________________
૧૫૦
આપ્તવાણી-૧૧ સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. કરનાર કોઈ છે જ નહીં. કરનારો કોઈ જન્મ્યો નથી. અને જે કરનાર છે એ નૈમિત્તિક ભાવ છે. એટલે તમે ખરાં આમાં, એવિડન્સમાં તમે પોતે ખરાં. તમારો મત ખરો.
ન થાય બાહ્ય ફેરફાર આ ભવમાં !
આપ્તવાણી-૧૧
૧૪૯ આપણને શું ગમે છે. એ ગમે છે એ જાતના સંજોગ ઊભા થાય, આપણને ગમતા. જેમ ચોરી કરવી એ જ ગમે, તો ચોર મળી આવે અને બધાં આજુબાજુમાં ફ્રેન્ડ સર્કલ બીજું બધું મળી આવે. હવે અહીં જેને ચોરી કરવી ના ગમતી હોય, એ ડીલાઈક કર્યું હોય, એણે દ્વેષ કર્યો હોય એ ચોર લોકો જોડે, તો ય એ ભેગા થઈ જાય. રાગ-દ્વેષ કર્યું તેનાથી આ બધાં સંજોગો ભેગા થાય છે. રાગ-દ્વેષ ના કરો તો કશાં સંજોગ ભેગા ના થાય. અમને સંજોગ ભેગા ના થાય, અમને રાગ-દ્વેષ નહીં ને ? અમને ધોલ મારો તો ય અમને એની ઉપર દ્વેષ ના આવે. અમે એને આર્શીવાદ આપીએ. એટલે રાગ-દ્વેષથી આ થાય છે. તે આ ‘જ્ઞાન’ મળ્યા પછી રાગ-દ્વેષ ના થાય. રાગ-દ્વેષ એ કોઝીઝ છે. એમાંથી ઈફેક્ટમાં સંજોગો ઊભાં થાય છે.
આ સંજોગો ઊભા થાય છે એ તમારા ગયા અવતારના બધા કોઝીઝ છે, એનું આ પરિણામ છે. ગયા અવતારે કોઝીઝ ભેગા કર્યા છે, એ કોઝીઝના આધારે તમને મા-બાપનો સંજોગ ભેગો થાય. મા-બાપ સારા ભેગા થાય, ભઈઓ સારા ભેગા થાય. નહીં તો મા-બાપ કકળાટવાળા હોય, મા-બાપ ચોર હઉ મળે. એટલે તમારે કોઝીઝ સારાં જ કરવાં જોઈએ કે જેથી તમને બધા સંજોગો ઓલરાઈટ હોય અને ત્યાં જતાં પહેલાં ગાડી-બાડી મળે એવું જોઈએ. આ તો ગાડી તો ના મળે, પરંતુ પગમાં બૂટ ના મળે ઇન્ડિયામાં. એવા સંજોગો લઈને આવ્યા !
એ સંજોગો શેનાથી ઊભા થાય છે ? ત્યારે કહે, ‘તમે જગતને સુખ આપો, મનુષ્ય જીવમાત્રને, તો સંજોગો બધા સારા થાય. દુઃખ આપો તો સંજોગો બગડે', એટલે ભગવાનની આમાં લેવા-દેવા નથી. તમારું જ આ ક્રિએશન છે અને તમારું જ છે તે પ્રોજેક્શન છે.
પ્રશ્નકર્તા એટલે પહેલેથી જ આ રીતે સંયોગ થતો જ આવ્યો છે ? દાદાશ્રી : એ પહેલેથી, શરૂઆતથી, અનાદિકાળથી આમ જ છે. પ્રશ્નકર્તા : એ કરનાર કોણ છે ? દાદાશ્રી : કોઈ કરનાર છે જ નહીં. ઓન્લી સાયન્ટિફિક
પ્રશ્નકર્તા : તો પછી પૂર્વકર્મના હિસાબે જે જીવન ઊભું થયું, વ્યવસ્થિતના હિસાબે એ તો ભોગવવાનું જ છે, તો પછી આ ચાલુ જીવનમાં ય કોઈ કર્મ એવું કરે તો એનાથી વ્યવસ્થિતમાં કંઈ ફેરફાર થાય ?
દાદાશ્રી : કશો જ ફેરફાર નથી થવાનો. અહીં જન્મ્યો ત્યાંથી છેલ્લા સ્ટેશન ઉપર ગયો, તે નનામી કાઢે, ત્યાં સુધી બધું ફરજિયાત છે. અને એને મરજિયાત માને છે તે ભ્રાંતિ છે. મરજિયાત માન્યું એટલે ભ્રાંતિ ! છે ફરજિયાત. કર્યા વગર ચાલે જ નહીં એવું છે આ. કારણ કે એ ડિઝાઈન થઈ ગયેલી છે. એ યોજના ઘડાઈ ગયેલી છે, ને એ યોજના આ લાઈફમાં રૂપકમાં આવી છે એટલે ઘડાયેલી યોજના પ્રમાણે જ થયા કરવાનું છે, એ રૂપકમાં કંઈ ફેરફાર થવાનો નથી અને તે ફરજિયાત છે. એટલે તમે ફેરવવા માંગો તો ય કશું ફરે નહીં.
પ્રશ્નકર્તા : તો પછી જીવ સુખ-દુઃખ ભોગવે છે, એ પણ વ્યવસ્થિતના કારણે ?
દાદાશ્રી : હા, વ્યવસ્થિત જ. એ ખાલી માને છે કે “મને આ સુખદુ: પડે છે', ખાલી ભ્રાંતિથી માને છે કે ‘દેહ મારો છે ને હું છું આ દેહ’. દેહાધ્યાસ છે ત્યાં સુધી માને.
પ્રશ્નકર્તા : આ ભ્રાંતિ એ કોના કારણે છે ? વ્યવસ્થિતને કારણે
દાદાશ્રી : વ્યવસ્થિતને કારણે શેની ? પોતાને કારણે છે, પોતાનું કારણ જ, નૈમિત્તિક રીતે છે. સ્વતંત્ર કારણ નથી.
હવે એ સંજોગો જ ચલાવે છે આ જગતને. તમારું ને મારું