________________
૧૬૪
આપ્તવાણી-૧૧
૧૬૫ પાડવામાં જગતને ફાયદો છે અને એક દહાડો દુનિયા એવું ય સમજતી થશે કે માણસ બોલી શકતો નથી, આ તો ટેપરેકર્ડ બોલે છે. જ્ઞાનીનો એક જ શબ્દ જો સાંભળીને જતો રહેશેને તેનો પણ મોક્ષ થાય, એવું આ જ્ઞાન છે, જો એમાં ઊંડો ઊતર્યો તો.
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : મારે તો કંઈ જવાબ આપવાની જરૂર જ નહીં. કોડવર્ડથી જવાબ નીકળી જાય.
પ્રશ્નકર્તા : ‘કોડવર્ડ' એટલે શું ?
દાદાશ્રી : કોડવર્ડ સુધી તો આ થઈને આવેલું છે. કોઈ પ્રશ્ન પૂછે કે તરત આ કોડવર્ડમાંથી નીકળી જાય. કોડવર્ડમાંથી પછી એનું શોર્ટહેન્ડ થાય અને પછી આ વાણી નીકળે છે, બધાને સમજાય એવી ભાષામાં. પેલું શોર્ટહેન્ડ પણ ના સમજાય એવી ભાષા હોય. અત્યારે આ કોડવર્ડ થઈને તો આવેલું જ હોય. પૂર્વભવનું જે “અવસ્થિત’ હતું તે ‘વ્યવસ્થિતીમાં કોડવર્ડ આવ્યું હોય.
મૂળ કારણ ટેપીંગનું !
વાણીતે ફેરવાય ?
પ્રશ્નકર્તા : ટેપરેકર્ડને શું કહી શકાય ? એ સમજાવો.
દાદાશ્રી : ટેપરેકર્ડ એ પરિણામ છે. એના કોઝીઝ પહેલાં થયેલાં. આ ઈફેક્ટ છે. તમે મારી જોડે વાત કરી રહ્યા છો, એ બધું જ પરિણામ છે. અહીં કોઝિઝ થઈ રહ્યા છે.
જ્યાં સુધી ‘હું ચંદુલાલ છું ત્યાં સુધી ટેપરેકર્ડ ઊતર્યા કરે અને ‘હું ચંદુલાલ છું’ એ અજ્ઞાન તૂટી ગયું, એ ઈગોઈઝમ ફ્રેકચર થઈ ગયો, એટલે બધું ગયું. ઈગોઈઝમ હોય ત્યાં સુધી બધું ચાલ્યા કરે અને તે ખલાસ થઈ જાય પછી ટેપરેકર્ડ ઊતરે જ નહીં. એટલે અજ્ઞાનતાથી ટેપરેકર્ડ ઊતર્યા કરે છે.
| ‘વાણી એ ટેપરેકર્ડ છે” એની જરૂર છે. તેથી એ વાત બહાર પાડી છે. તમને કોઈ ગાળ ભાંડે તો એ ‘ટેપરેકર્ડ' છે એમ કરીને તમે ફાયદો ઊઠાવો. આ વાણી એ ‘ટેપરેકર્ડ' છે એવું કહે છે, એટલે તમે ફાયદો ઊઠાવો કે ના ઊઠાવો ?
પ્રશ્નકર્તા : ફાયદો ઉઠાવીએ. દાદાશ્રી : એટલે આ વાણી એ ટેપરેકર્ડ છે, એ વાત બહાર
પ્રશ્નકર્તા: ધારે એવી વાણી ફેરવી શકે. એ કેવી રીતે બની શકે ? એની પાછળ શું વિજ્ઞાન કામ કરે છે ?
દાદાશ્રી : ખરેખર વાણી બદલવાની સત્તા તમારા હાથમાં નથી. એટલે તમે ખાઈ શકો ખરાં, પણ પછીનું તમારા હાથમાં નથી. પછીનું બધું એ વિસર્જન કહેવાય. પૂરણ તમારા હાથમાં છે ને ગલન તમારા હાથમાં નથી.
પ્રશ્નકર્તા : આ વાણી જે કંઈ બોલાઈ જાય છે, જે શબ્દો નીકળે છે એ ગલન જ કહેવાય ને ?
દાદાશ્રી : હા. એ બધું ગલન જ કહેવાય. પ્રશ્નકર્તા: તો ગલન એ આપણા હાથમાં ના કહેવાય ?
દાદાશ્રી : ના, ગલન એ આપણા હાથમાં નથી. તેથી આપણે કહીએ છીએને, વાણી એ તો ટેપરેકર્ડ છે. વાણી મહીં પૂરણ થયા કરે છે, એ તમને ખબર પણ ના પડે એવી રીતે એ પૂરણ થાય છે. અહીં નવું ટેપ થયા કરે છે. એ તમારા નૈમિત્તિક પુરુષાર્થથી ટેપ થયા કરે છે.
પ્રશ્નકર્તા: નૈમિત્તિક પુરુષાર્થ હોય છે, તો ટેપ કેવી રીતે થાય છે?
દાદાશ્રી : આ સામસામી વાતો કરતા હોયને, તેમાંથી મહીં અવળા ભાવ પડે ને કે, “આ ભાઈ કહે છે, પણ એમની વાત વ્યાજબી નથી. વાત સાવ ખોટી છે. આવું ના હોય કે આમ ના હોવું જોઈએ. આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ.’ એ બધા ભાવો મહીં ટેપ થયા કરે છે.