________________
૧૧૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૧૯
દાદાશ્રી : બધું નિયમબદ્ધ એટલે શું ? આ બુદ્ધિશાળીઓને સમજાવવા માટે નિયમબદ્ધ કહેવું પડે. નહિ તો આ કેરીઓ લાવ્યા, ત્યાર પછી કોઈ બગાડતું હશે એને કે એની મેળે બગડતી હશે ?
પ્રશ્નકર્તા : એની મેળે બગડે.
દાદાશ્રી : તેવું આ જગત બગડી ગયું છે, કેરીઓની પેઠે. આ બુદ્ધિને સમજાવવા માટે નિયમ કહેવો પડે, કારણ કે એ પોતે શું છે? ડખો છે. બાકી કેરીઓ કોણે બગાડી આ ?
પ્રશ્નકર્તા : એની મેળે જ બગડી.
દાદાશ્રી : સંજોગો કેરીને બગાડે છે. સંજોગો કેરીને સુધારે છે. જો સારા સંજોગોમાં કેરી મૂકી તો પંદર દા'ડા સુધી સારી રહે અને સંજોગો ના આપ્યા હોય તો બગડી જાય.
બિતા અક્લ, સબ ચલતા હૈ ! દાદાશ્રી : આ જ્ઞાન મળ્યું છે તે કો'ક દહાડોય દહાડો વળશે. પ્રશ્નકર્તા : આ ‘અક્રમ વિજ્ઞાન' ઈટસેલ્ફ ક્રિયાકારી છે ને ?
દાદાશ્રી : એની મેળે જ કામ કર્યા કરે. પોતે જાણી જોઈને આડો થાય તો બગડ.
પ્રશ્નકર્તા : એ ક્રિયાકારી થવાનું સ્વભાવિકપણે થયા કરે ? દાદાશ્રી : આપણે ડખલ ના કરીએ ત્યારે. પ્રશ્નકર્તા : ડખલ કઈ રીતે નાખે છે પોતે ?
દાદાશ્રી : પોતાની અક્કલ વાપરે છે મહીં પાછો. જે અક્કલ વેચી દેવા જેવી હતી, તે હજુ રાખી મૂકી. શાથી રાખી મુકી ? ત્યારે કહે, ભાવ હજુ વધવાના છે, તેથી. તું નથી વાપરતો અક્કલ ?
પ્રશ્નકર્તા : અક્કલ શી રીતે વાપરતો હોય ?
દાદાશ્રી : આમ કરીએ તો ફાયદો ને આમ કરીએ તો ફાયદો નહીં. એ અક્કલ મહીં વપરાય.
પ્રશ્નકર્તા : આ અક્કલ તો વ્યવહારમાં વપરાઈને. અહીં જ્ઞાનમાં કેવી રીતે અક્કલ વપરાય છે ? જ્ઞાનમાં કેવી રીતે ડખલ થાય ?
દાદાશ્રી : વ્યવહારમાં અક્કલ વપરાય એટલે જ્ઞાનમાં ડખલ થયા વગર રહે નહીં. વ્યવહાર તો જ્ઞાનથી, પાંચ આજ્ઞાપૂર્વક કરવાનો છે. અમારે અક્કલ વગર ચાલે છે કે નથી ચાલતું ? સબ ચલતા હૈ.
ડીલિંગ', બુદ્ધિ સાથે... પ્રશ્નકર્તા : પેલી બુદ્ધિની વાત નીકળી હતી ને કે બુદ્ધિને અંડરહેન્ડ (નોકર) તરીકે રાખવાની, નહીં તો બુદ્ધિ બોસ તરીકે રહેશે. એ જરા ફોડ પાડીને.
દાદાશ્રી : બુદ્ધિનું ચલણ આવે તો બુદ્ધિ બોસ થઈ બેસે અને જાણી જોઈને છેતરાય એટલે બુદ્ધિ જાણે કે આ વળી મારું ચલણ નથી રહ્યું. નહીં તો બુદ્ધિ જાણી જોઈને છેતરાવા ના દે. એ પ્રોટેક્શન (રક્ષણ) ખોળી જ કાઢે. પણ આપણે જાણી જોઈને છેતરાઈએ એટલે બુદ્ધિ ટાઢી પડી જાય, ‘યસ મેન’ (હાજી હા કરનાર) થઈ જાય પછી, અંડરહેન્ડ તરીકે રહે.
પ્રશ્નકર્તા : અને છતાંય વ્યવહારનું કામ બગડે નહીં ?
દાદાશ્રી : કશુંય બગડે નહીં. વ્યવહારનું કામ બગડતું હશે ? વ્યવહારને સુધારવા માટે તો, બુદ્ધિ એનું કામ કર્યા જ કરે છે. આ તો વધારાની બુદ્ધિ આપણને ટૈડકાવે છે.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં જો નોર્મલ બુદ્ધિ હોય અને આ જે એક્સેસ બુદ્ધિ છે, એમાં પોતે કેવી રીતે સમજી શકે કે આ એક્સેસ બુદ્ધિ છે ?
દાદાશ્રી : વાતવાતમાં ઈમોશનલ કરે તે એક્સેસ બુદ્ધિ. એ સેન્સિટિવ થઈ જાય. બહુ સેન્સિટિવ સ્વભાવનો છે, એવું નથી કહેતા ?