________________
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૫૩
૧૫૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) આપી હતી કે ખાલી બિલીફ જ છે. રોંગ બિલીફ ફ્રેકચર કરી આપી, તે રાઈટ બિલીફ થઈ ગઈ, બસ. બુદ્ધિની તો વચ્ચે ડખલ છે જ નહીં અને તે સમજણ બુદ્ધિથી સમજાય એવી છે. બુદ્ધિથી સમજાય ત્યારે તો એવું કરે છે. પછી જોવાનું કેમનું છે ? આ આંખથી દેખાતું હશે ?
પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે અમને એક એક જીવમાં શુદ્ધાત્મા દેખાય ?
દાદાશ્રી : અમારી વાત જુદી છે ને તમારી વાત જુદી છે. એ કંઈ કહેવાય નહીં. તમારે અર્થ કાઢવાનો કે બુદ્ધિથી સમજાય એવું કેમ નથી ?
પ્રશ્નકર્તા : એ સમજાય.
દાદાશ્રી : બધા બુદ્ધિવાળા કબૂલ કરે કે આ સમજાય એવું છે. પછી શો વાંધો છે ? આંખનું આંખથી દેખાવું, બુદ્ધિથી દેખાવું જોઈએ તો સાચી શ્રદ્ધા બેસે. લોકોને કહેશે કે, ‘તું અહીંયાં સારું કામ કર તો પુણ્ય બંધાશે.’ તો કંઈ એને દેખાય છે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : બુદ્ધિથી બતાવેલું બધા એક્સેપ્ટ (સ્વીકાર) કરે. તારું કેમ આવું થઈ ગયું છે ?
પ્રશ્નકર્તા : ના, આ તો વિશેષ જાણવા મળે, દૃષ્ટિ મળે એટલા માટે.
દાદાશ્રી : ચાલો. પછી આંખથી પાંચ ઈન્દ્રિયોનું પૂતળું દેખાય. બુદ્ધિથી એથી વિશેષ દેખાય.
પ્રશ્નકર્તા : બરાબર. અને જ્ઞાનથી સંપૂર્ણ દેખાય ?
દાદાશ્રી : એ તો સહેજેય સમજાય એવી વાત છે. સામાને સંતોષ ના થાય, પણ પેલી વાતનો સંતોષ થાય છે ને ? કો'કને સારું કામ કરવાનું કહીએ અને કહીએ કે એનાથી પુણ્ય બંધાશે, તે તરત એને પોતાને સમજાય છે ને ? બુદ્ધિથી નથી સમજાતું ?
પ્રશ્નકર્તા : સમજાય.
દાદાશ્રી : અને આશરે એમ ને એમ કહે કે, “ભઈ, બધામાં ભગવાન છે.’ તો બુદ્ધિ અને એક્સેપ્ટ ના કરે. બુદ્ધિએ એક્સેપ્ટ કરવું જોઈએ. હું કહું કે, ‘બધામાં ભગવાન છે, બધામાં ભગવાન જો જો', બુદ્ધિ એક્સેપ્ટ ના કરે ને તો એનો અર્થ નથી, એ મિનિંગલેસ છે. એવું કહેવાથી કંઈ બધામાં ભગવાન જોવાતા નથી, પણ આ વાત ઠીક છે, એવું બિલકુલ ના બોલે, તેના કરતાં સારું છે અને ખરેખર તો છે જ ને ભગવાન, એમાં વાત ખોટી તો નથી ! પણ જ્યાં સુધી બુદ્ધિ એક્સેપ્ટ ના કરે, ત્યાં સુધી જેવું જોઈએ તેવું ફળ ના મળે. આ તો આપણી જ્ઞાનવિધિ પછી રોંગ બિલીફ ફ્રેકચર થાય છે, રાઇટ બિલીફ બેસે છે. એટલે પછી બુદ્ધિ એક્સેપ્ટ કરે છે. અને બુદ્ધિએ એક્સેપ્ટ કર્યા, પછી ફળ મળે છે.
બુદ્ધિ, પ્રજ્ઞા તે દર્શન ! પ્રશ્નકર્તા : દાદા, આ જે દર્શનમાં આવે છે, એ દર્શન એ પ્રજ્ઞાનો ગુણ કે બુદ્ધિનો ?
દાદાશ્રી : દર્શન તો પ્રજ્ઞાને દેખાડનારી વસ્તુ છે. દર્શન એટલે પ્રતીતિ કે આપણે આત્મા છીએ ને એની પ્રતીતિ રહે. અને પ્રતીતિ બેસે તો એ પ્રાપ્ત થાય.
પ્રશ્નકર્તા : એ પ્રતીતિ કોને બેસે છે ?
દાદાશ્રી : પ્રતીતિ અહંકારને બેસે છે કે ખરેખર હું આ નથી પણ આ છું. જે અહંકારને પ્રતીતિ હતી કે હું ચંદુ છું, એ પ્રતીતિ ઊઠી અને આ બેઠી. એનું નામ દર્શન.
પ્રશ્નકર્તા : પણ એ પ્રતીતિ પ્રજ્ઞાને લીધે બેસે છે ?
દાદાશ્રી : ના, પ્રજ્ઞા નથી કરાવતી. આ જ્ઞાન હોવું જોઈએ, એ આ પ્રતીતિ કરાવે છે અને દાદા ભગવાનની કૃપા કરાવે છે. હું જ્ઞાન