________________
૧૫૩
આપ્તવાણી-૧૧ ના થાય અત્યારે ?
દાદાશ્રી : હં. આ તો થઈ ગયેલી, બનેલી વસ્તુ છે. પ્રશ્નકર્તા : આ હવે સમજાયું. દાદાશ્રી : બહુ ઝીણી વાત છે બધી. પ્રશ્નકર્તા: હા, પણ આપની પાસે વાતચીત કરવાથી સમજાયું.
દાદાશ્રી : જેટલું સમજાય એટલું સમજો, હજુ બહુ ઝીણું ઝીણું છે. જેટલું સમજાય એટલું ધૂળથી માંડીને તે સૂક્ષ્મતમ સુધી આ વાક્ય સમજવાનું છે. અત્યારે જેટલું સમજાય એટલું ધૂળમાં સમજી જાવ પછી સૂક્ષ્મતમ સુધી આ વાત સમજવાની છે. એટલે અમે કહ્યું છે ને અહીં આગળ આ એક જ વાક્ય કહ્યું કે આ વીતરાગોની બહુ ઝીણી વાત છે.