________________
આપ્તવાણી-૧૧
૧૪૭ ડિઝાઈન છે, એમાં તમે શું કર્યું? અમે હડતાલ પાડી હતી, કહેશે. મૂળ વસ્તુ ના સમજેને. ત્યારે અહંકાર કરે ને ગર્વરસ ચાખે. આ પછી પોલીસવાળા પકડવા આવે ત્યારે આમ આમ કર્યા કરે, છૂટી જવા સારું. જાણતો ન્હોતો મૂઓ. રાજીખુશીથી જવું જોઈએ આપણે. એમને એમ કહેવું જોઈએ કે ‘તમે નહીં ઝાલો તો ચાલશે. હું તમારી જોડે ચાલું છું'. તો ય એમ ને એમ ઝાલ્યો લઈ જાય છે ત્યારે મૂઓ વાંકાચૂંકા થાય છે.
પ્રશ્નકર્તા : આમાં બે વસ્તુ બને છે ને એક તો આયોજન કરે છે એ પ્રમાણે રૂપક આવે છે અને રૂપકનો ગર્વરસ લે છે. તો આયોજનનું ફળ એને રૂપક આવે છે. પણ રૂપકના ગર્વરસનું ફળ શું આવે છે એને ?
દાદાશ્રી : આવતો ભવ હજુ થાય. પ્રશ્નકર્તા : પણ એનું આયોજન નથી હોતું ને.
દાદાશ્રી : આયોજન તો પછી એનાથી થઈ જાય નહીં. જેનો ગર્વરસ લે ને એ એને ગમે છે, તે એ આગળ આવશે.
પ્રશ્નકર્તા : એટલે વધારે મજબૂત થાય.
દાદાશ્રી : એવું જ પાછું ફરી ભેગું થાય. નથી ગમતું ત્યાં ‘નથી ગમતું એવો ગર્વરસ કરીને કરે.
પ્રશ્નકર્તા : એટલે ગર્વરસે એક પ્રકારના આયોજનનો ભાગ જ ગણાય ?
દાદાશ્રી : નહીં, આયોજન ભાગ નહીં, એ જ આયોજન છે. પ્રશ્નકર્તા : ઓહો ! એ જ આયોજન છે !
ન ધડો યોજતાઓ તવી નવી..
૧૪૮
આપ્તવાણી-૧૧ છોકરું ય જાણે બે પૈસા જતા રહ્યા, એ લૌકિક જ્ઞાન છે. અને પાછું એને એમ થાય છે કે ‘સાલું, હું જ મૂરખ તેથી કપાઈ ગયું ને ?” તે આપણે એને બીજે દહાડે કહીએ કે હવે તમે તો રોજના મૂરખ થઈ ગયા કે એક જ દહાડો મૂરખ ?’ ‘હું શાનો મૂરખ ?’ ‘અલ્યા મૂઆ, તું બોલતો'તો ને.' એવું આ બધા ઘડે ને ભાંગે, ઘડે અને પછી પાછાં ભાંગે એ.
આ લોકો ય સવારથી તે અત્યાર સુધી યોજના ઘડે અને પછી રાતથી ભાંગવા માંડે. યોજના ઘડે કે નહીં ઘડે ? પછી પાછો ભાંગે ય ખરોને પાછો ? ત્યારે ઘડી શું કરવા મૂઆ ? મહેનત શું કરવા કરી આવી બધી? એ કુંભાર જેવું બધું.
ભગવાને ના કહ્યું છે, “કોઈ યોજના ઘડશો નહીં'. એનું તો ઘડતર પહેલાં થઈ ગયેલું છે, હવે ફરી નવી કરો છો, એટલે પેલી જુદી પડશે ને આ જુદી પડશે. યોજના તો થઈ ગયેલી છે. હવે તમારે કાર્ય જ કરવાનું છે. યોજના થયા પછી તો અહીં આગળ તમારો સંસારમાં જન્મ થયો. હવે પાછી યોજના શું કરવા ઘડો છો ? રાતે ઓઢીને પાછો યોજના ઘડ્યા કરે.
પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે બધું જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું જ છે. માણસને કોઈ સ્વતંત્ર શક્તિ જ નથી.
દાદાશ્રી: ‘એવું ગોઠવાયેલું છે એ જ્ઞાન થશે તો અવ્યવસ્થિત થઈ જશે જગત ! આપણે આ નાટક હોય છે, તેમાં ભર્તુહરીનું નાટક નથી ગોઠવતા ? એમાં આગલે દહાડે રીહર્સલ કરાવે અને પછી નાટક કરવાનું. એ નાટક કરતાં પહેલાં જો કહેશે કે ગોઠવાયેલું જ છે, તો એ અભિનય ચૂકી જશે ને પછી દંડ ખાવો પડશે. એટલે ગોઠવાયેલું નથી. કાર્ય કર્યું જાવ, ફળ આવે તે ‘વ્યવસ્થિત’ ! વ્યવસ્થિતનું જ્ઞાન તો બોલવું ના પડે. આપણને ‘ગજવું કપાયું” એટલે તરત ‘વ્યવસ્થિત' સમજી જવાનું.
સમજ સંજોગોમાં સાયન્સની.
દાદાશ્રી : આ વ્યવસ્થિતનું જ્ઞાન સંસારનાં લૌકિક જ્ઞાનને ખસેડે છે. આ સંસારનાં દુઃખ જ લૌકિક જ્ઞાન કરાવડાવે છે, અને તે શીખવા જવું પડતું નથી, ઘેર બેઠાં બધાંને આવડે. કોઈને આ ગજવું કપાય, એને નફો છે” એવું ના માને, નહીં ? એ “ખોટ જ છે” એવું જાણે, નહીં ?
પ્રશ્નકર્તા : સંજોગો ઊભા કોણ કરે છે ? દાદાશ્રી : એક તો આપણું છે તે લાઈક-ડીલાઈક જુએ છે કે