________________
આપ્તવાણી-૧૧
૧૫૧ આપણું બધાનું મિલન થયું ને આ સંજોગ બધા ભેગા થયા, એટલે નવી જાતનું ઊભું થયું, બસ. એમાં તમે કર્તા છો નહીં ને હું ય કર્તા નથી.
પ્રશ્નકર્તા : આ દુનિયા એટલે વ્યવસ્થિતની લેબોરેટરી જ કહેવાય ને ?
૧૫ર
આપ્તવાણી-૧૧ એક વાળ જેટલો ફેર નહીં આમાં. એવું છે ને, કે બીજો શબ્દ, ગમે તેવો શબ્દ મૂકાય નહીં. લોક પુરાવો માંગે કે ના માંગે ? આ તો વીતરાગ માર્ગ છે, આ ગડું માર્ગ ન્હોય.
આ અણસાર આપ્યો કે વ્યવસ્થિત શું હશે ? કે રસ્તામાંથી પકડેલો શબ્દ છે કે ડીક્ષનરીમાંથી પકડેલો શબ્દ છે કે ? ના, એવું તેવું નથી. આ, એકઝેક્ટ વસ્તુ છે. અને એમાં ભૂલ થાય એવું નથી.
તથી મિલ્ચર અવસ્થિતમાં...
દાદાશ્રી : હા, લેબોરેટરી તરીકે. આ લેબોરેટરીમાં આત્મા શું ગણાય છે ? યોજક રૂપે ને આ છે યોજના. એમાં આ વસ્તુ નાખો, આ વસ્તુ નાખો. તે પોતાને નાખવી પડતી નથી, એની મેળે જ નંખાય છે. તેમાં કેમીકલ ઈફેક્ટસ થાય છે, તેમાં પોતે આંગળી બ્રાંતિથી ઘાલે છે, ને પોતે દઝાય છે. પેલા સાયન્ટિસ્ટ હાથ ના ઘાલે, જ્ઞાની પણ હાથ ના ઘાલે. ખાલી જોયા કરે ને આ હાથ ઘાલે, ઈમોશનલ થાય તો દઝાય પછી !
સાચી વસ્તુ જાણવી તો પડશેને, એક દહાડો માર ખઈને ય છેવટે તો જાણવી પડશે ને ! અનંત અવતાર થશે, બીજા અવતારમાં, ત્રીજા અવતારમાં પણ જાણવી તો પડશે જ ને ! ક્યાં સુધી અજાણ્યા રહીશું ?
છે “વ્યવસ્થિત' શબ્દ “એકઝેક્ટ' !
પ્રશ્નકર્તા : આ ‘વ્યવસ્થિત' શબ્દ આપણે જેવી રીતે સમજ્યા છીએ, એવી રીતે એ શબ્દ ઉપરથી સમજ બરાબર પડતી નથી. એટલે શબ્દ કોઈ બીજો નિશ્ચિત કે એવો કોઈ બીજો મુકવો જોઈએ. શબ્દ એવો ફોડ નથી પાડતું, જે આપણને ભાવાર્થ સમજાય.
દાદાશ્રી : ના, આ શબ્દ પોતે જ, વ્યવસ્થિત એટલે એકઝેક્ટ છે, કાયદેસર જ છે આ. પણ એવું છે ને, બીજો શબ્દ મુકીએ ને, તો લોક કહેશે, ‘આનો પુરાવો આપો’. આનો તો હું પુરાવો આપું. પુરાવો હોવો જોઈએ ને આપણી પાસે તો ? એક-એક શબ્દ પુરાવો માંગે. માંગે કે ના માંગે ? કે શેના આધારે આ વ્યવસ્થિત ? એટલે ગયા અવતારે જે મનની એ અવસ્થામાં તન્મયાકાર થયો એટલે પોતે અવસ્થિત થઈ ગયોને, કોમ્યુટરની પાસે. અવસ્થિતની ચિઠ્ઠી, તે કોમ્યુટર પાછી વ્યવસ્થિત કરીને પાછું અહીં રૂપકમાં મોકલે છે. એક સેકન્ડે ય ફેર નહીં. એક અણુ.
પ્રશ્નકર્તા : ધારો કે આ ભવમાં નેવું વર્ષનું આયુષ્ય છે. ૮૫ વર્ષ સુધી ઊંધા જ ભાવ કર્યા અને પાંચ વર્ષમાં છેલ્લે ‘જ્ઞાન’ મળ્યું તે સારા ભાવ ક્યાં. તે પેલું ૮૫ વર્ષનું ધોવાઈ જાય ?
દાદાશ્રી : છેલ્લા કલાકમાં સારું થયું તે સાચું. આખું સરવૈયું જ કલાકમાં આવે છે. એમાં જો જ્ઞાની પુરુષ ભેગાં થઈ જાય તો એનું બધું ભૂલી જાય. એટલે કામ થઈ ગયું એનું તો.
પ્રશ્નકર્તા : આ ભવ છે, એ ભવમાં જે વ્યવસ્થિત છે. એ તો નક્કી જ છે. હવે કારણ રૂપે હું આવતા ભવનું જે બાંધું છું. એનું વ્યવસ્થિત પણ અહીં ઘડાય કે એ પછી કાર્ય રૂપે આવશે ત્યારે ઘડાશે ?
દાદાશ્રી : અહીં અવસ્થિત રૂપે બંધાય છે અને પછી ત્યાં આવતે ભવ રૂપકમાં વ્યવસ્થિત રૂપે આવે. અવસ્થિતમાં મિલ્ચર નથી કશું. વ્યવસ્થિતમાં આ કુદરતનું બધું મિચર છે.
પ્રશ્નકર્તા : આવતા ભવ માટેનાં અવસ્થિતનું સંચાલન આપણે અહીં કરી શકીએ આ ભવમાં ? સંચાલન, જેવું કરવું હોય એવું ?
દાદાશ્રી : તે જ થાય છે ને પણ, હાં. તે એનું નામ જ પુરુષાર્થ ને ! આવતા ભવનું વ્યવસ્થિત ગોઠવવું એનું નામ પુરુષાર્થ. એ અવસ્થિત ગોઠવે એટલે વ્યવસ્થિત થઈ જાય કુદરતનું.
પ્રશ્નકર્તા: જ્યારે આ ભવનું વ્યવસ્થિત જે નક્કી છે, એ ફેરફાર