________________
આપ્તવાણી-૧૧
૧૭૧
૧૭૦
આપ્તવાણી-૧૧ બધું વિસર્જન શક્તિ. હવે તેની મહીં સર્જન શક્તિ અંદર થઈ રહી છે. તે પોતાને ખ્યાલ નહીં હોવાથી સર્જનને પકડી શકતો નથી. કારણ કે વિસર્જન જે બને એમાં જ ચિત્ત એનું રહ્યા કરે. એટલે એણે ચિત્ત જઈ શકતું નથી. નહીં તો સર્જન શક્તિને ફેરફાર કરીને ધારે ત્યાં લઈ જઈ શકે, એવું એવું સર્જન કરી શકે !
પ્રશ્નકર્તા : કોઈક તો કરતો હશે ને ?
દાદાશ્રી : આ કરે તેનું થોડુંક તો આશ્ચર્ય દેખાય કે ભઈ, આ માણસ જુઓને કેવું કરે છે તે !! પણ તે ય પૂરેપૂરું જાણતો નહીં હોવાથી આમાં ફસાય છે અને જ્યારે જાણવાનું થાય છે ત્યારે આ શક્તિ છોડી દઈને મૂળ શક્તિમાં પહોંચે છે, એટલે આમાં સ્વાદ રહેતો જ નથી પછી. હવે બેસ્વાદ લાગ્યા કરે એને. કારણ કે ‘ઓલ ધીઝ રિલેટિવઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ', એટલે ટેમ્પરરી એડજસ્ટમેન્ટસમાં ‘એને’ પછી સ્વાદ રહેતો નથી, પરમેનન્ટ એડજસ્ટમેન્ટમાં સ્વાદ રહે. રિયલ ઈઝ ધી પરમેનન્ટ !
ભણે છે, પાસ થાય છે, પહેલો નંબર લાવે છે” એ બધી વિસર્જન શક્તિ છે, એ સર્જન નથી. એને જગત સર્જન માનીને બેઠું છે. એટલે બધું રહી જાય છે. વિસર્જનને જ સર્જન માની બેઠું છે અને એનું નામ ભ્રાંતિ.
અહીં સર્જન-વિસર્જન થયા જ કરે છે. કોમ્યુટરની શક્તિથી સર્જનવિસર્જન થયા જ કરે છે. પ્રારબ્ધ એ વિસર્જન છે અને પુરુષાર્થ એ સર્જન છે. આ અવસ્થિતને સર્જન કહેવામાં આવે છે અને વ્યવસ્થિતને વિસર્જન કહેવામાં આવે છે. વિસર્જન કરનારી વ્યવસ્થિત શક્તિ છે. એટલે ભગવાનને આમાં હાથ ઘાલવો નહીં પડ્યો. સર્જન-વિસર્જન, સર્જન-વિસર્જન નિરંતર ચાલ્યા જ કરે. ભગવાન એને જોયા કરે.
દાદાશ્રી : ના, ના. વ્યવસ્થિત એ મૂળ તત્ત્વ છે જ નહીં. ‘શુદ્ધાત્મા’ એકલું જ મૂળ તત્ત્વ છે. મૂળ તત્ત્વ તો જે ઈટર્નલ છે, તે મૂળ તત્ત્વ. ‘વ્યવસ્થિત’ શક્તિ તો પરિણામ આપનારી છે. એટલે વિસર્જન કરનારી શક્તિ છે. વિસર્જન જ કરે એનું નામ વ્યવસ્થિત શક્તિ. સર્જન જો એનાં હાથમાં હોત તો તો બહુ મોટી શક્તિ ગણાત !
પ્રશ્નકર્તા : પણ સર્જન અને વિસર્જન તો એક કાઉન્ટર પાર્ટ જ થયો ને ?
દાદાશ્રી : ના. વિસર્જન શક્તિ એ નિમિત્ત ખરી, સર્જનની. પણ એનો ભાગ નહીં, લેવાદેવા જ નહીં. નિમિત્ત ખરી, એનો ધક્કો ખરો.
પ્રશ્નકર્તા : એટલે નૈમિત્તિક કર્તા બની શકે ?
દાદાશ્રી : ના, નૈમિત્તિક કર્તા નહીં. નિમિત્ત ખરું. એનો ધક્કો વાગવાનું નિમિત્ત ખરું એ. હા, કોઈને વાગે ને કોઈને ના ય વાગે. નૈમિત્તિક કર્તા હોય તો કાયમને માટે વાગે. એટલે સર્જવામાં તો જ્ઞાનનો આધાર છે ને. પોતે નવું સર્જી શકે એમ છે. બ્રાંતિમાં ય પોતે નવું સર્જી શકે છે. જેટલા પ્રમાણમાં ‘એને' જ્ઞાન પ્રાપ્ત થયું એ હિસાબે નવું સર્જી શકે છે. સર્જન ક્રિયા પોતાના તાબામાં છે હજુ, ભ્રાંતિમાં છે તો ય !
પ્રશ્નકર્તા અને વિસર્જન શક્તિ એ પોતાના તાબામાં ખરી ?
દાદાશ્રી : વિસર્જન ક્રિયા પોતાનાં તાબામાં નહીં. ખાય ખરો પણ પછી એના તાબામાં નહીં. મહીં નાખ્યા પછી એના તાબામાં નહીં.
પ્રશ્નકર્તા : એટલે વિસર્જન શક્તિ છે, એ શુદ્ધાત્માના તાબામાં છે કે જીવાત્માના તાબામાં છે ?
દાદાશ્રી : જીવાત્માના તાબામાં કશું નથી. જીવાત્મા જ વ્યવસ્થિત શક્તિને તાબે છે. એ ભમરડો છે ત્યાં આગળ ! સંડાસ જવું હોય તો ય ‘વ્યવસ્થિત’ના તાબામાં છે આ ! એ તો ના ઉતરે ત્યારે ખબર પડે કે આપણા તાબામાં નથી આ ! વિસર્જન બધું વ્યવસ્થિતના તાબામાં છે, વિસર્જન એના તાબામાં નથી.
બેમાં મૂળતત્વ ક્યું ?
પ્રશ્નકર્તા: ‘વ્યવસ્થિત શક્તિ’ અને ‘શુદ્ધાત્મા’ એમ બે ભિન્ન મૂળ તત્ત્વ સમજવાનાં છે ?