________________
૧૫૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૫૧
દાદાશ્રી : જ્ઞાન લીધેલું છે ? પ્રશ્નકર્તા : નથી લીધું.
દાદાશ્રી : હમણે સમજણ ના પડે. જ્ઞાન લીધેલું હોય ને, તેને સમજણ પાડેલી કામની. નહીં તો બુદ્ધિ ઉપર તો બધો આધાર છે એમનો. જ્ઞાન લીધા પછી બુદ્ધિ ઉપર આધાર રહ્યો નહીં.
પ્રશ્નકર્તા: ધારો કે, મારી ઇચ્છા એવી છે કે, આ સંસાર કરતાં કરતાં મારી પોતાની રીતે અંતરમુખ થવું છે. મારે બુદ્ધિ દૂર કરવી છે, પણ સાચી વસ્તુ જોવી છે. તો એને માટે કોઈ રસ્તો ખરો ?
દાદાશ્રી : એવું છે ને, બુદ્ધિ દૂર કરે, એ થાય એવી નથી. બુદ્ધિ દૂર કરવાનું જે કહે છે કે, તે કોણ કહે છે ? બુદ્ધિનો ખાસ ફ્રેન્ડ (અહંકાર) એમ કહે છે કે મારે બુદ્ધિ દૂર કરવી છે. એ બુદ્ધિ ખાસ ફ્રેન્ડથી ખસે નહીં પાછી, એટલે આમાં કશું વળે નહીં.
પ્રશ્નકર્તા : તો બુદ્ધિનો ઉપયોગ નહીં કરવો જોઈએ ?
દાદાશ્રી : બુદ્ધિનો ઉપયોગ ના કરે, તે બહુ ઉત્તમ કહેવાય. પણ કર્યા વગર રહે નહીં ને ! લાઈટ હોય એટલે તમે ના ઉપયોગ કરો તોય અજવાળું થઈ જ જાય ને એટલે તમે એ બાજુ જુઓ, બુદ્ધિ તો લાઈટ છે, પર પ્રકાશક છે. એટલે અમારામાં બુદ્ધિ હોય જ નહીં, પછી બુદ્ધિ વપરાય જ નહીં.
પ્રશ્નકર્તા : આ સાઠ વર્ષમાં બુદ્ધિ ચારે તરફથી ભેગી કરી હોય, તેને હવે તમે કહો કે એને કાઢી નાખો તો એ કેવી રીતે નીકળે ?
દાદાશ્રી : એને તમારે કાઢી નાખવાની નહીં. એ તો હું કરી આપીશ. એ તો જે બુદ્ધિ વગરનો હોય તે કાઢી આપે. બુદ્ધિ તો આપણે બંધ કરવી હોય ને, તો બંધ ના થાય. એ તો જ્ઞાનીની કૃપાથી બંધ થાય. અબુધ થવા તો બહુ કૃપા જોઈએ. એવું છે ને, ચોરને દહાડો ના ગમે. દહાડો થાય એટલે ચોરને કંટાળો આવે. એ તો રાતે ચંદ્રમાં ક્યારે આવે ને ક્યારે બહાર જઈએ એમ કરે. એવી રીતે આ બુદ્ધિને
અંધારું જ ગમે અને ડખો ર્યા જ કરે. એ માણસને ઈમોશનલ કરે. બાકી બુદ્ધિની જેટલી જરૂર છે, એ તો એની મેળે કુદરતી રીતે છે જ.
ચલાય બુદ્ધિની સલાહે ! પ્રશ્નકર્તા : તમારી છાયામાં આવ્યા પછી, બુદ્ધિ જો છેતરે તો એના જેટલો દુર્ભાગી જીવ કોઈ નહીં.
દાદાશ્રી : તોય છેતરે. બહુ હોશિયારને પણ છેતરે. માટે તમે ઓળખી રાખો. હું તમને શું કહું છું, બુદ્ધિ કંઈ પણ સલાહ આપવા આવે ને ત્યારે કહીએ, તું તારી મેળે પિયર જા અને હવે મારે તારું કામ નથી. બુદ્ધિ એકલીની સલાહ ના સંભળાય.
પ્રશ્નકર્તા : દાદા કહે છે ને કે બુદ્ધિબેનને કહો કે તમે પિયર જાવ. પણ એક વખત કહેવાથી નથી જતી. - દાદાશ્રી : એ ન જાય. પણ આપણે એક ફેરો કહ્યું છે, ત્યારથી એ સમજી જાય કે હવે અળખામણી થઈ છું, હવે વહાલી નથી એવું સમજી જાય. આપણે જેને ડાઈવોર્સ આપવાના હોય, તેને એકાદ ફેરો બોલીએ નહીં, ‘તમે જાવ અહીંથી.” તો એ શું સમજે ? માટે એને કહી દઈએ કે તારે ને મારે છૂટું થવાનું. એવું કહી દઈએ ત્યારથી એને વહેમ પડી જાય ને પછી બુદ્ધિ જોર ના કરે અને કહેવા આવે ને, તોય દબાતી દબાતી આવે કે એના મનમાં એમ કે, વઢશે કે શું કરશે ? વઢશે કે શું કરશે ?
બુદ્ધિ ભમાવે ત્યારે આપણને મૂંઝવે. એટલે આપણે પહેલેથી જ કહી દેવું, ‘તું મને સલાહ જ ના આપીશ. મારે તારી સલાહ જોઈતી નથી. બહુ દહાડો તારી સંસારમાં સલાહ કામ લાગી. છોકરો પૈણાવતી વખતે, છોડી પૈણાવતી વખતે, બધા વખતે તારી સલાહ કામ લાગી છે પણ હવે તો મારે મોક્ષે જવું છે. તારી સલાહનું હવે કામ નથી.'
- બુદ્ધિએ તો અત્યાર સુધી કામ કર્યું સંસારમાં. દાદાનું જ્ઞાન નહોતું ત્યારે કંઈ એમ ને એમ સ્થિર પડ્યા'તા ? ત્યારે કહે, “ના, જીવતા'તા