________________
આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : જીવાત્માને ભ્રાંતિભાગનું સર્જન તો ખરું ને ? ભાવનો કર્તા છે એટલે ?
૧૭૨
દાદાશ્રી : હા, પણ કોણ સર્જન કરે ? વ્યવસ્થિત નહીં. એટલે ભ્રાંતિથી જીવને કર્તાભાવ ગણ્યો છે. પોતે કહે છેને, મેં કર્યું’. એમ કહે છે ને !
પ્રશ્નકર્તા : ‘ભાવનો કર્તા’ અને ‘વ્યવસ્થિત’ બે જુદી જ વસ્તુ છે
દાદાશ્રી : હા, જુદી વસ્તુ. એટલે ‘હું કર્તા છું’ માને તે સર્જન
આપણા લોક કહે છે ને કે બ્રહ્મ, બ્રહ્મા ને ભ્રમિત ? હતો બ્રહ્મ, તે રાત્રે અગિયાર વાગે સૂઈ ગયો. તે આપણે કહીએ, ‘કાકા સૂઈ જાવ હવે’. ત્યારે મચ્છરદાની બાંધેલી છે તો ય કાકા પાસાં ફેરવ ફેરવ કરે.
ને ?
ભાવ.
ત્યારે આપણે જાણીએ કે શું છે તે આ કાકાને ? ત્યારે ઓઢીને મહીં સર્જન કરતા હોય કે ‘સવારે આમ કરવું છે, તેમ કરવું છે. પેલાને આમ ખાતું પડાવી લેવું છે, પેલાનું આમ કરવું છે, તેમ કરવું છે !’ મહીં સર્જન
કરતા હોય. બ્રહ્મા થયા હોય તે ઘડીએ ! બ્રહ્મના થયા બ્રહ્મા ! અને બ્રહ્મા થયા પછી એનું ફળ આવે ત્યારે ભ્રમિત થઈ જાય. એ ભ્રમિત વિસર્જનના હાથમાં છે. ‘બ્રહ્મા’ ‘પોતે’ થાય છે.
ત પહોંચાડે આત્મા લગી ‘વ્યવસ્થિત' !
પ્રશ્નકર્તા : જે ‘પ્રજ્ઞા શક્તિ’ છે એ ‘વ્યવસ્થિત શક્તિ'માંથી આવે છે ને ?
દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા : આત્મા સુધી પહોંચાડવામાં એ વ્યવસ્થિત શક્તિ મદદ કરે છે ને ?
દાદાશ્રી : ના, વ્યવસ્થિત શક્તિને કશી લેવાદેવા નથી. આત્મા
આપ્તવાણી-૧૧
૧૭૩
સુધી તમને પહોચાડવું કે ના પહોચાડવું, એ કંઈ એની કશી ગેરેન્ટી નથી અને આ ગેરેન્ટી ય નથી. એ તો તમારું વિસર્જન જ કરે છે અને સર્જન કરતી નથી. જે તમારું સર્જન થયેલું છે ને સર્જન કરતી વખતે, પ્રોજેક્ટ કરતી વખતે જે કંઈ તમારી પ્રોજેક્ટની સ્લીપ હોય છે, એ એમાં જાય છે ને પછી અહીં આગળ વિસર્જન કરે છે.
પ્રશ્નકર્તા : જેમ જેમ વિસર્જન થતું જાય એમ પછી આત્મા પ્રાપ્ત થાય ને ?
દાદાશ્રી : હા, પણ વિસર્જન થાય, તે ઘડીએ એની મહીં સર્જન ના થાય તો આત્મા પ્રાપ્ત થાય. પણ અજ્ઞાનતા છે ત્યાં સુધી સર્જન ચાલુ રહે છે.
હવે વિસર્જન એટલે ઈફેક્ટ છે. એ ઈફેક્ટ વ્યવસ્થિત શક્તિના તાબામાં છે. કોઝીઝ વ્યવસ્થિત શક્તિના તાબામાં નથી. અમુક હદ સુધી કોઝીઝ વ્યવસ્થિત શક્તિના તાબામાં છે અને મનુષ્યમાં આવ્યા પછી, અને તે ય આપણા હિન્દુસ્તાનમાં આવ્યા પછી. આમ કોઝીઝ વ્યવસ્થિત શક્તિના તાબામાં નથી. એટલે આપણે કાયમને માટે ‘કોઝીઝ વ્યવસ્થિત શક્તિના તાબામાં નથી' એમ કહી શકીએ.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિ વિસર્જન કરે છે, તો સર્જન કોણ કરે
છે ?
દાદાશ્રી : સર્જન એ અજ્ઞાન આત્મા કરે છે. એટલે ‘હું કરું છું’ એ જે કહે છે તે ઇગોઈઝમ સર્જન કરે છે. જેટલી જાગૃતિ હોય, મનવચન-કાયાની એકાત્મતા હોય, તો એ જેવા બીજ છે, એનાંથી વધારે બીજાં એવાં જ બીજ પડે. ને આવતો ભવ પાછો વધતો જાય. એ પણ એક જાતનો પુરુષાર્થ છે. જેને લૌકિક પુરુષાર્થ કહેવામાં આવે છે. એ લૌકિક પુરુષાર્થથી કોઝીઝ થાય છે અને અલૌકિક પુરુષાર્થ, એ તો જ્યારે પોતે પુરુષ થાય, જ્યારે અમે એનાં કોઝીઝ બંધ કરી દઈએ, ત્યાર પછી અલૌકિક પુરુષાર્થ શરૂ થાય છે. પણ આ ઈફેક્ટ તો વ્યવસ્થિત શક્તિના જ તાબે છે. તમારે તાબે કશું નથી.