________________
૧૭૬
આપ્તવાણી-૧૧
કંઈ જ કરતા નથી, એનું નામ ભગવાન. ફક્ત પ્રકાશ આપે છે. જીવમાત્રને ! જીવદશા છે એને પ્રકાશ આપે છે. એ પ્રકાશથી જીવ બધા આ ફરી રહ્યા છે. પોતાની રિસ્પોન્સિબિલિટી ઉપર જ બધું કરી રહ્યા છે. અને તે ય એમાં, પોતાની સ્વતંત્ર જોખમદારી છે જ નહીં. એ ય સંજોગાધીન પુરુષાર્થ કરે છે. જે કર્મ કરે છે તે સંજોગાધીન અને ભોગવવાનું વિસર્જન કુદરતના હાથમાં. કર્મ કરતી વખતે એનો વોટ હોય છે. પાર્લામેન્ટરી પધ્ધતિ છે કર્મ કરવાની, એના વોટ હોય છે, એ વોટ જો ફેરવે તો ફેરવી શકે.
આ જગત વિજ્ઞાનથી ચાલે છે. અત્યારે બહાર જે વિજ્ઞાન છે એ નહિ, આ વિજ્ઞાન તો આત્માનું વિજ્ઞાન છે, પરમાત્મવિજ્ઞાન છે. તે આ વિજ્ઞાન બધું કરી રહ્યું છે. સર્જને ય એ કરી રહ્યું છે અને વિસર્જને ય એ કરી રહ્યું છે.
‘વ્યવસ્થિત' વપરાય સમકિતીઓથી...
આપ્તવાણી-૧૧
૧૭૭ એક જ વાત ઝાલી બેઠાં કે ‘આ મેં કર્યું ને મેં ભોગવ્યું’. પણ વચ્ચે કઈ કઈ એજન્સીઓ છે એની તપાસ નહિ કરી ને ?! મહીં એજન્સીઓ ખરી કે નહિ ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો એજન્ટોને ના આપવી પડે દલાલી આપણે ? એજન્ટોને સોંપી દઈએ તો ભાંજગડ નહિ.
એટલે આ બધી ઝીણી વસ્તુ છે !
‘વ્યવસ્થિત’ના તાબે છે. એટલે આપણે કહીએ છીએ ને કે આ બીજા લોકોને ‘વ્યવસ્થિત’ ના અપાય. કારણ કે ‘ચાર્જ’ અને ‘ડિસ્ચાર્જ) બને છે એમની પાસે. ફક્ત આ “જ્ઞાન” લીધું છે તેમને અમે ‘વ્યવસ્થિત’ આપ્યું છે. કારણ કે ‘વ્યવસ્થિત'ના તાબામાં આટલું ડિસ્ચાર્જ જ છે. એટલે તમને કહી દીધું ને કે ભઈ, ‘વ્યવસ્થિત' છે આ. અને સર્જન કોણ કરે છે, એ અમે જોઈને તમને કહી દીધું.
અહંકાર કર્તા હોય ત્યાં સુધી વ્યવસ્થિત હોય નહીં. કર્તા ડખો કર્યા વગર રહે નહીં. વ્યવસ્થિત વિસર્જન શક્તિ છે, સર્જન નથી. વિસર્જનમાં કશું વાંધો આવે નહીં. સર્જનમાં વાંધો આવે. ચાર્જ કરનારાને વાંધો આવે. અહંકારી લોકો ચાર્જ કરે ને ? વાર ના લાગે. પણ જગતના લોકોને ‘વ્યવસ્થિત’ નથી. આ “જ્ઞાન” લીધા પછી વ્યવસ્થિત છે. તમને હવે વિસર્જન એકલું રહ્યું એટલે તમારે વ્યવસ્થિત છે. એમને સર્જન-વિસર્જન બેઉ છે.
વ્યવસ્થિત શક્તિ વિસર્જન કરે છે. ત્યારે આપણા લોકો, કેટલાક બહારના લોકોએ મને કહ્યું કે તમારું ‘વ્યવસ્થિત' અમને બહુ કામ લાગે. મેં કહ્યું, ‘દુ:ખદાયી થઈ પડશે. ના લેશો, સ્વીકાર ના કરશો. તમે સર્જન ને વિસર્જન બેઉ કરો છો અને એક બાજુ ‘વ્યવસ્થિત’ લાવો છો.
વિસર્જન છે એટલે ડિસ્ચાર્જ છે, એ બધું વ્યવસ્થિતના તાબામાં છે. આ વ્યવસ્થિત એટલે ડિસ્ચાર્જ માત્ર. હવે ચાર્જ ને ડીસ્ચાર્જ બેઉ હોય જેને અજ્ઞાન દશામાં, એને વ્યવસ્થિત આપીએ એ ખોટું છે, ગુનો છે. કારણ કે વ્યવસ્થિત તો વિસર્જન એકલું જ કરે, સર્જન નહીં કરી શકે. એટલે આ હું જ્ઞાન આપ્યા પછી ચાર્જ બંધ કરી આપ્યા પછી કહું છું, ‘વ્યવસ્થિત'. નહિ તો કહું નહિ ને ! નહિ તો લોક વ્યવસ્થિતને ધ્યાનમાં લે અને પછી ગજવું કપાયું તે ઘડીએ વ્યવસ્થિતનું જ્ઞાન એડજસ્ટ કરવા જાય, તો શું થાય ? ચાર્જવાળો માણસ શી રીતે એડજસ્ટ કરે ? થાય છે ?
કોણ સર્જન કરે છે ને કોણ વિસર્જન કરે છે, શેના આધારે સર્જન થાય છે, શેના આધારે વિસર્જન થાય છે, એવું કશું લક્ષમાં જ નહિ ને !