________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
ક્રિયા. સહજાસહજ થાય તેને કશું નહીં. ‘હું કરું છું, મારે ન્હાયા વગર ચાલે નહીં, એ બધી ક્રિયા કહેવાય. પોતે કર્તા થયો કહેવાય.
૧૪૨
બુદ્ધિને વળાવો એને ઘેર !
આ દુનિયામાં કશું ના જોઈતું હોય એનું નામ જ્ઞાની પુરુષ. જે પોતાના દેહના પણ માલિક નથી, મનના માલિક નથી, વાણીના માલિક નથી, એવા જ્ઞાની પુરુષ, ત્યાં આગળ ડખો કરવાની શી જરૂર ? આપણે સૂઈ જવાનું કહે તો નિરાંતે સૂઈ જવાનું. એ તો સારું કહે છે કે આ ખોટું કહે છે ?
પ્રશ્નકર્તા : આ જમાનામાં બુદ્ધિ જ હેરાન કરે છે ને ? ડખો
એ કરાવે છે ને ?
દાદાશ્રી : હા, બુદ્ધિ ડખો કરાવે છે. પણ બુદ્ધિને આપણે ઓળખવી જોઈએ કે બુદ્ધિબેન, હવે તમે જાવને, કહીએ. તમે અહીં ને અહીં પિયરમાં ને પિયરમાં કંઈ સુધી પડ્યા રહેશો ? તમારે સાસરે જાવ. બાર મહિને હજાર રૂપિયા મોકલી આપીશ. એને વળાવીએ તો એ જાય ને ? એને બોલાવવી જ ના પડે. એને આપણે મોટી કરીએ એટલે ચઢી વાગે જ ને ? બુદ્ધિને મોટી કરનારા આપણે જ ને ? એ તો બુદ્ધિ છે ત્યાં સુધી એની મેળે ડખો કર્યા કરે ને !
પ્રશ્નકર્તા : પણ ડખો કરવાથી બગડે જ છે ને ?
દાદાશ્રી : તેમાં શું બગડે છે તે આપણે જોયા કરીએ બધું. એને જે ડખા કરવા હોય તે કરે. તો આપણે શું કરવું ? જોવું કે આપણે હઉ મહીં પેસી જવું ? આપણે જોયા કરવું.
ડખા, બુદ્ધિ તણા !
પ્રશ્નકર્તા : આ ખ્યાલમાં આવી જાય છે, દાદાજી જે કહેવા માંગે છે એ સમજાય છે, પણ પછી બુદ્ધિ એટલું બધું તોફાન કરતી હોય છે કે...
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
દાદાશ્રી : બુદ્ધિ તોફાન કરે તો તોફાન, આપણે જાણીએ ને કે બુદ્ધિ તોફાન કરે છે.
પ્રશ્નકર્તા : પણ એ જાણપણામાં નથી રહેવાતું, એ લપસી પડાય
છે.
એવું.
૧૪૩
દાદાશ્રી : એ લપસી પડાય તે લપસી પડાતું નથી, એ તો લાગે
પ્રશ્નકર્તા ઃ લાગે પણ, એ તમારા જેવું નથી થઈ શકાતું.
દાદાશ્રી : બુદ્ધિ ડખલ કરે ખરી પણ બુદ્ધિને જાણવી જોઈએ કે આ બુદ્ધિની ડખલ છે. એવું આપણે સમજીએ નહીં ? આપણા ઘરમાં પેલી બેન આવી, એક છોકરો ને એક છોકરી હોય તો આપણે ના સમજીએ કે આ બેન ડખલ કરે છે. એ તો આપણે ડખલને જાણવી જોઈએ, બીજું કંઈ નહીં. ડખલ કોની છે, આપણને ખબર ના પડે ?
પ્રશ્નકર્તા : પાછળથી ખ્યાલ આવી જાય છે.
દાદાશ્રી : ના, એ નહીં. એ તો આવી જાય છે, માટે છે તે આ કશું બનતું નથી. તમે ડખલને ડખલ રૂપે જાણો ને, એટલે પછી કશું જ નહીં.
પ્રશ્નકર્તા : બુદ્ધિ ગૂંચો પાડે, એ શું છે ?
દાદાશ્રી : ગૂંચો એ આ ઓવરવાઈઝનેસ (દોઢ ડહાપણ) છે. ઓવરવાઈઝનેસ (દોઢ ડહાપણ) એટલે શું કે પોતાનાં ડહાપણે બધું જ કામ કરવા જાય. દરેકમાં પોતાનું એ ડહાપણ વાપર્યા કરે. આમ જ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે, પણ તોય પોતાનું ડહાપણ વાપરે કે દવા ત્રણ વાગે પીવાની કહી છે. હવે સવા ત્રણ વાગે પીશું તો શું વાંધો છે ? એટલે પોતાનું ડહાપણ મૂક્યા વગર રહે નહીં. એની બધી ગૂંચો ઊભી થઈ જાય.
હવે બુદ્ધિ ઉપર વેર બાંધજો આજથી. અને આમાં પછી બુદ્ધિ