________________
આપ્તવાણી-૧૧
૧૭૯ પ્રશ્નકર્તા : પરમાણુનો જથ્થો જેટલા લોકમાં છે, એટલામાં જ વ્યવસ્થિત લાગે ?
દાદાશ્રી : ના, ના. આખું જગત બધું પરમાણુથી જ ભરેલું છે. જેમ આકાશથી ભરેલું છે. એવું પરમાણુથી ય ભરેલું છે. પણ જે પરમાણુ સંયોગીભાવને પામેલાં હોય, આંખે દેખાય એવા, આ બધાં પાંચ ઈન્દ્રિયથી અનુભવમાં આવે એટલાં બધાં છે તે સંયોગી ભાવવાળા છે. બીજા તો આંખે દેખાતાં જ નથી, એ તો બધાં ચોખ્ખા જ છે. આકાશ આંખે દેખાતું નથી. ચોખું છે. પુદ્ગલ અસ્તિકાય, ચોખું છે. ધર્માસ્તિકાય ચોખું છે. અધર્માસ્તિકાય ચોખ્યું છે. ચોખ્ખું જ છે બધું. કાળે ય ચોખ્ખો છે. ફક્ત આટલું જ, પાંચ ઈન્દ્રિયથી અનુભવમાં આવે છે, તેટલું જ અવ્યવસ્થિત થયેલું છે. એટલે માટે વ્યવસ્થિત આપણે કહીએ છીએ.
પ્રશ્નકર્તા : એટલે સિદ્ધક્ષેત્ર કોન્સ્ટન્ટમાં જ છે. દાદાશ્રી : હા. એ તો કોન્સ્ટન્ટ.
પ્રશ્નકર્તા છ તત્ત્વો જે છે, કોન્સ્ટન્ટ છે તો, એ સિવાયનું જે કંઈ છે, એ વ્યવસ્થિતમાં છે એવો અર્થ થયો ?
દાદાશ્રી : છ તત્ત્વો ને વ્યવસ્થિતને કંઈ લાગતું વળગતું જ નથી
(૬)
આદિ વ્યવસ્થિત'ની !
છ દ્રવ્યોથી પર “વ્યવસ્થિત' !
પ્રશ્નકર્તા : વ્યવસ્થિતની શરૂઆત કેવી રીતે થઈ ?
દાદાશ્રી : આ દુનિયામાં કોઈ વસ્તુની શરૂઆત હોતી જ નથી. જેનો એન્ડ હોય તેની શરૂઆત હોય. જેનો એન્ડ જ નથી એની શરૂઆત શેની હોય ? એ સમજાય ખરું ? જેને એન્ડ ના હોય તેની શરૂઆત થયેલી ના હોય !
એવું છે ને આ દુનિયામાં જે ચીજો છે, એ ચીજ કાયમની છે, સનાતન, શાશ્વતી. એ છ ચીજ છે. એનો સ્વભાવ છે તે પરિવર્તન સ્વભાવ છે. પરિવર્તનમાં જે અવસ્થાઓ ઊભી થાય છે એ બધી વ્યવસ્થિતના તાબામાં છે. હવે આ વસ્તુઓ બધી સનાતન, જ્યારે અવસ્થાઓ ઊભી થવાની એ ટેમ્પરરી, પણ અવસ્થાને ઉત્પન્ન કરવાવાળું, જે વ્યવસ્થિત તે પરમેનન્ટ પાછું. જ્યારથી આત્મા છે, આ બધી વસ્તુઓ છે, ત્યારથી એ છે. એટલે આ તત્ત્વો અનાદિથી છે એવું એ ય અનાદિથી છે.
પ્રશ્નકર્તા : છ તત્ત્વોને વ્યવસ્થિત ના લાગે, પણ તે સિવાયની જે વાત છે પંચેન્દ્રિયને જે સ્પર્શે છે. છ તત્ત્વો સિવાયની.
દાદાશ્રી : એ બધું વ્યવસ્થિત. પ્રશ્નકર્તા : છ તત્ત્વોને વ્યવસ્થિત લાગુ પડતું નથી.
દાદાશ્રી : ના. વ્યવસ્થિત લાગુ કોને પડે? કે અવ્યવસ્થિત થતું હોય તેને ! લોકો આ જગતને, વ્યવસ્થિત ને અવ્યવસ્થિત બધું બોલે છે, ગમે તેવાં વિશેષણ આપે છે. આપણે એવું કહીએ છીએ કે ભઈ, જો વિશેષણ સમજવું હોય તો આ વ્યવસ્થિત જ છે એવું કહેવા માંગીએ છીએ, અવ્યવસ્થિત જેવું છે જ નહીં.