા : ચેતન વ્યવસ્થિતના તાબામાં છે કે પુદ્ગલ એકલું જ ?
દાદાશ્રી : સંસારમાં બધું જ વ્યવસ્થિતના તાબામાં છે. સંસારભાવને પામેલું બધું જ વ્યવસ્થિતના તાબામાં છે. મુક્ત થયા પછી વ્યવસ્થિતના તાબામાં રહેતું નથી.
પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિતઆત્મા બધું જ વ્યવસ્થિતના તાબામાં છે?
દાદાશ્રી : પુદ્ગલ ને પ્રતિષ્ઠિતઆત્મા બધું જ વ્યવસ્થિતના તાબામાં છે. જ્યાં સુધી બંધન છે ત્યાં સુધી વ્યવસ્થિતના તાબામાં છે.
પ્રશ્નકર્તા : તો વ્યવસ્થિત છે તે જડ અને ચેતન એ બન્ને ભાવો માટે કહેલું છે ?
દાદાશ્રી : હા, વ્યવસ્થિત બન્ને માટે છે. વ્યવસ્થિતની અસર ફક્ત જડને થયા કરે. બેઉને સ્પર્શે ખરુંને ! ત્યાં સુધી ચેતન છૂટું ના થાય ને ! જો વ્યવસ્થિતનો હિસાબ થઈ રહ્યો ત્યારે ચેતન છૂટું થાય. નહીં તો આ ચેતને ય છૂટું થાય નહીંને !
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિ કહીએ છીએ તે જડને માટે જ કહીએ છીએ ને ?
દાદાશ્રી : હા, જડને માટે જ ને ! છતાં ચેતનને સ્પર્શે તો ખરુંને! ચેતન છૂટું ના થાય ત્યાં સુધી, ત્યાં સુધી ચેતનને એટલું જ કે છૂટું ના થઈ શકે. ચેતનને લાગતું-વળગતું નથી વ્યવસ્થિત. ચેતનને જાણવાનું છે, અને જડને પરિણમવાનું છે.
પ્રશ્નકર્તા ઃ એ ચેતન પરિણમતો નથી ? દાદાશ્રી : ના, ચેતન આ વ્યવસ્થિતમાં તો કશું પરિણમતો નથી.