________________
૧૫૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
૧૫૫
દાદાશ્રી : એ તો આપણને, હમણે નિદિધ્યાસન કરતા હોય ને, તો બીજામાં ઢસડ ઢસેડ કરે.
પ્રશ્નકર્તા : અથવા તો બુદ્ધિ એમ કહ્યા કરે કે નિદિધ્યાસન નથી આવતું ?
દાદાશ્રી : હા, બસ. ‘નથી આવતું એવું હઉ કહેવા લાગે. સંસારમાંથી મોક્ષ તરફ ખસવા નહીં દેવાની એની દલીલો હોય બધી. બંધનમાં જ રાખવાની દલીલો હોય અને એટલે ડખલેય એવી કરે.
પ્રશ્નકર્તા : આપણે ના કરવું હોય એવું કરાવડાવે.
દાદાશ્રી : હા, એવું કરાવડાવે. એટલે નિદિધ્યાસન બેસે નહીં, એ બુદ્ધિની ડખલો હોય. અને નિદિધ્યાસન બેઠા પછી ખસતુંય નથીને લોકોને, એક સેકંડેય ખસતું નથી પછી !
પ્રશ્નકર્તા : એકવાર બેસે પછી ન ખસે, પણ આ તો નિદિધ્યાસન નથી આવતું એની જ વાત છે.
દાદાશ્રી : એ બેસે છે ક્યારે કે જ્યારે આપણને અડચણ આવે છે ત્યારે બેસે છે. શારીરિક અડચણ આવે છે ત્યારે આપણને દુઃખમાં ચિત્ત રહે, તે વખતે નિદિધ્યાસન રહે તો જરા શાંતિ રહે. ત્યારે વધારે સારું બેસી જાય. રસ્તામાં ગાડીમાં જતા હોય છે, આંખ મીંચી કે દાદા દેખાય એવું નિદિધ્યાસન થઈ ગયેલું હોય છે લોકોને. પછી ઉપાધિ જ નહીં ને ! દાદા સાક્ષાત્ રહેતા હોય પછી ઉપાધિ જ નહીં ને ! તમે તો એમ કહેતા હતા ને કે મારે તો દાદાની પાછળ જ પડવું છે. એટલે રૂબરૂ નિદિધ્યાસન સારું આપણે તો !
પ્રશ્નકર્તા : આ નિદિધ્યાસન કહ્યું, એ આખી મૂર્તિની કલ્પના કરવી જોઈએ ને ? પહેલાં તો આભાસ થવો જોઈએ ને ?
દાદાશ્રી : નિદિધ્યાસન એટલે બિંબ દેખાવું, ગમે તેવું. બુદ્ધિ એક્કેક્ટ નિદિધ્યાસન ના દેખાડે.
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
પ્રશ્નકર્તા : ઓળો પડે ?
દાદાશ્રી : હા, ઓળો પડે, બસ. પણ બુદ્ધિ એઝેક્ટ ના દેખાડે. બુદ્ધિ હોય તે, એક્કેક્ટનેસને ભૂંસી નાખે.
પ્રશ્નકર્તા : તો પછી એનું શું કરવાનું ? દાદાશ્રી : કશો વાંધો નહીં. ઓળો પડે એટલે બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા : નિદિધ્યાસનમાં પ્રતિબિંબ પડવું જોઈએ ? દાદાશ્રી : તો જ એમની ડિરેક્ટ શક્તિ મળે.
જ્ઞાનવિધિ વખતે... આ જ્ઞાનવિધિ વખતે બુદ્ધિ આમાં ડખો કરે એટલે આપણે બુદ્ધિને કહીએ કે આજનો દહાડો બહાર બેસી રહેજે. આટલું અમને પૂરું કરી લેવા દે. આવું કહીએ ત્યારે પછી છે તે બુદ્ધિ ડખો ના કરે. એટલા માટે તો આ ડૉક્ટરો માણસને બેભાન કરીને પછી ઓપરેશન કરે. હા, નહીં તો બુદ્ધિ ડખો કરે તો આખો કેસ બગડી જાય. અને આપણે અહીં તો જ્ઞાન આપીને ભાનમાં લાવવાના છે. એટલે પછી તમારે એટલું કહી દેવાનું કે આજનો ટાઈમ, અત્યારે સાડા નવ વાગ્યા સુધી બહાર બેસી રહે. એટલે પછી તમે તમારે ઘેર જાઓને, તો ત્યાં ભેગી થાય. પછી જમાડજો. એટલે આજનો દહાડો બુદ્ધિને બહાર બેસ એવું કહેવાય કે ના કહેવાય ? એક દહાડો રજા આપવી.
બુદ્ધિ સ્વીકારે તો જ દેખાય “એ' ! પ્રશ્નકર્તા (મહાત્મા) : આપે બે આજ્ઞા કહી કે, રિલેટિવ ન્યૂ પોઈન્ટ અને રિયલ લૂ પોઈન્ટ, એ દૃષ્ટિથી જોવું. એટલે ગાયને રિલેટિવમાં ગાય છે અને ખરેખર શુદ્ધાત્મા છે. એની એક્ઝક્ટ દૃષ્ટિ એ કેવી રીતે હોય ?
દાદાશ્રી : આ તમને આત્માનું જ્ઞાન આપ્યું તેમાં એક્કેક્ટ દૃષ્ટિ