________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
આડી આવશે. તે બુદ્ધિ કેવી રીતે આડી આવશે ? એક માણસને ત્યાં પંદર-વીસ માણસો ગેસ્ટ આવવાના હતા. તે શ્રીખંડ બનાવવા માટે દહીં બનાવવું'તું. હવે પોતાનો ઓળખાણવાળો ભૈયો હતો, તેને કહે છે, ‘તું મને મારે ઘેર દહીં બનાવી આપ.' એટલે ભૈયો આવ્યો અને અધ
૧૪૪
(અડધો) મણ દૂધ હતું, એને ગરમ કરાવડાવી એને ઠંડું પડવા દઈને આટલું દહીં નાખી અને હલાવી આપ્યું. પછી કહે છે કે, ‘હવે તું આને મૂકી રાખ.' ત્યારે પેલાએ કહ્યું, “મારે શું કરવાનું પણ હવે ?” ત્યારે કહે, તારે કંઈ નહીં કરવાનું. તું સૂઈ જજે.’ ત્યારે કહે, ‘એમ તે થાય કંઈ, સૂઈ જવાનું ?’ ત્યારે એ કહે, ‘ના, તું સૂઈ જજે ને ! ઘસઘસાટ ઊંઘી જજે. સવારમાં ઊઠશે એટલે દહીં ત્યાં ચોસલાં થયેલાં હશે.' પણ પેલો અક્કલવાળો ખરો ને ? તે રાત્રે એક વાગે ઊઠ્યો. એના મનમાં
એમ કે એમ ને એમ તો થાય શી રીતે ? જોવું તો પડે ને ? તપાસ તો કરવી પડે ને ? રાત્રે એક વાગે ઊઠ્યો તે મૂઆએ આંગળી ઘાલી. દહીંનો ડખો થઈ ગયો ! પેલાએ કહેલું કે, સવારમાં ઊઠીને જોજે.’ એટલે આ બુદ્ધિ છે તે ડખો કરે. તે આજની રાત એમ કહેજો કે, ‘હે બુદ્ધિ ! કાલે બાર વાગે જમવા આવજે. ત્યાં સુધી ના આવીશ.' તમે એને કહેશો કે તરત એ માની જશે. કારણ કે એ રોજની જોડે રહેનારી, તમારી જોડે ઝઘડો કરીને કેટલા દહાડા કાઢે ?
અહીં તો બધી વાત સાંભળવી. અહીં તો લાખો ચાવીઓ મળે એવી છે. આપણે અહીં સાંભળવું ને એડજસ્ટ કરવું. બુદ્ધિ પાછું મહીં આડુંઅવળું દેખાડે તો એ બુદ્ધિને કહીએ, ‘બેસ બા, અમે સંસાર શીખવા નથી આવ્યા. અમે તો મોક્ષમાર્ગી છીએ. માટે તું અમને સલાહ આપીશ નહીં.' વચ્ચે પછી બુદ્ધિ આવે, ડખો કરવા આવે કે ના આવે ? આપણી બુદ્ધિ અવળું દેખાડે તો આપણી જ ભૂલ ને ?
બુદ્ધિ, મહાવીર સામેય...
એવું છે ને, જે માર્ગ ઉપર હું ચાલ્યો છું એ માર્ગ ઉપર તમને ચલાવું છું અને હું તો તમારી આગળ જ, એક ડગલું જ આગળ છું. તમે ખાલી મને ફૉલો કરો (અનુસરો) છો એટલું જ. હું કંઈ વધારે
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
આગળ રહ્યો નથી. મેં મારી પાસે હતી, એ બધી વસ્તુ તમને આપી દીધી. ગુપ્ત રાખે, તે કોણ રાખે ? જેને ગુરુ રહેવું હોય તે. ગુરુ બધી ચાવીઓ શિષ્યોને ના આપે. મારે તો ગુરુ રહેવું જ નથી. મને તો તમે મારા જેવા થાવ, એ જ ઇચ્છા. હું પાછો ગુરુનો ધંધો ક્યાં લઈ બેસું, કાયમ ગુરુ થયા કરવાનો ? બિઝનેસ છે ને એ તો ?
૧૪૫
પ્રશ્નકર્તા : દાદા, એવો તમારો ભાવ છે કે અમે તમારાથી નજીક છીએ, પણ સાચે જ અમે નજીક છીએ એટલા તમારાથી ?
દાદાશ્રી : હા. તમને તાવ આવતો હોય તેથી મને વાંધો નથી, પણ તમે મારી જોડે છો અને તમારો તાવ મટી જશે થોડા વખતમાં, પછી તમે મારી જોડે જ છો. લિફટ માર્ગ છે આ તો. હા, તમે મારી જોડે વાંકા થઈ જાવ તો બગડે તમારું. મારામાં કોઈ એવા લક્ષણ નથી કે તમે મારી જોડે વાંકા થાવ. મારું એવું લક્ષણ વાંકું હોય ને તમે વાંકા થાવ તો જુદી વાત છે. તમે તમારી મેળે વાંકા થાવ, તે ન હોવું જોઈએ.
ન
તમારા કર્મો તમને વાંકા કરે તો, એ તમારે સમજી લેવાનું ને એવું તમારે પોતાની જાતને કહેવું જોઈએ કે ભઈ, અહીં હઉ તું આ જગ્યાએ પાંસરો નથી રહેતો ?” એટલે મહીં કર્મ અવળું દેખાડે તે ઘડીએ આપણે કહીએ, ‘અહીંય પાંસરો નથી રહેતો ? નહીં તો તને ડિસમિસ કરીશ.’ બુદ્ધિ તમને ખોતરે, છતાંય અક્રમ છે તે રક્ષણવાળું છે, ઠેઠ સુધી રક્ષણવાળું છે. અમને ગાળો દઈ ગયો હોય તેનીય અમે રક્ષા કરીએ છીએ. કારણ કે ગાળો દે છે, તે એના પોતાના હિસાબથી નથી દેતો. એને મહીં કર્મના ભૂતાં ફરી વળ્યા છે. એવું ના ફરી વળે ? છતાંય આપણી શી ફરજ હોય ત્યાં ? કોઈને એક્સિડન્ટ થયો હોય તો આપણી ફરજ શી હોય ?
પ્રશ્નકર્તા: બચાવવાની, મદદ કરવાની.
દાદાશ્રી : હા, એને કેમ કરીને પાટો બાંધી દેવો, કેમ કરીને રાગે પાડી દેવું. આપણી ફરજ આ હોય.
બુદ્ધિ પછી શું કરાવડાવે ?