________________
૧૫૬
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : આ છેલ્લી દ્રષ્ટિ છે, વીતરાગોને જે દ્રષ્ટિ દેખાઈ છે, તે જ આ દ્રષ્ટિ છે, છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિ છે. આને કોઈ સુધારી શકે તેમ નથી. અમે જે વાક્ય બોલીએ છીએ, તેનાં પર વર્લ્ડમાં ય કોઈ ચેકો મૂકી શકે એમ નથી, ક્યારે ય પણ, હજાર વર્ષો પછી પણ, એટલે આ કાયમનું જ થયું ને !
પ્રશ્નકર્તા : બધાનું બધું વિસર્જન ક્યારે થશે ?
દાદાશ્રી : એવું ના હોય. સર્જન ને વિસર્જન ચાલ્યા જ કરવાનું સર્જનમાં પોતે નિમિત્ત હોય છે અને વિસર્જન પછી કુદરતના હાથમાં જાય છે. તે આ બધું જે કંઈ પણ કરે છે, તે બધું વિસર્જન જ છે. આંખે દેખાય એવું, કાને સંભળાય એવું, નાકે સુંઘાય એવું, હાથે અડાય એવું, જે કંઈ પણ પાંચ ઇન્દ્રિયોથી છે, તે બધું જ વિસર્જન છે. પછી અંદરની ક્રિયા એ વસ્તુ જુદી છે. પણ આ જગત જે કરી રહ્યું છે, આ બધા વેપારધંધા, જે ખાય છે, પીવે છે, ઊંઘે છે, જાગે છે, બોલે છે, તે બધું જ વિસર્જન છે. આ નેચરલ વિસર્જન છે.
અમારી દ્રષ્ટિમાં જે જોયેલું છે એ અમે ઉઘાડું કરીએ છીએ. એટલે ફૂલો ચઢાવે તેની પર અમને રાગ નથી, કોઈ ગાળો ભાંડે તેની પર અમને દ્વેષ નથી. અમે જાણીએ છીએ કે આ કોનું વિસર્જન છે ! આ અમે જે દ્રષ્ટિએ જોઈએ છીએ, એની આગળ કોઈ દ્રષ્ટિ જ નથી, જે જ્ઞાન અમે જાણીએ છીએ તેની આગળ કોઈ જ્ઞાન જ નથી. આ છેલ્લામાં છેલ્લી વિગત છે. તે કો'ક ફેરો બધું ય ઉઘાડું કરી નાખીએ ! આખા જગતના ગુરુઓ શિષ્યને વઢે છે. અમે વઢતાં નથી. તેનું કારણ શું? કે આ બધું થાય છે તે વિસર્જન છે.
ઈસેન્સ ઑફ ધી વર્લ્ડ (જગતનું નિષ્કર્ષ) !
આપ્તવાણી-૧૧
૧૫૭ નથી, આ બીજું બધું દેખાય છે એ બધું વિસર્જન છે અને કર્તા સિવાયનું વિસર્જન. કારણકે ઇફેક્ટમાં કર્તા ના હોય. ઇફેક્ટમાં કર્તા હોય ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : કર્તા સિવાયનું આ વિસર્જન છે. આ જે દેખાય છે બધું આ બધા દોડધામ કરે છે, જે લગ્નો-બગ્નો કરે છે એ બધું ય વિસર્જન છે. ત્યારે જે ભક્તિ કરે છે એ ય બધું વિસર્જન છે.
પ્રશ્નકર્તા : જન્મ થાય, ઉત્પત્તિ થાય, એ સર્જન નહીં ?
દાદાશ્રી : જન્મ થાય, વિનાશ થાય, અને અહીં પ્રવતા રહે ! જન્મ-વિનાશ એ બધું વિસર્જન. વિસર્જનમાં કોઈ કર્તા નથી, ઇફેક્ટ છે. સર્જનમાં કર્તા છે, પણ ફુલ(સંપૂર્ણ) કર્તા નથી. હમણે જેમ ચા બનાવે કોઈ માણસ અને કહેશે મેં ચા બનાવી. આપણે કહીએ કે ‘હવે લે આ દૂધ એકલું ને ચા બનાવી દે'. ત્યારે કહે, ‘ના બને'. માટે તું કર્તા નથી. ફુલ(સંપૂર્ણ) કર્તાને કશું જોઈએ નહીં. નિરપેક્ષ હોય. ફલ કર્તા નથી, સાપેક્ષ કર્યા છે, એટલે આ સાધન છે તો તું આ કરી શકું છું. એવી રીતે આ અહંકાર સર્જન કરે છે. એ બીજી વસ્તુઓનું સાધન લઈ અને પોતે સર્જન કરે છે. એટલે અહંકાર આનું સર્જન કરે છે. જો વિસર્જનમાં અહંકાર ના કરે, અહંકાર વગરનું વિસર્જન હોય તો મોક્ષ જ છે અને અહંકાર સાથે હોય તો સર્જન છે જ. આખા જગતનું નિષ્કર્ષ આટલું જ કહેવા માંગે છે અને વિસર્જન અમે જોયું છે આ અને સર્જને ય જોયું છે. એક ચા બનાવવામાં સ્વતંત્ર કર્તા ના હોય ને ! બધું સાધન જોઈએ કે ના જોઈએ ? એવી રીતે આ નૈમિત્તિક કર્તા. નૈમિત્તિક એટલે બીજા સાધન છે તો એ કરી શકે, નહીં તો કરી શકે નહીં. એ નૈમિત્તિક કર્તામાં અહંકાર એકલો જ છે.
હવે જાનવરો અહંકારરહિત હોય, તો એ વિસર્જન જ થયા કરે. એટલે એ દશા એમની છૂટી જાય અને આપણા લોકોને તો આ દશા છોડવી નથીને, આમને સત્તા છે પાછી. જાનવરોને સત્તા નહીં, એ હોય સત્તા તો એ ય બાંધે એવાં છે. દેવલોકોને સત્તા હોત તો દેવલોકો ય બાંધે એવા છે. પણ સત્તા કોઈની નથી. સર્જન કરવાની સત્તા અહંકાર એકલાને
આ સંસારનું સરવૈયું શું છે ? સંસારનું બધું તારણ કાઢીએ, તો શું છે હકીકત ? આ ભ્રાંતિથી બધું જાતજાતનું દેખાય છે. પણ આ જગત ખરેખર શું છે, વાસ્તવિકતામાં ? ભ્રાંતિ નથી જગત ! જગત સત્ય છે, રિલેટીવ સત્ય છે. સર્જન અને વિસર્જન બે જ છે. સર્જન જોવામાં આવતું