________________
૧૫ર
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડેખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૫૩
ને ! પાનેય ખાતા'તા ને બધું કરતા'તા.” પણ તે આ બુદ્ધિએ કામ કર્યું ને આપણું. બુદ્ધિએ ચલાવ્યું'તું ને ! ત્યારે એ નહોતું ચલાવ્યું ? પણ એ મોક્ષમાં ના જવા દે. એની હદ સંસારમાં રાખવા પૂરતી. ટોપ ઉપર બેસાડે પણ અહીંથી બહાર નીકળવા ના દે.
પ્રશ્નકર્તા : બુદ્ધિનો ત્યાગ કેવી રીતે કરી શકીએ ?
દાદાશ્રી : બુદ્ધિનો ત્યાગ કરવાનો નથી. બુદ્ધિ એ આમ ત્યાગ કરી શકીએ એવી વસ્તુ નથી. એ તો મહીં ભાવ રાખવાનો કે મારે હવે બુદ્ધિની જરૂર નથી. એવો ભાવ રાખવાથી, એ દહાડે દહાડે ઘટતી જાય અને બુદ્ધિની જરૂર છે એવો ભાવ હોય ત્યાં સુધી બુદ્ધિ વધતી
જાય.
પ્રશ્નકર્તા : એટલે આપણો ભાવ ઠેઠ સુધી અબુધ થવાનો હોવો જોઈએ ?
દાદાશ્રી : હા, બસ એટલું જ થવાની જરૂર છે. એ ભાવ એકલો જ આપણા હાથમાં છે, કર્તવ્ય આપણા હાથમાં નથી. કર્તવ્ય તો અજ્ઞાન છે ત્યાં સુધી કર્તવ્ય છે. આ જ્ઞાનથી કર્તવ્ય રહેતું નથી.
એ ફાઈલ' ! પ્રશ્નકર્તા (મહાત્મા) : બુદ્ધિ એ ફાઈલ ખરી ? બુદ્ધિ એ ફાઈલમાં ના ગણાય ?
દાદાશ્રી : ના. છતાં ફાઈલમાં ગણવી હોય તો ગણો. ના ગણવી હોય તો જરૂર નથી. ફાઈલને શું લેવાદેવા ? આપણે એનું ના માનવું હોય તો કોણ મનાવનાર છે ? મેં નક્કી કર્યું કે ઘરમાં આ માણસ કહે છે એ મારે માનવું નથી. એવું કહે છે ને ?
પ્રશ્નકર્તા : એટલે એ સમભાવે નિકાલ કરવાની વાત નથી ?
દાદાશ્રી : “ના માનવું એટલે મેં મનમાં નક્કી જ કરી રાખેલું છે કે, છો ને બોલતો, મારે નથી માનવું. એની સલાહ મારે ના જોઈએ.
ને ફાઈલનો તો સમભાવે નિકાલ કરવો પડે. પણ ફાઈલ નથી એ. આ તો ‘વે ટુ તાજમહાલ' છે, તો એ વાંચીને આપણે તાજમહાલ જવું હોય તો જાવ, લબડાવા માટે. આજ્ઞામાં આ વસ્તુ આવતી નથી. વગર કામની પીડા છે આ તો. આજ્ઞાની બહાર કશું કરવાનું નથી. તો જયારે ઊભી થાય ત્યારે કહી દેવાનું કે, “આજ્ઞામાં નથી આવતી માટે જાવ.'
પ્રશ્નકર્તા : આ ચંદુભાઈ ફાઈલ છે, તો પછી એ ફાઈલનો ભાગ છે ને ? ફાઈલનો એક કાગળ તો ખરો કે નહીં, બુદ્ધિ ?
દાદાશ્રી : ના, બુદ્ધિ એ ફાઈલ નથી. આપણે તો ફાઈલનો નિકાલ કરવાનો ચંદુભાઈ જોડે અને ચંદુભાઈએ બુદ્ધિનો નિકાલ કરવાનો છે. ચંદુભાઈએ ના માનવું જોઈએ. ચંદુભાઈએ બધાની વાત સાંભળવી, પણ બુદ્ધિની વાત સાંભળવી નહીં.
પ્રશ્નકર્તા : એટલે ‘આપણે' ચંદુભાઈને સમજાવવાના કે આ બુદ્ધિનું સાંભળશો નહીં ? દાદાશ્રી : હા, બસ, કહો ચંદુભાઈને !
એ અટકાવે નિદિધ્યાસત ! પ્રશ્નકર્તા : દાદાનું કે કોઈનું પણ નિદિધ્યાસન થાય નહીં, ફોટો પડે જ નહીં, એનું શું કારણ ?
દાદાશ્રી : એ તો બુદ્ધિ છે. એ ડખલ કરનારી બુદ્ધિ છે. પ્રશ્નકર્તા : તો શું કરવું ?
દાદાશ્રી : કશુંય નહીં. બુદ્ધિ ડખલ કરે છે, એવું આપણે જાણીએ છીએ કે આ ડખલ કરનારી છે. એ ડખલ કરનારને લીધે આવું દેખાય છે. કેટલાક માણસ કહે છે કે, ‘દાદા, નિદિધ્યાસનમાં એક્કેક્ટ મોટું નથી દેખાતું.” મેં કહ્યું, ‘એ બુદ્ધિ ડખલ કરે છે પણ આપણે એક્કેક્ટ છે એવું જ જોઈ લઈએ.
પ્રશ્નકર્તા : બુદ્ધિ કઈ રીતે ડખલ કરે છે ?