________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
નીકળ્યો ?” એય બુદ્ધિશાળીને. એય કંઈ કાચા છે ? ‘આવી જાવ’ કહેશે. એટલે ધડધડાકા, એટમબોમ્બ ફૂટવા માંડે. તે તરત ને તરત વહેંચી નાખે ને પછી પસ્તાય.
૧૨૪
પ્રશ્નકર્તા : આ વહેંચણ કરી નાખવું, એય બુદ્ધિનું કામ છે ? દાદાશ્રી : ત્યારે બુદ્ધિનું જ ને, બીજું શું ? પણ પછી રાંડ્યા હોય એવું લાગે. તને આવો અનુભવ નથી આવતો ?
પ્રશ્નકર્તા : તમે જે દાખલા આપો છો ને, ત્યારે એક્ઝેક્ટ દેખાય
છે.
દાદાશ્રી : હા, ને પાછું કહેશે, એમને જે કરવું હોય તે કરશે. આપણે તો આ છૂટ્યા અહીંથી, ચાલો, હેંડો. આ ક્યાં સુધી આવો કકળાટ ફાવે, કાયમ આખી જિંદગી.' તે દહાડે તો આખી જિંદગીનું સરવૈયું કહે.
કેટલાકની મા તો એવું બોલે કે “તું તો નાનો હતો ત્યારે મને બચકું ભરી લીધું હતું. આ તો નાનપણથી જ એવો છે.' એવું બધું કહે. પ્રશ્નકર્તા : આ વઢે છે ને જ્યારે, એટલે કે બુદ્ધિનું ચલણ શરૂ થાય ને, તો એ પ્રમાણે બધું બોલે ને ભેદ પાડી નાખે.
દાદાશ્રી : બુદ્ધિનું ચલણ હોય તો બહુ જ બોલે, પાર વગરનું બોલે. પછી પોતાને પસ્તાવો થાય કે આટલું બધું બોલી જવાયું. અને સામો છે, એય એટલું બોલે. એ કંઈ છોડે નહીં.
પ્રશ્નકર્તા : હવે આના ઉપાયમાં શું રહ્યું ?
દાદાશ્રી : એના ઉપાયમાં તો એ દોર તૂટ્યો એટલે પછી ગાંઠ વાળવાની ને ફરી ખેંચવાનું પાછું. ગાંઠો પાડતા જવાનું ને ખેંચતા જવાનું, ને ગાંઠો પાડતા જવાનું (!) તૂટ્યું એટલે સાંધવું ના પડે ? ગાંઠ વાળવી ના પડે ?
વ્યવહારમાં એવું કહે છે કે તમે આ દોર ખેંચો પણ તમે ગાંઠ
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
પડવા ના દેશો. જો દોર તોડી નાખશો તો ગાંઠ વાળવી પડશે અને પછી ખેંચવું પડશે. એના કરતાં ગાંઠ વાળતાં પહેલાં, પેલાનું બહુ જોર લાગે, જરા એની બાજુ ખેંચાય તો તમે ધીમે ધીમે મૂકી દેજો. નહીં તો તોડ્યા પછી ગાંઠ વાળવી પડશે ને ફરી પાછા ખેંચવાના તો છો જ. તો કેટલી ગાંઠો વાળવી ?
૧૨૫
પ્રશ્નકર્તા : એ જ્યારે ફરી પેલું ખેંચે છે ને, ત્યારે પેલું ભાન નથી રહેતું ?
દાદાશ્રી : નથી રહેતું ને તેથી અમે કહ્યું કે ભઈ, આપણે એમ જાણીએ કે આ બહુ ખેંચ્યું, તોય હજુ હાથમાં આવે એવું નથી. માટે આપણે મૂકી દો. પણ તે તરત મૂકી દઈએ, તો પેલા બધા પડી જાય. એટલે આપણે જરા ધીમે ધીમે મૂકવું. પડી જવાય તોય આપણું ખોટું દેખાય ને ? નહીં તો કહેશે, એવું શું ખેંચ્યું તે અમને પાડી નાખ્યા ?” એ હિંસા ના કહેવાય ? અને ફરી આપણો લાગ હોય તો એવું પાડી નાખે. ‘લે પાડ્યોને, આણે જ પાડ્યો' કહેશે. એના કરતાં આપણે સીધું વલણ રાખીએ કે સામા માણસને સારું પડે. અને કોઈ દહાડો આપણો વારો આવે તો આપણને એ બે ઓછી આપે. આ તો રિલેટિવ ડિપાર્ટમેન્ટ છે ને બધો.
પ્રશ્નકર્તા : એટલે બેઉ વ્યક્તિ બુદ્ધિના ચલણવાળી હોય, એમાં એક એક્સેસ બુદ્ધિવાળી હોય તો બેઉએ કેવી રીતે સમજવું ?
દાદાશ્રી : એક ઓછી બુદ્ધિવાળો ને એક એક્સેસ બુદ્ધિવાળો હોય, તેમને તો કશી ભાંજગડ જ નહીં. આ અમારામાં બુદ્ધિ નહીં અને મારી જોડે હોય, એ વધુ બુદ્ધિવાળા હોય, તોય અમારે કશી ભાંજગડ ના પડે.
પ્રશ્નકર્તા : હા, હવે એક ઓછી બુદ્ધિવાળો હોય અને એક વધુ બુદ્ધિવાળો હોય, એમાં ઓછી બુદ્ધિવાળાને ભાંજગડ ના પડે પણ વધુ બુદ્ધિવાળાને જે બધું તોફાન ચાલે, સફોકેશન થાય, એમાં એને માટે સોલ્યુશન શું ?