________________
૧૫૮
આપ્તવાણી-૧૧ છે. તે મનુષ્યલોકમાં છે. અને બીજા લોકોમાં જે અહંકાર દેખાય છે, આ પાડી હોય છે ને, ભેંસનો ભાઈ હોય છે ને, એનામાં અહંકાર બહુ દેખાય, પણ એ વિસર્જન થતો અહંકાર છે, મૂળ અહંકાર નથી એ.
આખા જગતનું નિષ્કર્ષ જે કહો તે આ છે. ને અંગ્રેજીમાં શું કહે ? નિષ્કર્ષનું અંગ્રેજી ?
પ્રશ્નકર્તા : એક્સ્ટ્રક્ટ, ઈસેન્સ ! દાદાશ્રી : ઈસેન્સ. તે ઈસેન્સ આટલી વાત છે !
પ્રશ્નકર્તા : પેલું સર્જન-વિસર્જન અને સ્થિરતા-ધ્રુવતા જે શબ્દ વાપર્યો, તે શું છે ?
દાદાશ્રી : ઓહો ! ધ્રુવતા મૂળ સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ સનાતન છે. અહંકારથી સર્જન-વિસર્જન થયા કરે છે. પણ મૂળ સ્વરૂપ છોડતું નથી. એના સ્વરૂપને છોડ્યા સિવાય આ બે, વિસર્જન-સર્જન થઈ રહ્યું છે. એટલે જન્મ અને મરણ વચ્ચે ધ્રુવતા કહી કે અમુક કાળ ટકે, સો વર્ષ કે બસો વર્ષ કે હજાર-બે હજાર વર્ષ ટકે અને મૂળ ધ્રુવતા તો કાયમની છે. પણ આ સર્જન-વિસર્જનથી આ મૂળ ધ્રુવતા ખોઈ નાખી, સનાતનપણું ખોઈ નાખ્યું છે !
આખું જગત વિસર્જન સ્વરૂપે છે. મનુષ્યમાં એટલી વિશેષતા છે કે એ સર્જન કરી શકે છે અને જેને અહંકાર નથી, એને ગમે તેવું હોય તો ય વિસર્જન જ થઈ રહ્યું છે. - વિસર્જન થતું હોય એને વઢવાડ શું કરવાની જરૂર ? વિસર્જન થતું હોય એને વિચાર કરવાની શી જરૂર ? જે વિચાર આવે છે, એ વિસર્જન સ્વરૂપે છે. નવાં પાછા અહંકાર કરીને ઊભાં નહીં કરવા જોઈએ કે હું વિચાર કરું હમણાં કલાક ! એની મેળે આવે એ સાચાં !
સમકિતી માટે સર્જન-વિસર્જત ! પ્રશ્નકર્તા : એટલે આ વાત સમજાય તો સર્જન થાય નહીં.
આપ્તવાણી-૧૧
૧૫૯ દાદાશ્રી : હા, સર્જન ના થાય. આ ‘જ્ઞાન' આપ્યા પછી એ જ તમને સમજાવ્યું છેને મેં ! તમે ટૂંકામાં ના સમજી શકો. એટલે પછી મોટું જાડું આપવું પડે. કારણ કે ટૂંકામાં કોઈ સમજી શકે નહીંને ! આ તો ભૂલી જાય. અત્યારે સમજી જાય ને, કાલે ભૂલી જાય પાછું. જ્ઞાન ફીટ થાય ને ટકે એવું જોઈએ, આમ ડિસક્સ રૂપે કહીએ એ ચાલે નહીં. એ કંઈ ચાલતું હશે ?! આ તો તમારી પાસે વાત કરાય, બહાર તો વાત કરાય નહીંને ! બહાર તો આ વાત કરું તો મને કહેશે, “એ વાત અમારે સાંભળવી નથી ! અમારે કામ શું લાગે ?” કશું કામ ના લાગે અને તમને કામ લાગે. કારણ કે અહંકારનો વિલય થયેલો એટલે તમને કામ લાગે.
બધું વિસર્જન થઈ રહ્યું છે. એમાં શું કો'કના દોષ જોવાના ? દોષ જોવાઈ જાય, એ પણ વિસર્જન છે. પણ તેને ‘આપણે' જોવાનું કે “ઓહોહો ! આ ચંદુભાઈ, દોષ જુએ છે.” અને ચંદુભાઈને કહેવાનું કે ‘પ્રતિક્રમણ કરો.' વિચાર થઈ જાય તે ય વિસર્જન છે. પણ તેને આપણે જોવાનો.
અને કર્તા, ખરેખર કર્તા નથી. વસ્તુઓ હોય તો એ કરી શકે. એટલે ખરેખર કર્તા નથી. માટે નૈમિત્તિક કર્તા છે.
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો થયો ને કે મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર, આ હોય તો જ કર્તા થાય.
દાદાશ્રી : હા, મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર તો હોય, પણ પાછી ખીચડી બનાવવી હોય તો શી રીતે બનાવે ? કહે કે “મેં ખીચડી બનાવી’. ‘શી રીતે બનાવી, બોલ ? અમે તને ચોખા એકલા આપીએ છીએ.' ત્યારે કહે, “ના. દાળ જોઈશે, બધું પાણી જોઈશે, તપેલું જોઈશે.” એટલે બધી ચીજ-વસ્તુ હોય તો એ કરી શકે, નહીં તો કરવાનું થઈ શકે નહીં !
એટલે કોની ભૂલ છે, બોલ ? વિસર્જન છે જગત. જગત આખું નિર્દોષ છે ને !
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અને જે કર્તા છે તે ખરેખર નૈમિત્તિક છે બિચારો,