________________
૧૬૮
આપ્તવાણી-૧૧ આવ્યા ?’ છતાં પણ શું કહે એને, સંસ્કારી પુરુષને બધા, આવો પધારો, આવો પધારો'. બોલે કે ના બોલે ?!
આ સંસ્કાર જે તમે વાપર્યા એ વિસર્જન શક્તિ છે. તમારા હાથમાં સત્તા નહીં, અને જે તમારા હાથમાં સત્તા હતી તે તો તમે વાપરી કે અત્યારે કંઈથી મૂઆ ! એ છે તે ભ્રાંત શક્તિનો પુરુષાર્થ થયો. એટલે આમ પ્રારબ્ધ સારું દેખાડ્યું અને પુરુષાર્થ વાંકો કર્યો ! બોલો હવે, આવતે અવતારે શી રીતે સુખી થાય ? તમને આ સમજાયું ને ?! ત્યારે આપણે શું કહેવું જોઈએ આ બધાને કે હવે આવું સારી રીતે બોલાવો છો ત્યારે મહીં છે તે આવા ભાવશું કરવા કરો છો ? મહીં બગાડીને, આ દૂધપાકમાં મીઠું નાખીને શું થાય ? દૂધપાક થાય ખરો ? એકવાર તો દૂધપાક કરવો છે ને મહીં મીઠું નાખવાં જઈએ તો શું થાય ? એટલે આવતો ભવ બગડે. એટલે આપણે શું જાણવાનું કે એ ભાવ થઈ જાય છે આ કળિયુગને લઈને ! પણ પછી આપણે પસ્તાવો કરો', કહીએ. ‘પસ્તાવો કરો, આમ આવું ન થવું જોઈએ હવે ફરીવાર કે'. એટલે આમ પસ્તાવા કરવા જોઈએ. ભૂલચૂક થઈ ગઈ. પણ પછી સુધારવું જોઈએને ! ના સુધારવું જોઈએ ?
ભાવ બગડે ખરો, પણ ભાવ સુધારી લો. એટલે તમને એમ લાગે છે કે આ કળિયુગમાં ભાવ બગડી જાય ત્યાં આગળ ? એ તો મોટા મોટા
મહાન ભક્તોના હઉ ભાવ બગડી જાય અત્યારે તો. કારણ કે બૈરી કચ કચ કરતી હોય, એટલે પાછું બધાં ભાવ બગડી જાય.
‘વ્યવસ્થિત’ પ્રયોજત કે વિસર્જત ?
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિ છે એ મિકેનીકલ છે કે પ્રયોજનવાળી
છે ?
દાદાશ્રી : એ પ્રયોજનવાળી. મિકેનીકલ ના હોય. મિકેનિકલ એટલે સ્થૂલ-સ્થૂલ. એકલી સ્થૂલે ય નહીં, સ્થૂલ-સ્થૂલ !
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિનું પ્રયોજન શું ? આપણને મોક્ષે લઈ
જવાનું ?
આપ્તવાણી-૧૧
ને !
૧૬૯
દાદાશ્રી : એ શું મોક્ષે લઈ જવાની ? એનો જ મોક્ષ થતો નથી
પ્રશ્નકર્તા : તો પ્રયોજન શું ?
દાદાશ્રી : ‘વ્યવસ્થિત શક્તિ' એટલે શું કહે છે કે આ ‘જ્ઞાન’ મળ્યા પછી હવે આ ‘ચંદુભાઈ’ને ખાવાની-પીવાની, એની દાઢી-બાઢી, બીજી બધી જે ઉપાધિઓ આપણે માથે લેતા હતા, તે હવે તમારે માથે નહીં લેવાનું. વ્યવસ્થિત બધું સંભાળી લેશે હવે. કારણ કે હવે ‘હું કર્તા છું’ ત્યાં સુધી અવ્યવસ્થિત કરે છે અને ‘જ્ઞાન’ મળ્યા પછી હવે કર્તાપણું છૂટયું એટલે વ્યવસ્થિત છે જગત.
પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત શક્તિ’ એ ‘પ્રયોજન શક્તિ’ છે કહેવું બરોબર છે કે ‘વિસર્જન શક્તિ' છે એમ કહેવું બરોબર છે ?
દાદાશ્રી : તે વ્યવસ્થિત શક્તિ વિસર્જન ને પ્રયોજન બન્ને છે, પણ આમાં એને પ્રયોજન શક્તિ-વિસર્જન શક્તિ એમ નામ આપવાની જરૂર નથી. એ તો સ્વતંત્ર શક્તિ છે. સ્વતંત્ર શક્તિ એટલે વિસર્જન ને પ્રયોજન ક્યારે થાય ? કે ઉત્પન્ન થવું ને વિનાશ થવો. આ બધો ઉદય ને વિનાશ થાય છે, પણ એ વ્યવસ્થિત તો વ્યવસ્થિત જ રહે છે.
પ્રશ્નકર્તા : એ ન સમજાયું, દાદા.
દાદાશ્રી : આ તમારું જેટલું વ્યવસ્થિત છે, એટલું ફળ આપીને ફળ
એની મેળે વિનાશ થાય અને પોતાનો ય વિનાશ કરે.
પ્રશ્નો મિશ્રચેતતમાં, જવાબો જડતાં !
કોમ્પ્યુટરમાં નાખે છે પ્રશ્નો, તે મિશ્રચેતનનો પ્રશ્ન છે અને કોમ્પ્યુટર જે જવાબ આપે છે, તે જડનો જવાબ છે. તેમાં ચેતન બિલકુલ છે નહીં. એટલે આ સર્જન થાય છે એ મિશ્રચેતનનું છે, અને વિસર્જન બધું ય જડ શક્તિની ક્રિયા છે ! હવે જન્મ્યા ત્યારથી વિસર્જન શક્તિ ચાલુ થઈ જાય છે, તે મરણ સુધી વિસર્જન શક્તિ જ ચાલે છે. મોટા થયા, ઘરડાં થયા,