________________
૧૬૦
આપ્તવાણી-૧૧
પરવશપણે કર્તા છે. બધા સંજોગો ભેગા થવાથી કાર્ય થાય છે.
તિર્જરા એ અંતિમ સ્વરૂપ વિસર્જાતું !
એટલે બન્યું એ કરેક્ટ. જો તમારામાં કોઈ દોષ નથી, તો ‘વર્લ્ડમાં કોઈ તમારું નામ લેનાર છે નહીં” એની ગેરેન્ટી લખી આપું. અને જો નામ લે છે તો ‘તમારો દોષ છે” એવું તમારે માનીને એ જમે કરી દેવું. ફરી ધીરવું નહીં આપણે. બે ગાળો ભાંડી ગયો અને પછી ફરી પાંચ ધીરીએ, તો ફરી પાછા આવશે, એનાં કરતાં આપણે એની જોડે વ્યાપાર જ બંધ. ફરી ના ગમતું હોય તો બે ગાળ જમે કરી દેવાની. ફરી પાંચ ધીરીએ તો પાછી ફરી પાંચ આવવાની.
પ્રશ્નકર્તા : એટલે એ બે જ ગાળો આવી તે હિસાબની આવી ?
દાદાશ્રી : હિસાબ વગર કોઈ વસ્તુ તમારે ઘેર નહીં આવે. ઈફેક્ટ છે, વિસર્જન છે. માટે હિસાબથી આવી છે. ત્યારે કહે, ‘ચોપડા મેં જોયા વગર લખ્યા છે ?” અલ્યા, હિસાબ વગર આવે નહીં. માટે તું જમે કરી દેને અહીંથી. “સારું સાહેબ, જમે કરી દઈશ’ કહે છે. અને પાંચ ધીરવું હોય તો ધીર, તને ગમતું હોય તો. વ્યાપાર સોદો ગમતો હોય તો ધીર.
પ્રશ્નકર્તા: આ જે ગાળો પાછી આવી હતી, એ જમા ન કરી અને સામે પાછી આપી એટલે બંધ પડ્યોને પાછો ? સર્જન થયું ને ? વિસર્જન થતું હતું એમાં સર્જન કર્યું.
દાદાશ્રી : હા, એટલે જે હીસાબ હતો એ ચૂકતે કરી ને ફરી પાછો નવો હિસાબ શરૂ કર્યો. એટલે બંધ પડ્યો ફરી. જો બંધ અટકે તો પછી નિર્જરા થયા જ કરે, નિર્જરા જીવમાત્રની થયા જ કરે છે, એ નિર્જરા ટાઈમ જ કરી રહી છે, એ નિરંતર નિર્જરા જ કરે દરેક વસ્તુની.
પ્રશ્નકર્તા એ જે આપ શક્તિ કહો છો કે જે શક્તિ કરી રહી છે, એ જ નિર્જરા શક્તિ છે ને ?
દાદાશ્રી : ના. નિર્જરા એ શક્તિ નથી. નિર્જરા થયા કરે છે એ નિર્જરા એ તો એની અવસ્થા છે. પણ જે કરી રહી છે શક્તિ, એ
આપ્તવાણી-૧૧
૧૬૧ વિસર્જન શક્તિ છે, વિસર્જન કરનારી. આ તમે જે સર્જન કરેલું છે, એને વિસર્જન કરવાની શક્તિ. સર્જન તમારું ખરેખર સ્વતંત્ર નથી, તમે નૈમિત્તિક રીતે સર્જનકર્તા છો. એટલે તમે સર્જન કર્યું, એ કર્મ છે, તે કોઝિઝ કહેવાય છે, તે ફીડમાં જાય, કોમ્યુટરના ફીડમાં અને પછી વિસર્જન થઈને નીકળે બહાર. વિસર્જન, તમારા હાથમાં નથી. સોળ વર્ષનો છોકરો હોટલમાં ખા-ખા કર્યા કરે, આપણે ના કહીએ તો ય ખાખા કર્યા કરે, એ કર્મફળ એના હાથમાં નથી. એ આગલા કર્મના હિસાબે બંધાયેલો છે, તેથી બિચારો કરે છે. પણ એ પછી કર્મફળનું પરિણામ આવશે તે ઘડીએ મરડા થયા કરે. પછી તે ય પોતાના તાબામાં નથી.
પ્રશ્નકર્તા : ખાધું અને સંડાસ ગયાં એ બધું ય વિસર્જન ?
દાદાશ્રી : ખાધું એ ય વિસર્જન જ છે, ખાધું એ ફર્સ્ટ ગલન છે અને સંડાસ ગયા એ સેકન્ડ ગલન છે.
પ્રશ્નકર્તા : પણ એ વિસર્જન એ જ નિર્જરા ને ? નિર્જરા એ જ વિસર્જન ને ?
દાદાશ્રી : નિર્જરા એ વિસર્જનનું છેલ્લું સ્વરૂપ છે. આ તો વિસર્જન કરાવનારી શક્તિ. એનો ટાઈમીંગ ભેગો થાય, સ્પેસ ભેગી થાય એટલે એ શક્તિનું કાર્ય શરૂ થઈ જાય વિસર્જન કરવાનું. અને પછી એનું જે પરિણામ આવ્યું એ નિર્જરા કહેવાય.
ત્રિદેવ તહિ, પણ ત્રણ રૂપક !
પ્રશ્નકર્તા : હવે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ છે એમાં મહેશની જે વિસર્જન શક્તિ છે અને આ વ્યવસ્થિત શક્તિ, એ એક જ છે ?
દાદાશ્રી : એવું છે બ્રહ્મા-વિષ્ણુ ને મહેશ એ કોઈ દેવો હતા જ નહીં અને છે ય નહીં. આ બધા આપણા ત્રિગુણના માટે, ત્રણ ગુણોને કેળવવા માટે દેવ તરીકે સ્થાપના કરેલી છે આપણા સંતોએ. એટલે એ જેને આ ગુણ કેળવવો હોય તો તમારે લિંગની પાસે બેસી અને ત્રણ બિલિપત્ર ચઢાવી અને ‘નમઃ શિવાય, નમઃ શિવાય’ કર્યા કરજો. તો