________________
૧૭૪
આપ્તવાણી-૧૧
પ્રકૃતિ પર તથી ઇશ્વરતી ય સત્તા !
આપ્તવાણી-૧૧
૧૭૫ વ્યવસ્થિત શક્તિના ! વિસર્જન માત્ર એના હાથમાં છે. ફક્ત આપણને એમ લાગે છે કે આ સર્જન આપણા હાથમાં છે, તે ય નિમિત્ત છે. કેવું
પ્રશ્નકર્તા : નૈમિત્તિક.
દાદાશ્રી : સ્વતંત્ર જો સર્જન હોય તો તો બધું જગત બધું જુદી જાતનું ચાલે. એટલે આ જગત આખું સમજવા જેવું છે.
સર્જતની સિસ્ટમ, પાર્લામેન્ટરી..
પ્રશ્નકર્તા: ગીતાનું પેલું વાક્ય કહે છે, “પ્રકૃતિ પ્રસવ સૃષ્ટિ'. એટલે પેલું ભગવાને એમ કહ્યું છે ગીતામાં કે મારા વડે આ સૃષ્ટિ સર્જાય છે. - દાદાશ્રી : બરોબર છે. એમાં ગીતામાં અમુક બાબત તો ખુલ્લી કરી છે. કેટલીક બાબતો એવી રાખી છે કે જ્યાં અધ્યાહાર રાખ્યું છે. આ ‘હું'
જ્યાં કહે છે પોતે, ત્યાં આ ‘શુદ્ધાત્મા’ની વાત છે. એ કૃષ્ણ ભગવાન નથી. હવે લોકો છે તે પોતપોતાની ભાષામાં સમજે. અને આ પ્રકૃતિ એ તો એમાં કોઈ જાતની આપણી, મનુષ્યની કોઈ ક્રિયા ચાલે એવી નથી, ઈશ્વરનું ય ચાલે એવું નથી. એ બધું આ વ્યવસ્થિત શક્તિનું કામ છે. એક્કેક્ટ માણસ રૂપાળા-બુપાળા, કદરૂપા-બદરૂપા, બધું એના હાથમાં છે અને તોલી-તોલીન, જરા ય ફેર ન પડે.
પ્રશ્નકર્તા : પણ એ માણસ કદરૂપા કે સારા રૂપાળા થવાનું, જે કરે છે વ્યવસ્થિત શક્તિ, તેનો આધાર શેના ઉપર ?
દાદાશ્રી : એ આધાર આપણો જ. આપણા જે ભાવ પૂર્વે હતા અને જે અવસ્થિત થયા હતા આપણે, અવસ્થિત જે ભાવમાં અવસ્થિત થયા, તેનું આ આની મારફત વ્યવસ્થિત થઈને આવે છે.
પ્રશ્નકર્તા : બરાબર એટલે કો'ક માણસ પાડાનો વિચાર કર્યા કરે તો બીજે જન્મે પાડો થાય?
દાદાશ્રી : પાશવી વિચાર કરે ને, એટલે પશુતામાં જાય છે. અને સજ્જનતાના વિચારો કરે, માનવતાવાળા વિચારો કરે, તો પછી મનુષ્યમાં આવે. અને દૈવી વિચાર એટલે શું ? સુપર હ્યુમન કે તમે મને નુકસાન કરો, તો ય હું તમને ઉપકાર કરું. તમે ફરી નુકસાન કરો તો ય ઉપકાર કરું, એવું દસ વખત એ ચાલ્યા કરે એટલે જાણવું કે આ સુપર હ્યુમન છે. એ દેવલોકમાં જાય.
એટલે એમાં આપણી આ જે મહીં સર્જનક્રિયા થાય છે, એની નોંધ કોણ લે છે ? એ વ્યવસ્થિત શક્તિનું કામ છે. એ નોંધ પછી એ ગોઠવી કરીને રૂપક આપે છે. અને વિસર્જન તો કમ્પ્લીટે ય એના હાથમાં છે,
વિસર્જનમાં આત્મસત્તા નહીં, પુદ્ગલસત્તા એ જ પરસત્તા કહેવાય છે, એટલે પુદ્ગલસત્તાના આધિન ! હવે સર્જન થાય છે તે પાર્લામેન્ટરી પદ્ધતિથી થાય અને વિસર્જન તો બિલકુલ પુદ્ગલસત્તા છે. જન્મ્યા ત્યારથી તે ઠેઠ છેલ્લા સ્ટેશન સુધી જે જે ક્રિયાઓ કરવામાં આવે છે, મન-વચનકાયાથી, આ ઇન્દ્રિયોથી એ બધું વિસર્જન કહેવાય. તે ‘ઇટ હેપન્સ” કહેવાય અને એ ફરજિયાત છે. અને અંદર જે સર્જન થઈ જાય છે એ જીવને ખબર પડતી નથી. એવી જાગૃતિ હોતી નથી અંદર નિરંતર સર્જન થયા જ કરે છે.
હવે સર્જન પોતાના એકલાથી જ જો સર્જન હોય તો તો એ કાયમને માટે કર્તા થઈ પડ્યો. તે બંધન છૂટે નહીં કોઈ દહાડો ય. પણ આ નૈમિત્તિક કર્તા છે એટલે છૂટે છે, નહીં તો છૂટે જ નહીં ને મોક્ષે જાય જ નહીં ને ! પણ નૈમિત્તિક કર્તા એટલે પાર્લામેન્ટરી પધ્ધતિથી. જેમ ઇન્દિરાએ કહ્યું હોય પેલા પાકિસ્તાનવાળાઓને કે ભઈ, આ કચ્છનો અમુક ભાગ હું તમને આપીશ. પણ જોડે જોડે એમ કહે કે પાર્લામેન્ટમાં નક્કી કરાવીને પછી આપીશ. એવું કહી જ દેને એ. એટલે પછી ત્યાં આગળ જઈને પાર્લામેન્ટમાં ઠરાવ મૂકે અને નક્કી કરાવે. હવે એ નક્કી કર્યું કોણે ? ત્યારે કહેવાય ઇન્દિરાએ અને હોય પાર્લામેન્ટરી પધ્ધતિ. એટલે એ નૈમિત્તિક કહેવાય, એવી જ રીતે નૈમિત્તિક કર્તા આત્મા થાય છે અને આત્મા જાતે કરતો નથી. આ તો તેના વિશેષ પરિણામ છે. જે વિભાવ કહેવાય છે !