________________
૧૬૨
આપ્તવાણી-૧૧ તમને તમોગુણ ઉત્પન્ન થશે અને જેને રજોગુણ જોઈતો હોય તે વિષ્ણુવિષ્ણુ કરશો તો આખો દહાડો કામ કર્યા જ કરો, એ મશીનોની પેઠ. અને સત્વગુણ જોઈતો હોય તો બ્રહ્માની સ્થાપના કરજો.
પ્રશ્નકર્તા : તો પછી જે વ્યવસ્થિત શક્તિ જગત ચલાવી રહી છે તેનો ઉદ્ભવ કેવી રીતે થયો ? તેનું પ્રેરક બળ ક્યું? તે પાછળ હેતુ શો ? આ શક્તિ આખા જગતનું ચલાવી રહી છે, આ શક્તિ વીતરાગ છે છતાં તે શક્તિ ભગવાન નથી, તેમ કહેવા પાછળ શો હેતુ છે ?
દાદાશ્રી : આ શક્તિને જ જગતના લોકો ભગવાન કહે છે. જગતના લોકોને ખબર નહીં હોવાથી આ શક્તિને ભગવાન કહે છે. આ શક્તિ સર્જન નથી કરતી, આ શક્તિ વિસર્જનવાળી છે. સર્જન, વિશેષભાવવાળો આત્મા, એ અહંકાર સર્જન કરે છે અને આ શક્તિ વિસર્જન કર્યા કરે છે. બધી જ જાતના કર્મફળ આપે છે.
સર્જન કરવું એ ‘તમારી’ સત્તા છે. વિસર્જન કરવું એ કુદરતની સત્તા છે. માટે સર્જન કરવું હોય તો સવળું કરજો. ‘તમારું' સર્જન કરેલું તે વિસર્જન કર્યા વગર કુદરત છોડે નહિ. આખા જગતમાં એક જ વાક્યનો ફોડ છે. “જે વિસર્જન થાય છે તે જૂનું છે ને જે સર્જન થાય છે તે નવું છે'. કોઈ કુચારિત્રનું વિસર્જન કરતો હોય પણ જોડે જોડે મહીં જ્ઞાની પુરુષ પાસેથી શીખી લાવેલો હોય તેની ઉર્ધ્વગતિનું સર્જન કરતો હોય.
વાણીતું સર્જત વૈજ્ઞાનિક ઢબે.....
આપ્તવાણી-૧૧
૧૬૩ છે. ત્યાંની ક્રિયા કેવી રીતે થાય છે એ બહુ જાણવા જેવી છે. વાણી એ જુદી વસ્તુ છે. વાણી ઓરીજીનલ ટેપરેકર્ડ તરીકે છે. પણ એ ઓરીજીનલ ટેપરેકર્ડમાં આવ્યું ક્યાંથી? એ ટેપરેકર્ડ વસ્તુ પોતે જાતે તો બોલી શકે નહીં ને ! કો'ક જગ્યાએથી આવવું જોઈએ ને ? આત્માની હાજરીથી આ ટેપરેકર્ડ ઊતરે છે, તે કેવી રીતે ઊતરે છે તે હું જાણું છું.
પ્રશ્નકર્તા : તો મૂળ વાણી ક્યાંથી આવી ?
દાદાશ્રી : એ મૂળ વાણી અજ્ઞાનતામાંથી ઉત્પન્ન થાય છે. તમારા સ્વરૂપની અજ્ઞાનતા ત્યાં સુધી વાણીનું ઉત્પન્ન થવું . અજ્ઞાનતામાં સંજોગો અનુસાર, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે આ ઓરીજીનલ ટેપરેકર્ડ ઊભી થઈ. પણ આત્માની અત્યારે આ ભ્રાંત દશામાં કેવી રીતે ટેપ થાય છે’ એ જાણવા જેવું છે.
આત્મા શબ્દ બોલે એવો નથી એટલે પોતાનો જે ભાવ છે એ ભાવમાં બધું ય આવી ગયું, એ શબ્દો બધા ય આવી ગયા. આ તો વિશેષભાવથી સંજ્ઞા ઉત્પન્ન થાય છે, ભાવસંજ્ઞા. એ ભાવસંજ્ઞામાંથી દ્રવ્યસંજ્ઞા થતાં થતાં બધી મહીં ક્રિયાઓ થાય. તે આ જે બોલાય છે, આ ટેપરેકર્ડ, એ દ્રવ્યસંજ્ઞા છે. અને પેલી ભાવસંજ્ઞા છે. ભાવસંજ્ઞા જયારે પુદ્ગલમાં પડે, પરિણામ પામે ત્યારે દ્રવ્યસંજ્ઞા થાય. ભાવસંજ્ઞા એ કોઝિઝ છે, અને દ્રવ્યસંજ્ઞા એ ઈફેક્ટ છે. એટલે આત્મા જાતે બોલે નહીં, એ તો કુદરતી રીતે બધું થઈ જાય છે. એટલે આત્માએ આમાં કશું કરવાનું નથી. વાણીનો કર્તા જો એને માનીએ તો એને તમે કર્તા માન્યો. આપણું હરેક બાબતમાં અવિરોધાભાસ પ્રૂફ થવું જોઈએ. એક શબ્દ વિરોધાભાસ ન લાગવો જોઈએ એટલે આનો કર્તા નથી કોઈ. અને આત્મા ય કર્તા નથી. એ આત્મા જાણવા જેવો છે. આત્મા જાણે તો બધો નિવેડો આવે, નહીં તો આનો નિવેડો નહીં આવે.
ટેપરેકોર્ડીંગ મિકેનિઝમ !
પ્રશ્નકર્તા : વાણી બોલે છે એ ટેપરેકર્ડ કહી, તો આ ટેપરેકર્ડનું સર્જન કેવી રીતે થયું ? બનાવનાર કોણ ? ઓટોમેટિક થયું ?
દાદાશ્રી : કોઈ બનાવનાર છે નહીં. ઓટોમેટિક બધું થાય છે. આ બધું સર્જને ય ઓટોમેટિક થાય છે. વૈજ્ઞાનિક પ્રયોગ છે અંદર અને તે કુદરતી રીતે બધું થઈ જાય છે.
એ ટેપ થાય છે ત્યાં આગળ જોવા જેવું છે. એ બધી ઝીણી વાત
પ્રશ્નકર્તા : તો આપને સવાલ કોઈ પૂછે તો તમે વાણી દ્વારા જવાબ આપો છો એ કેવી રીતે ?