________________
૧૧૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૧૭
સમજી ગયો. અને બુદ્ધિ થોડા વખતમાં જતી રહેશે. અબુધ થવું હોય તો ન્યાય ખોળે નહીં કોઈ પણ પ્રકારનો. ન્યાય ખોળે તો શું થાય ? એટલે ક્રમ જ થઈ ગયો ને પાછો ? ક્રમમાં ન્યાય ખોળ ખોળ કરે અને આમાં ન્યાય ખોળવાનો નહિ. જે બન્યું એ જાય. આપણને નુકસાન થાય તો તરત આપણે કહેવું કે, ‘આ જ જાય છે.” બીજો ન્યાય ખોળવા જશો નહીં. ન્યાય ખોળવા ગયા કે બુદ્ધિ વધી.
અહીંથી બહાર નીકળ્યા અને કોઈ માણસ કહેશે, ‘આ રસ્તે તમે જશો નહીં.' છતાં આપણે ગયા અને ત્યાં આગળ કોઈકે આપણું ગજવું કાપી લીધું તો આપણે કહેવું કે ‘આ ન્યાય છે, બરોબર છે, અન્યાય નથી.' એ ન્યાય માને તો જ આ દુનિયામાં છૂટકારો છે, નહીં તો છૂટકારો નથી. બાકી ધમપછાડા કરેલા નકામા જાય છે ! આ તો લમણે લખેલું ભોગવવાનું છે, બીજું નહિ, બીજી મુશ્કેલીઓનું ભોગવવાનું નથી.
આ બુદ્ધિ છે તે બરોબર છે, સારી છે પણ ફણગા ફૂટેલા બધા કાપી નાખવા જેવા છે. ફણગાં એટલે યુઝલસ (નકામાં), વગર કામના ફૂટેલા અને જે આખી રાત ઊંઘવા પણ ના દે, તે આ બુદ્ધિનો ડખો પેસી જાય. એક જણની બુદ્ધિ વપરાય એટલે બીજાની વપરાય જ. એક જણ બુદ્ધિ વાપરે છે એની અસર બીજાને થયા કરે છે. એટલે તું એવું કંઈ કરી નાખ કે તારી અસર ના રહે.
પ્રશ્નકર્તા : એ તો આપની કૃપા ને મારો પુરુષાર્થ જોઈએ.
દાદાશ્રી : તારો પુરુષાર્થ ને અમારી કૃપા ઉતારી દઈશું અને પછી બુદ્ધિનો ડખો બંધ થઈ જશે બધો. પણ તારે એક દાખલો લેવો પડે કે બન્યું એ કરેક્ટ. એમ કરીને તું ચાલવા માંડ. એટલે પછી બુદ્ધિ કસરત કરીને મજબૂત ના થાય. બુદ્ધિ આખી રાત કસરત કરીને, મજબૂત થઈને પાછી બીજે દહાડે લડે.
પ્રશ્નકર્તા : મને ન્યાય ખોળવાની બહુ આદત છે.
દાદાશ્રી : એથી જ આ તને ડખો થાય છે. તું આટલું જ કરી ને, એટલે એની મેળે જ રાગે પડી જશે. આ તો તારું લડવાનું એટલે
બહુ ભારે, પાછો તું ચોખોય છે, પણ એ સામો માણસ ના જાણે. સામો માણસ તો એમ જાણે કે આ મને ખલાસ કરે છે. પછી જુદાઈ જ થઈ જાય. પણ તારામાં જુદાઈ છે નહીં. તારો પ્રેમ તો હું એકલો જ જાણું. શાથી એ જાણું ?
એ મારી જોડે લડે ને તોય હું જાણું. એના પ્રેમને ઓળખું. લડવાની કિંમત નથી, પ્રેમની કિંમત છે. મારો પ્રેમ કોઈ દહાડો ઘટ્યો હતો તારી જોડે ? એક્ય દહાડો નહીં ? ઘટે નહીં અમારો પ્રેમ. શી રીતે ઘટે ? જે પ્રેમ ઘટે-વધે એ આસક્તિ કહેવાય અને વધ-ઘટ ના થાય એ પ્રેમ પરમાત્મ પ્રેમ છે. ઘટે-વધે નહીં એ પ્રેમમાં ખુદ પરમાત્મા છે. બીજે પરમાત્મા જોવા જવાના ના હોય ! આપણે દાદાને છે તે અપમાન કરીને પછી એમનો પ્રેમ જુઓ, કેવો દેખાય છે તે ! પ્રેમ ઘટી નથી ગયો, માટે આપણે જાણવું કે આ પરમાત્મા જ છે. દાદા પરમાત્મા નથી, એ પ્રેમ જ પરમાત્મા છે. એ દુનિયામાં બીજે ક્યાંય જોવામાં ના આવે, બીજું બધું જોવામાં આવે.
પ્રશ્નકર્તા : પણ દાદા, જ્યારે જ્યારે આપે મને ફાયરીંગ કર્યું છે ત્યારે પ્રેમ ઊલટો વધ્યો છે. આજથી પાંચ વર્ષ ઉપર બીજે દિવસે આપે મને પૂછયું કે, “એની ઈફેક્ટ તો નથી થઈ ને ?” ત્યારે મેં કહેલું કે, ‘નહીં, એવી ઈફેક્ટ નથી થઈ.”
દાદાશ્રી : ના થાય. ઈફેક્ટ ના થાય એટલે હું કહું ને ! આ હું કડક કોને કહું ? ઈફેક્ટ ના થાય તેને. નહીં તો બેસી જાય, બગડી જાય ઊલટું ! કડક કહેતાં ફાટી જાય ત્યારે મુશ્કેલી થાય ને ! એ દૂધની પછી ચા ના થાય.
સમજાવ્યું બુદ્ધિશાળીઓને... પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે જગત આખું નિયમબદ્ધ છે, જેને આપણે ‘વ્યવસ્થિત’ કહીએ છીએ. એટલે અણુ અણુમાં એ નિયમ રહેલો છે ? આ માણસ આ મિનિટે આ જગ્યાએ પહોંચશે એ બધુંય નિયમબદ્ધ છે ?