________________
૧૩૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૩૯
પ્રશ્નકર્તા : એટલે જેમ આજ્ઞામાં વધુ રહેતા જઈએ, તેમ તેમ ડખો ઓછો થાય ?
દાદાશ્રી : પછી ડખો નહીં કરે. બુદ્ધિને મેલો પૂળો ! થઈ જાવ શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું !
બુદ્ધિના ખાતા સ્વરૂપો.... પ્રશ્નકર્તા (મહાત્મા) : અત્યાર સુધી બુદ્ધિથી ચલાવ્યું છે, એટલે બુદ્ધિ ઉપર મોહ થઈ ગયો છે કે આ જ સાચું છે. બુદ્ધિ જ સાચી છે.
દાદાશ્રી : એમ ? પણ બુદ્ધિ ખોટી છે એવું કોઈ માને જ નહીં ને કોઈ દહાડોય ! એ માને નહીં. પણ હજુ આ બધો ચોટેલો માલ છે ને, એ ઉખડે નહીં ત્યાં સુધી બુદ્ધિ જ ઉખાડેને પાછું ! બુદ્ધિથી ઉખાડે ને પાછું આપણે જ્ઞાનથી ઉખાડવાનું.
પ્રશ્નકર્તા : એટલે સમ્યક બુદ્ધિ થાય તો પાછી ઉખાડતી જાય
ને ?
પ્રશ્નકર્તા : જ્ઞાન પરિણામ પામે પછી પણ એવી બુદ્ધિ ડખો કરે?
દાદાશ્રી : ડખો કરે. જ્ઞાન એક બાજુ ચોખ્ખું કરે. બુદ્ધિ ડખો કરે અને જે ચોખ્ખું થાય એ આપણું. ડખો કર્યો એ ગયું. ડખો કર્યો હતો તે ઊડી ગયું. ડખો ર્યા વગર રહે નહીં ને !
પ્રશ્નકર્તા : એ જ ચારિત્રમોહ થયો ?
દાદાશ્રી : એ જ ચારિત્રમોહ. ચારિત્રમોહ એ બુદ્ધિ. બધું બુદ્ધિને આધીન ચારિત્રમોહ છે. દર્શનમોહ એ ગાઢ બુદ્ધિનો પ્રતાપ છે અને ચારિત્રમોહ એ મંદબુદ્ધિનો પ્રતાપ છે. ચારિત્રમોહ એટલે શું ? બુદ્ધિ હવે ખલાસ થવા માટે આવી છે. અને પેલો જે દર્શન મોહ છે ને, એનાથી બુદ્ધિ ખલાસ થાય નહીં, બુદ્ધિ વધ્યા જ કરે. ચારિત્રમોહનો વાંધો નથી. નિવેડો લાવો તો વાંધો નથી. ચારિત્રમોહ ઉપર રાગ-દ્વેષ ના કરે, એનું નામ વીતરાગ. છોકરાએ લાખ રૂપિયા ખોયા, તે ઘડીએ આપણને ચારિત્રમોહ શું કહે ? તને પહેલેથી સમજણ હતી નહીં, પહેલેથી અક્કલ ન હતી, તે આ ઊંધું બાફયું. આ પાછો ચારિત્રમોહ, એમની પાછળ તમને પોતાને સમજાય કે આ ખોટું થઈ ગયું. આ બોલીએ છીએ તે ખોટું છે. તે ઘડીએ ભૂંસી નાખે છે. પેલાને કહે ખરો, ડખો કરી નાખે.
પ્રશ્નકર્તા : ડખો કરી નાખે એ ચારિત્રમોહ અને પછી જ્ઞાન ભૂંસી નાખે.
દાદાશ્રી : દર્શનમોહવાળાનો નિવેડો ના આવે, ચારિત્રમોહવાળાને નિવેડો આવશે એવું નક્કી થઈ ગયું. ગમે એટલું જબરજસ્ત હોય તોય ! તમારામાં ચારિત્રમોહ થોડોઘણો ખરો કે ? તમારે શેનો ?
પ્રશ્નકર્તા : આ ચારિત્રમોહ જ છે ને ? આ સવારથી ઊઠીને સાંજ સુધીનો ચારિત્રમોહ જ છે ને ?
દાદાશ્રી : ના, એ ચારિત્રમોહ ના કહેવાય. પ્રશ્નકર્તા : આ જે જે કરીએ તે શું કહેવાય ?
દાદાશ્રી : સમ્યક બુદ્ધિ તો પાછું નવું લેવા માટે. આ જે જૂની છે ને બુદ્ધિ, એ તો આપણને શું દેખાડે કે કો’કે અહીં દૂધ ઢોળ્યું હોય, તો બુદ્ધિ શું કહે કે ખોટ ગઈ આ ! એટલે આપણે કહેવાનું કે આ સાચવવું હતું કે, આમ હવે તે ઘડીએ બુદ્ધિ એમ કહે ને ત્યાં આપણું જ્ઞાન શું કરે ? ‘આમ કરવાની જરૂર નથી આ.” એટલે પેલી બુદ્ધિ એનો પાઠ ભજવી છે, ત્યારે ચોખ્ખું થાય.
પ્રશ્નકર્તા : એટલે આ બુદ્ધિ તેનો પાઠ ભજવ્યા વગર રહે જ નહીં ?
દાદાશ્રી : એ તો ભજવે ને !
પ્રશ્નકર્તા : એટલે આપણે આમનેસામને જ્ઞાન કરીને એને ચોખ્ખું કરીએ તો જ ? એ પાઠ ભજવ્યા વગર પછી ઊડી જાય, દાદા ?
દાદાશ્રી : ના, ના, એ તો પાઠ ભજવે જ ને !