________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : ના, જે થઈ રહ્યું છે એ ચારિત્રમોહ ના કહેવાય. આપણે આમાં ડખો કરીએ તે ચારિત્રમોહ કહેવાય. આમ રાત્રે સૂઈ ગયા એ મોહ કહેવાય નહીં અને સૂઈ ગયા પછી કહે કે આજે બહુ ગરમી છે, એ ચારિત્રમોહ કહેવાય. સૂવાનો વાંધો નથી, ખાવાનો વાંધો નથી. ખાવું એ ચારિત્રમોહ નથી, પણ આપણે કહીએ કે શાક બરાબર નથી એ ચારિત્રમોહ છે. હા, જેવું હોય તેવું, ઈઝીલી, સહજભાવે. ના અનુકૂળ આવે તો ના ખાય, અનુકૂળ આવે એ ખાય, પણ બોલવાકરવાનું નહીં. કશું ડખો નહીં. જેટલો ડખો છે એટલો ચારિત્રમોહ,
પ્રશ્નકર્તા : બાકીના ટાઈમમાં જ્ઞાતા-દ્રષ્ટા ?
૧૪૦
દાદાશ્રી : એ તો જ્ઞાતા-દ્રષ્ટા હોય જ. ડખો નહીં એટલે જ્ઞાતાદ્રષ્ટા. ડખો કર્યા વગર રહે નહીં. મોંઘા ભાવની કેરી લાવ્યા અને જરાક ખાટી નીકળે, તે કહેશે કે “તું મને કહીને ગયો હોત તો સારું. હું તને કહેત કે અમુક દુકાનેથી લઈ આવ.' આવું હઉ કહે. ડખો કર્યા વગર રહે નહીં અને પછી એમેય પાછા જાણે કે આ ડખો થઈ ગયો, આ ન થવું જોઈએ. ચારિત્રમોહનો ખરો અર્થ ડખો. આ તમે ખાવ છો, પીવો છો, એ નહીં. ચા-બા પીવો છો, એ નહીં. હા, ‘ચા વગર નહીં ચાલે' એ ડખો. કોઈ પણ ચીજ વગર મારે ચાલે નહીં એ ડખો. જે આવે તે ચાલે. પછી બીજી વખત જેને સ્પૃહા નથી કોઈ પણ વસ્તુની, ડખો નથી, તેને કંઈ નહીં.
પ્રશ્નકર્તા : એની શુદ્ધ નિર્જરા થઈ રહી છે ?
દાદાશ્રી : હા, શુદ્ધ નિર્જરા. એ તો થઈ ગયું ખલાસ ! ચોખ્ખું થઈ ગયું. બીજું ચોખ્ખું કરવાનું રહ્યું, તે આ ચારિત્રમોહ ચોખ્ખો કરવાનો રહ્યો.
પ્રશ્નકર્તા ઃ કારણ કે બીજી કોઈ ક્રિયાના આપણે માલિક નથી. જે કંઈ થઈ રહ્યું છે એના માલિક નથી.
દાદાશ્રી : એ તો ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૪૧
પ્રશ્નકર્તા : એમાં ડખો કરીએ તો જ ચારિત્રમોહ.
દાદાશ્રી : ડખો કરીએ તો ચારિત્રમોહ. નહીં તો ભગવાન મહાવીર ચાલ્યા તેને ચારિત્રમોહ કહેત. ચાલત શી રીતે ? એવું નહીં. મહાવીર ખાતા હતા, ચાલતા હતા, બધું જ કરતા હતા.
પ્રશ્નકર્તા : પણ તો તમે કહ્યું ને કે આ વિધિ કરીએ એ
ચારિત્રમોહ.
દાદાશ્રી : વિધિ કરવાનો વાંધો નથી પણ એમાં ડખો હોય છે કે આ કર્યા વગર નહીં ચાલે મારે. સહજાસહજ મળ્યું તો કંઈ નહિ ને ના મળ્યું તોય કંઈ નહીં પણ ડખો નહીં. કોઈ પણ વસ્તુમાં ડખો માત્ર ના હોવો જોઈએ. ચા મળે તો પીએ અને ના મળે તો કંઈ નહીં. યાદ આવે તેય ડખો !
પ્રશ્નકર્તા : જમવાનું યાદ આવે એ ચારિત્રમોહ ?
દાદાશ્રી : જમવાનું યાદ આવે એ ચારિત્રમોહ નહીં. ભૂખ લાગે એ ચારિત્રમોહ નહીં. ભૂખમાં શું ખઈશ એ ચારિત્રમોહ. આ જોઈશે
મારે એ ચારિત્રમોહ. ખાય-પીએ તેને કોઈ ના નથી. બાવીસ રોટલી
ખાતો હોય તોય ભગવાનને ત્યાં વાંધો નથી. આ લોકોને વાંધો છે તે કહે કે, ‘બહુ ખા ખા કરે છે આ !' પછી બીજે દહાડે બે રોટલી હોય તો બે ખાય, પણ ડખો નહીં.
પ્રશ્નકર્તા : એટલે ટોટલ (પૂર્ણ) સહજ.
દાદાશ્રી : સહજ સિવાય બીજો બધો ડખો. હવે આ ડખો છે, ત્યાં સહજ થઈ જાવ એવું કહે છે. હવે ત્યાં સહજ થઈ ગયા એટલે તમારે કશી લેવાદેવા નહિ, તમે મુક્ત જ છો.
પ્રશ્નકર્તા : અને ખાઈએ-પીઇએ નહીં, તો એ બધી ક્રિયા કરી કહેવાય ? એને શું કહેવાય ?
દાદાશ્રી : ના, એ ક્રિયા ના કહેવાય. ‘કરું છું’ એમ કહે તો