________________
૧૫૫
આપ્તવાણી-૧૧
વીતરાગોતી છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિએ...
સર્જન-વિસર્જન
સ્વસતામાં સર્જત, પરસતામાં વિસર્જત
હમણે કઢીમાં જરાક મીઠું વધારે હોય, ભઈ ટેબલ ઉપર જમવા બેઠા હોય, તો કઢીમાં મીઠું વધારે કેમ પડ્યું ? ત્યારે કહે, ઈફેક્ટના આધારે. એટલે સમાધાનપૂર્વક નિરાંતે ખાવી જોઈએ. કારણ કે જગતમાં કોઈ દોષિત છે જ નહીં. આ જગત સંપૂર્ણ નિર્દોષ જ છે. જે દોષિત દેખાય છે તે પોતાના દોષને લઈને જ દોષિત દેખાય છે. બેભાનપણાને લઈને જ દેખાય છે. ‘કોઈ દોષિત નથી’ એ છેલ્લું દર્શન છે. વચલા દર્શન, એ ગમે તે હો, ભલે જેને જેવું દેખાય એવું કહે, બાકી છેલ્લું દર્શન શું છે ? કોઈ જીવ દોષિત છે જ નહીં. મને કોઈ દહાડો એકું ય જીવ દોષિત નથી દેખાયો.
એક માણસ અત્યારે તમને ગુનેગાર દેખાય છે કે આણે ગજવું કાપ્યું. તમે એને એમ માનો છો કે આ માણસે ગજવું કાપવાનું સર્યું, આ માણસે નવું સર્જન કર્યું છે. તમે એકલા જ આવું માનતા નથી, પણ આખું જગત જ એવું માને છે. હવે મારી ભાષા શું છે કે એ ગજવું કાપી રહ્યો છે એ વિસર્જન છે. એનું પોતાનું એ વિસર્જન નથી. આ તો કુદરતનું વિસર્જન છે. કુદરત વિસર્જન કરાવડાવે છે, તેમાં ગજવું એને કાપવાનું ભાગે આવ્યું છે. બાકી આ કુદરતી વિસર્જન છે.
આખું જગત જે જે કરે છે, તે બધું કુદરતી વિસર્જન જ છે. પછી ‘જપ કરો કે તપ કરો’ બધું જ કુદરતી વિસર્જન છે. સર્જન આગળ ઉપર પૂર્વભવે થયેલું છે, સર્જનમાં પોતે નિમિત્ત હોય છે અને વિસર્જનમાં પોતાનો કંઈ જ હાથ નથી. આ બધું કુદરતી વિસર્જન છે. એટલે ફૂલ ચઢાવે છે એનો ઉપકાર શો? અને ગજવું કાપે છે તેનો અપકારે ય શો? જે જે કંઈ પણ કરે છે, તમે અહીં આવ્યા છો, આખું જગત જે કંઈપણ કરી રહ્યું છે, તે બધું જ છે તે કુદરતનું વિસર્જન છે. આ અમને જેટલું દેખાયું તેટલું અમે ઉઘાડું કરીએ છીએ.
પ્રશ્નકર્તા : આ આપની દ્રષ્ટિએ છે, તો એવું બીજાની દ્રષ્ટિએ બીજું હોઈ શકે ?
પ્રશ્નકર્તા : આપ જે શક્તિ વિશે વાત કરો છો ને, જે શક્તિ કરી રહી છે એ શક્તિનું કોઈ કેન્દ્ર ખરું ? એ શક્તિ ક્યાંથી આવે છે ?
દાદાશ્રી : એ શક્તિ આપણી ભ્રાંતિને લઈને ઉત્પન્ન થયા કરે છે, આપણી ભ્રાંતિ છે તે સર્જન કરાવડાવે છે અને એ શક્તિ વિસર્જન કરાવડાવે છે. વિસર્જન એટલે શું ? જન્મથી મરણ સુધી વિસર્જન જ થઈ રહ્યું છે. ઇફેક્ટને વિસર્જન કહેવાય. જન્મથી મરણ સુધીની બધી ઈફેક્ટ કહેવાય છે. અને વિસર્જન, તે તમારી સત્તામાં નથી, ભણવું તમારી સત્તામાં નથી. બીજું કંઈ તમારી સત્તામાં નથી. વિસર્જન એ પરસત્તા છે, એટલે આ ફક્ત સર્જન તમારા હાથમાં છે. તે ય તમારા સ્વતંત્ર હાથમાં નથી, તે ય નૈમિત્તિક સર્જનતા છે. આ ઈફેક્ટમાં તમારા કોઝિઝ થયા કરે છે. ઈફેક્ટ, ઈફેક્ટ રૂપે રહેતી હોય તો એ તો મોક્ષ જ છે. ઈફેક્ટ સ્વાભાવિક રીતે રહેતી હોય તો મોક્ષ જ છે. ઈફેક્ટ વિભાવિક રીતે થાય છે.