________________
૧૬૬
કરે ?
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : આવું મોઢેથી ના બોલતા હોય, તો પણ અંદર ટેપ થયાં
દાદાશ્રી : મોંઢે ના બોલે. પણ એની મેળે જ મહીં વિચાર આવે અને એ વિચારથી એ નવી ટેપ અંદર થયા કરે. ડિસ્ચાર્જમાં એક જ શબ્દ હોય અને તે ઘડીએ જ ટેપ થઈ જાય સીત્તેર શબ્દો. આપણે અહીં એવી કંઈક મશીનરીઓ હોય છે ને કે ભઈ, એક જણ બોલે છે, આમ આખું વાક્ય બોલે, પણ પેલો એક જ શબ્દમાં આખા વાક્યને લખી લે. એને શું કહેવાય છે ? શોર્ટહેન્ડ ! એ શોર્ટહેન્ડથી પાછું આખું વાક્ય થઈ શકે. એવી રીતે અંદર ટાઈપ થાય છે અને એનું પાછું ઘણાં શબ્દોમાં ટેપરેકર્ડ વાગે છે. એટલે ‘આપણા હાથમાં કેટલું છે’ એ જાણવું જોઈએ. જગત નથી પામ્યું, એનું શું કારણ ? આટલું બધું એકઝેક્ટ વિજ્ઞાન બહાર નથી પડ્યું.
પ્રશ્નકર્તા : તો ? આ સત્તા કેમ આપી ? ખાવા-પીવાની, પૂરણની. દાદાશ્રી : એ ય સત્તા કંઈ ખરેખર તો છે જ નહીં. આ તો નૈમિત્તિક સત્તા છે. એવી પોતાની સત્તા હોય તો તો સત્તાધીશ કહેવાય, પણ સત્તા તો આ જગતમાં કોઈ એવો જીવ જન્મ્યો નથી કે જે સત્તાધારી હોય.
પ્રશ્નકર્તા : જો આ નૈમિત્તિક સત્તા હોય, તો સંડાસ જવા માટે ય નૈમિતિક સત્તા કેમ ન આપી ?
દાદાશ્રી : એ તો વિસર્જન છે, ને વિસર્જન એ બધું કુદરતના હાથમાં ગયું.
પ્રશ્નકર્તા : એટલે આપણી સત્તા કંઈ જ નહીં ?
દાદાશ્રી : એવું નહીં. નૈમિત્તિક રીતે તમે ક્રેડિટ કરી શકો. કમાવ ખરાં નૈમિત્તિક રીતે, પણ ગલન તમારા હાથમાં નહીં. પૈસા જાય તે તમારા હાથમાં નહીં. નહીં તો તમારા હાથમાં હોત તો તો પૈસા જવા
જ ના દેત તમે ! એટલે વિસર્જન કુદરતના હાથમાં છે. ને સર્જન
આપ્તવાણી-૧૧
મનુષ્યના હાથમાં છે અને તે ય નૈમિત્તિક રીતે થયા કરે છે.
પ્રશ્નકર્તા : એટલે ખરેખર તો સર્જન છે જ નહીં ને ?
૧૬૭
દાદાશ્રી : કશું જ નથી. પણ પછી મેં તપાસ કરી કે આ દુનિયામાં આપણા હાથમાં કશું જ નથી, તો કંઈક હોવા વગર શી રીતે આ જગત ઊભું થયું ? ત્યારે આપણા હાથમાં એટલું જ નીકળ્યું કે આપણને સૂઝ પડે છે, તે ય સ્વતંત્ર નહીં પાછું. હવે સૂઝ પડે છે એ મૂળ વસ્તુ છે. જીવમાત્રમાં સૂઝ પડે છે અને એ જ મોટામાં મોટી વસ્તુ છે. એટલું જ જડ્યું મને કે સૂઝ પડે છે !
આમ વપરાય સર્જત શક્તિ...
સર્જન તમારી બ્રાંત શક્તિ કરે છે. તમારી સાચી શક્તિ નહીં, ભ્રાંત શક્તિ સર્જન કરે છે. અને વિસર્જન છે તે આ કોમ્પ્યુટર જેવી શક્તિ કર્યા કરે છે. વિસર્જન તમારા હાથમાં છે નહીં. તમે ખાવ ખરાં જે ઠીક લાગે તે. ખાતી વખતે વિવેકપૂર્વક ખાવ, પરંતુ પછી ગલન તમારા હાથમાં નહીં. માટે આ બધું ય આ કર્મ તમે બાંધો ને, તે ભ્રાંત શક્તિ છે. તે સાચી શક્તિ નથી. પણ પાછું છોડવાની તમારા હાથમાં સત્તા નહીં. એ વિસર્જનના હાથમાં ગયું એટલે વિસર્જન શક્તિ વિસર્જન જ કરાવે છે નિરંતર !
હવે ભ્રાંત શક્તિ કઈ ? કરે છે કોણ ? હવે રાત્રે આ શહેરમાં રહેતા હોય ને, શહેરની રીત કહું છું તમને. તે ચંદુભાઈ ગયા ત્યાં આગળ પાંચછ માણસ લઈને, કોઈ ઓળખાણવાળો હોયને એને ત્યાં રાત્રે અગિયાર વાગે બૂમ પાડે, ‘એય નગીનદાસ શેઠ, નગીનદાસ શેઠ’. ત્યારે નગીનદાસ કહેશે, ‘કોણ છે ?” ત્યારે કહે, ‘હું ચંદુભાઈ.’ તે પછી બારણું ઉઘાડે બિચારા. ઉઘાડે કે ના ઉંઘાડે ?
પ્રશ્નકર્તા : ઉઘાડે.
દાદાશ્રી : ઓળખાણવાળા છે એટલે ! પણ જ્યારે પાંચ-છ દેખેને ત્યારે મનમાં જરા ધ્રાસકો પડે કે, અત્યારે રાત્રે આ કંઈથી મૂઆ