________________
૧૨૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૨૩ પ્રશ્નકર્તા : એવું જ કહે છે, પણ આમાં અહંકાર પછી શું કરે
આપણે કહી દો” એ બધું અહંકાર નથી, એ બુદ્ધિ છે. તું આવું જાણતો નહોતો ?
પ્રશ્નકર્તા: આ દાખલો જે મૂક્યોને, એનાથી પેલું સચોટ થઈ જાય. નહીં તો શબ્દોમાં બાધભારે વાત રહે.
દાદાશ્રી : બરોબર છે. એ બુદ્ધિ તો એમેય કહે કે ‘બેન જશે મોટાભાઈને ત્યાં, આપણે શી ભાંજગડ ? આપણે કંઈ લેવું નહીં, કંઈ દેવું નહીં, વગર કામની આ બધી પીડા.”
પ્રશ્નકર્તા : એ બુદ્ધિ શાથી એવું બોલે ?
દાદાશ્રી : એનો પ્રભાવ પાડી દેવા માટે. એના કહ્યા પ્રમાણે તમને ચલાવવા માટે. એમાં એને કંઈ ઈનામ મળવાનું નથી, પણ આપણી પાસે ભાઈસા'બ કહેવડાવે.
પ્રશ્નકર્તા : આ બુદ્ધિનું આપણી પરનું ચલણ છે, એ તો પોતે અમુક અભિપ્રાય પાડ્યા છે ને કે બેન આવી છે, તેથી આ બુદ્ધિનું ચલણ શરૂ થાય છે ને ?
દાદાશ્રી : નહીં, એનો રોફ પડી જાય તેથી. અભિપ્રાયથી તો મન ઊભું થયેલું હોય, એમાં બુદ્ધિને શું લેવાદેવા, બિચારીને ?
પ્રશ્નકર્તા : તો બુદ્ધિનું શાથી ચલણ હોય છે ?
દાદાશ્રી : એ છે તે તમને ચલાવે, એના ધાર્યા પ્રમાણે તમને દોરવણી આપે. આ ભાઈ તને વઢ્યા એટલે એ તને દોરવણી આપે. સારી કન્ટ્રોલેબલ બુદ્ધિ હોય તો એય દોરવણી આપે કે “આપણે હવે બોલવું નથી કહ્યું. મેલોને છાલ, નક્કામો કકળાટ વધશે.” એય બુદ્ધિ આપે. અને જો બુદ્ધિનો રોફ વધી ગયો હોય તો બુદ્ધિ કહેશે કે ‘કહી દોને ચોખેચોખ્ખું, આપણે કશું લેવું નથી, નથી એમના ઘરમાં ભાગ લેવો, નથી પૈસા જોઈતા, મેલોને છાલ, કહી દેવું હોય તો કહી દો, વહેંચી નાખો.” એવું બુદ્ધિ કહે કે ના કહે ?
દાદાશ્રી : અહંકારને શું લેવાદેવા ? પ્રશ્નકર્તા : પણ એ બુદ્ધિ જોડે ભળે ને.....
દાદાશ્રી : અહંકારની વાત છે જ ક્યાં છે ? આ તો બુદ્ધિ વધઘટ થાય.
પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી પણ ?
દાદાશ્રી : અહંકાર ઊભો થાય તો જ્ઞાન જ જતું રહ્યું અને બુદ્ધિ વધ-ઘટ થવાથી કંઈ જ્ઞાન જતું રહેતું નથી.
પ્રશ્નકર્તા : પણ દાદા, ડિસ્ચાર્જ અહંકાર તો રહ્યો છે ને ?
દાદાશ્રી : એને ને આપણે શું લેવાદેવા? એ તો ડિસાઈડ થયેલો છે. એ પહેલાની ફિલમો પડેલી છે. એ તો મરેલો, મડદાલ છે.
પ્રશ્નકર્તા : એ ડિસ્ચાર્જ અહંકાર છે, તે બીજાને પ્રોબ્લેમ કરે એવો પણ હોય ને ? તો એનું સોલ્યુશન ?
દાદાશ્રી : હોય છે, પણ તે છે ડિસ્ચાર્જ.
પ્રશ્નકર્તા : પણ એનાથી જે અવળા શબ્દો બોલાઈ ગયા અને સામાને દુઃખ થાય તો ?
દાદાશ્રી : એ તો થાય, તો પ્રતિક્રમણ કરો. તમારે છૂટવું હોય તો પ્રતિક્રમણ કરો. પણ એ અહંકાર તો એનું ગાયન ગાવાનો જ. એનું ગાયન છોડે નહીં. એ તો એના રાગમાં બરોબર ગાવાનો.
પ્રશ્નકર્તા : એ સામા બધાને હલાવી નાખે ને ?
દાદાશ્રી : હા, અરે, ભાઈને એટલે સુધી તું કહી દઉં ને કે, ‘તમારામાં મૂળથી અક્કલ ઓછી છે”. એટલે પેલા કહેશે, “તેં મારી અક્કલ તોલી ! કોઈએ તોલી નહીં ને તું એકલો જ તલનાર