________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
સંસાર ઊભો રહ્યો છે અને બુદ્ધિ હોય ત્યાં સુધી સહજ થાય નહીં. જેટલી બુદ્ધિ ઓછી થઈ એટલો વધુ સહજ થયો.
૧૪૮
નાનાં બાળક જેવું હોય અમારું. એટલે એ જ્ઞાનવાદ હોય, બુદ્ધિવાદ ના હોય. બુદ્ધિવાદ હંમેશાં ઈમોશનલ કરે અને મારા-તારાનો ભેદ બતાવે, અને જ્ઞાનવાદ ભેદ બતાવે નહીં ને ઈમોશનલ ના કરે. પ્રશ્નકર્તા: પ્રાણીઓને પણ સહજ સ્વભાવ હોય છે અને જ્ઞાનીનોય સહજ સ્વભાવ, તો એ બેમાં ફરક શું ?
દાદાશ્રી : પ્રાણીઓનો, બાળકનો અને જ્ઞાનીનો, આ ત્રણેયના સહજ સ્વભાવ હોય. જ્યાં બુદ્ધિ જોરદાર હોય ત્યાં આગળ સહજ સ્વભાવ નહીં. લિમિટેડ બુદ્ધિ ત્યાં સહજ સ્વભાવ. બાળકને લિમિટેડ બુદ્ધિ, પ્રાણીઓને લિમિટેડ બુદ્ધિ અને જ્ઞાનીને તો બુદ્ધિ જ ખલાસ થઈ ગઈ હોય. એટલે જ્ઞાની તો બિલકુલ સહજ હોય.
પ્રશ્નકર્તા : પણ ફેર શું પડે, જ્ઞાનીમાં ને બાળકમાં ?
દાદાશ્રી : બાળક અજ્ઞાનતાથી અને આ સજ્ઞાનતાથી છે. પેલું અંધારામાં અને આ પ્રકાશમાં, પ્રકાશ વગર માણસ સહજ રહી શકે નહીં ને ! એટલે બુદ્ધિ જ્યારે જાય ત્યારે પછી સહજ રહી શકે, નહીં તો ઈમોશનલ થયા વગર રહે નહીં. બુદ્ધિ ઈમોશનલ જ કરે. જ્યાં સુધી જડતા હોય ત્યાં સુધી ઈમોશનલ ના થાય. કેટલા માણસોને આપણે ટૈડકાવ ટૈડકાવ કરીએ છીએને, પછી આપણે જાણીએ કે આ હાલતો કેમ નથી ? પણ શાનો હાલે ? એને વાત હજુ પહોંચી જ નથી તે ! અને બુદ્ધિશાળીને તો બોલતાં પહેલાં વાત પહોંચી જાય. વિચાર કરે ને તોય પેલાને પહોંચી જાય ને ! ભૂતાવળ, એટિકેટની !
એટલે આ હાર્ટિલી જોઈશે. હાર્ટિલી એટલે બુદ્ધિ વપરાય નહીં ને બુદ્ધિ વપરાય તે એટિકેટ-બેટીકેટ બધું. ગાંડપણ-બાંડપણ ભેગું થઈને ભૂતાં વળગ્યાં હોય. બીજા ઓછાં ભૂતાં વળગ્યાં હતાં કે પાછાં એટિકેટના ભૂતાં વળગાડ્યાં ? એટિકેટ જોયેલી તમે ?
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૪૯
પ્રશ્નકર્તા : પહેલાં એટિકેટમાં જ રહેતા હતા ને, દાદા !
દાદાશ્રી : એમ ! હવે નથી ગમતી ?
પ્રશ્નકર્તા : એ તો બોજારૂપ થઈ જાય. બોજારૂપ લાગે ને ? દાદાશ્રી : ભૂતાં લાગે, ભૂતાં ! મારે ત્યાં તો કેટલાયની એટિકેટ જતી રહી. હું કહું, ‘આ ભૂતાં કંઈ વળગાડીને આવ્યાં છો તમે ?” જે બોજારૂપ લાગે, બેસતાં જ ‘જરા કરચલી પડી ના જાય' કહેશે. અલ્યા, મહીં કેટલીય કરચલીઓ પડે છે ? બહારની છોડ ને એટલી ! એટિકેટનાં ભૂતાં જોયેલાં કે બધાં ? દાદાને કશી ભાંજગડ છે ? જે ભલા-ભોળા, ગામડિયા જેવા દેખાય ને ચોખ્ખા છે કે નહીં ? એટિકેટનાં ભૂત ! અણસમજણ છૂટી જાય તો ભૂતાં જાય પણ અણસમજણ છૂટે નહીં ને ? અણસમજણ છૂટે કે ?
બુદ્ધિવાળાને તો બુદ્ધિ મહીં એવું દેખાડે કે શું જોઈને થબાકા પાડતા હશે ? એવું અવળું દેખાડે. મને મોટા મોટા ભણેલા માણસો મુંબઈમાં પૂછે છે કે ‘તમારે ત્યાં આવીને થબાકા પાડે છે, એનો શો અર્થ છે ?” મેં કહ્યું, ‘જેની પહેલાં અનંત અવતાર ચીડ કરી છે ને, તે ચીડ કાઢવા હારુ કરે છે.’ પાછું કાઢવું તો પડશે ને ? ચીડ તો લઈને જવાય કે ત્યાં મોક્ષે ?
પ્રશ્નકર્તા : ના, ના.
દાદાશ્રી : એ ચીડ કરેલી તે કાઢવા હારુ. આ તમારી જાતે કરો એટલે નીકળી જાય. હા, નહીં તો મારે આ ધંધો કરીને શું કામ છે ? હું જ્ઞાની પુરુષ અને જ્ઞાનમાં આવું હોય નહીં ને ! કારણ કે અક્રમ વિજ્ઞાન છે. ક્રમિકમાં ના આવે. ક્રમિકમાં એવું ના થાય. ક્રમિકમાં તો જોડે જોડે લઈ લઈને માર ખા ખા કરવાનો. અહીં તો ખાલી જ કરી
નાખવાનું. શુદ્ધાત્મા થયા પછી રહ્યું શું તે ?
જ્ઞાતી કૃપા વિણ ત જાય ‘એ' !
પ્રશ્નકર્તા : બુદ્ધિને કેમ બંધ કરવી, એ ડખો કર્યા કરે તો ?