________________
૧૪૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૪૭
બુદ્ધિ સ્વચ્છેદ કરાવડાવે. મહાવીર ભગવાનની પાસે બેસી રહેતો હોય તોય સ્વચ્છેદ કરાવે, ‘ભગવાન તો કહે પણ આપણે તો આમ....' આ બુદ્ધિ આવું કરાવે.
આપણા એક મહાત્માએ બુદ્ધિને એક ફેરો ફટકારી હતી. આવું ઊંધું બોલીને એક ફેરો, તે એને હંટરથી ફટકારીને તેલ કાઢી નાખ્યું કે, શું સમજે છે તું? આ હું સમજી શકું છું. તું મને મૂરખ બનાવે છે ? આમનાં વાક્યો પર તું આટલી બધી વકીલાત કરે છે ? જેનાં વાક્યો છેલ્લાં વાક્યો કહેવાય, ત્યાંય પણ પાંસરી નથી રહેતી ?” બુદ્ધિ તો બૈરી જોડે કચકચ કરાવે કે છોકરા જોડે કચકચ કરાવે, પણ અહીંયાં ? બુદ્ધિ તો જંપીને બેસવા ના દે.
‘બુદ્ધ છે આ તો !” બુદ્ધિ જ બધું હેરાન કરે છે ને ! તે મારામાં બુદ્ધિ નથી તેથી હું ફાવી ગયો ને ! તમારી બુદ્ધિ ધીમે ધીમે જતી રહેશે. મારી બુદ્ધિ ખલાસ થઈ ગઈ એટલે તો કામ થઈ ગયું.
પ્રશ્નકર્તા : પ્રશ્ન ન હોય તોય દાદા પાસે આવવાનું દિલ કેમ થાય છે ?
દાદાશ્રી : પ્રશ્ન એ તો બુદ્ધિનો ડખો છે ખાલી. જંપ ના વળે ને એટલે બુદ્ધિના ડખા ર્યા કરે છે. બાકી, પ્રશ્ન ના હોય તો સારું. પ્રશ્ન ના હોય અને અહીં આવવાનું ગમે એનું શું કારણ ? દાદા એ તમારું સ્વરૂપ છે. એમની પાસે જ બેસી રહેવાનું ગમે. એટલે શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું કે, “જ્ઞાની પુરુષ એ જ દેહધારી પરમાત્મા છે.” અમે તો એમ જ કહીએ કે અમે નિમિત્ત છીએ. પણ તમારે આવું માનવું પડે. પ્રશ્ન બંધ થાય એટલે દેહ સહજ થાય.
બુદ્ધિ ભમાવે આમ.... પ્રશ્નકર્તા : દાદાના ચરણમાં આવ્યા પછી તો મોક્ષ જ છે ને?
દાદાશ્રી : પણ એ ઘડીકમાં પાછું ત્યાં જાયને, પાટિયાં બેસી જાય પાછળથી. બુદ્ધિ પાછી ભમાવ ભમાવ કર્યા કરે. બીજા બધા છે તે કોઈને ભમાવતી નથી ને આમને એકલાને જ ભમાવ્યા કરે. બુદ્ધિ ભમે ત્યારે એનો કોઈ ઉપાય જ નહીં ને ? જ્યાં ઉપાય નહીં ત્યાં કશું કામ થાય નહીં. જ્યારે બુદ્ધિ ભમાવે છે, ત્યારે કશું કામ થાય નહીં. ના ઘરનું સારું થાય ને ના ભગવાનનું સવળું થાય. એટલે આ તમને રસ્તો બતાડી દીધો. પ્રતિક્રમણ કર કર કરવાનું કે ભગવાન કેવી દશામાં મેં કર્મ કરેલાં !
પ્રશ્નકર્તા: એક પ્રશ્ન એવો થાય છે કે બુદ્ધિનો જ્યારે વેપાર કરતા હતા, ત્યારે આપનો એક અક્ષરેય પરિણામ પામતો નહોતો અને બુદ્ધિ જ્યારે ચપ્પલની જોડે મૂકીને, ત્યારે આપ જે બોલો છો, એ સીધું મહીં ઊતરી જાય છે, એ શાથી ?
દાદાશ્રી : એ બુદ્ધિ જ વચ્ચે ડખો કરે છે ને ! બુદ્ધિને લઈને બુદ્ધ થઈ જાય છે. બુદ્ધ થઈને ફર્યા કરે છે પછી ! લોકો કહે કે,
પ્રાજ્ઞ સહજ : અજ્ઞ સહજ ! પ્રશ્નકર્તા : સહજાત્મ સ્વરૂપ એટલે શું ?
દાદાશ્રી : આ દેહ સહજ થઈ જાય તો આત્મા તો સહજ જ છે. આ બધો રિલેટિવ ભાગ છે, એ સહજ થઈ જાય તો પેલો તો સહજ જ છે. પોતાને તો કશી ભાંજગડ જ નથી. આને સહજ કરવાનો છે, સહજ ! બુદ્ધિ ડખો કરે છે ને આ બધો.
પ્રશ્નકર્તા : આપની પાસે આવીને માત્ર સહજ થઈ જવાનું છે ?
દાદાશ્રી : સહજ જ ! અમારો સહજ સ્વભાવ છે ને, એ દેખીને સહજ થઈ જાય માણસ. એ દેખીને એમ નક્કી કરે તો એ સહજ થઈ જાય.
પ્રશ્નકર્તા : પછી આપ એમ કહો છો કે, બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી તમને સહજ નહીં થવા દે ?
દાદાશ્રી : આ બુદ્ધિ જ સંસારમાં ભટકાવે છે અને બુદ્ધિને લઈને