________________
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૨ ૧
૧૨૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : એ એક્સેસ બુદ્ધિ છે, એની સામે પોતે કેવી રીતે ‘ફેસ' કરવું ? આ જે ઈમોશનલ કરે છે, સેન્સિટિવ કરે છે ત્યાં કેવી કેવી રીતે એ બ્રેક મારવી ?
દાદાશ્રી : આ ભાઈને પોલીસવાળો પકડવા આવે તો તું એને કહી દઉં કે, ‘તું આમ જતો રહે, પોલીસવાળા આવ્યા છે.’ એમ પાછલે બારણે કાઢી મૂકે, એનું નામ વધી ગયેલી બુદ્ધિ. પેલા ભાઈને બુદ્ધિ નથી અને સમજણ નહોતી પડતી, ત્યારે આપણે રસ્તો કરવો પડે ને ? પેલો કહેય ખરો કે, ‘તમે મને બહાર કાઢ્યા, તે સારું થયું.” એટલે પોતે મનમાં ફૂલાય કે “હંડો, ચાલો, આપણો વ્યવહાર સારો થયો !” આમ પોતે ગર્વરસ ચાખે, તે વધારે બુદ્ધિ. પણ એ પછી બોસ થઈ બેસે ને ? પછી આપણી બાબતમાંય એવું કરે છે, આપણી મર્યાદા ના રાખે.
પ્રશ્નકર્તા : આપણી બાબતમાં એટલે કઈ રીતે ?
દાદાશ્રી : એ બુદ્ધિ આપણી પાસેય કહેશે કે ‘આ કરો, કરો ને કરો જ. બીજું ના કરવા દઉં. બેનને ગાળો જ દો.” આપણને મનમાં એમ થાય કે ‘બેનને ગાળો શું કરવા દઈએ ?” પણ એ બુદ્ધિ કહેશે, ના, બેનને ગાળો દો.’
પ્રશ્નકર્તા : બુદ્ધિ આવું બતાડે છે, એની સામે કેવી રીતે ડીલિંગ
દાદાશ્રી : શી રીતે ભળી જવાય ? ચોખા એ ચોખા ને દાળ એ દાળ, ખીચડીમાં જુદું જ હોય ને ? પછી એ ગમે તે થાય. છૂટું એકવાર પાડવું પડે. પછી એ ભળી ના જાય.
પ્રશ્નકર્તા : બુદ્ધિનું ચલણ હોય અને એના આધારે દોરવાય તો પછી મહીં બળતરા ઊભી થાય ને ઈમોશનલપણું ઊભું થઈ જાય ને?
દાદાશ્રી : બુદ્ધિનું ચલણ હોય તો ઈમોશનલ થાય, પણ બળતરા ના થાય. બળતરા તો અહંકાર ઊભો થાય ત્યારે થાય.
પ્રશ્નકર્તા : આ તો પહેલી વખત ફોડ સાંભળ્યો પણ બુદ્ધિ વધે તેમ બળાપો વધે એવુંયે કહ્યું છે ને ?
દાદાશ્રી : હા, એ તો પણ પેલા અહંકારવાળાને. પ્રશ્નકર્તા : એટલે અહંકાર હોય જ એમાં ? દાદાશ્રી : હા, અહંકાર હોય તેને.
એટલે બુદ્ધિ તારે જેટલી વધારવી હોય તેટલી વધારને. ફક્ત શું થશે ? એ બોસ તરીકે રહેશે, એ તને ટૈડકાવશે. તને કહેશે, ‘તમારામાં અક્કલ નથી. તમે ભાઈના સામા થાવ. આમ એની સાથે ક્યાં સુધી ફાવે આવું?” એવું તને ટૈડકાવે. ‘ભાઈના સામું થાવ' એવું હઉ કહે, નહીં તો કહેશે, “બેનને કહી દો, ચોખેચોખ્ખું કે આવું તે ચાલતું હશે ?”
પ્રશ્નકર્તા : પછી બીજું શું શું કરે એવું ? દાદા, આપ આવું કહોને કે બુદ્ધિ આવી રીતે કહીને છેતરે છે. ત્યારે એક્ઝક્ટ ફોડ પડે. બાકી બુદ્ધિ છેતરે છે, ઈમોશનલ કરે છે, એ બધી વાત શબ્દપ્રયોગમાં જ રહે છે અને બુદ્ધિનું ચલણ એને દોરવી જાય છે, ત્યાં સુધી એ વસ્તુ લક્ષમાં આવતી નથી. આવા બધાં વાક્યો કહોને કે ‘આ ભાઈને આમ કહી દે', એવું બુદ્ધિ કહે. આવા બધા ફોડ પાડ્યા હોય ને, તો બુદ્ધિની રીત ગેડમાં બેસે.
દાદાશ્રી : હા, પછી ભાઈની સામાય થઈ જાય. ‘ખસી જાવ,
કરવું ?
દાદાશ્રી : કહ્યું ને ભઈ, આવી બુદ્ધિને નોકર બનાવી દો, બોસ નહીં. એક મહિના સુધી છેતરાય છેતરાય કરે તો ધીમે ધીમે બુદ્ધિનું ચલણ ઓછું થઈ જાય. ‘મારું ચલણ નથી’ એમ બુદ્ધિ કહે પછી.
પ્રશ્નકર્તા : આ એક્સેસ બુદ્ધિ જે દેખાય એને સમજાવીનેપટાવીને કે એના સામા થઈને ફેસ કરી શકાય ?
દાદાશ્રી : કહ્યું છે, જાણીને છેતરાઓ.
પ્રશ્નકર્તા : પણ બુદ્ધિની તો બૂમો કેટલી બધી પડતી હોય તો તેના પક્ષમાં ભળી જવાય છે તેનું શું ?