________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
આ બધા લોકો બેઠા હોય, રાતે સાડા અગિયાર થયા, તે ઘરધણીના મનમાં એમ થાય કે, “આ નહીં ઊઠે તો હું શું કરીશ ?” પણ ના, આ બધા ઊઠી જશે. સંયોગો વિયોગી સ્વભાવના. જો સંયોગો વિયોગી સ્વભાવના ના હોય તો આ અમદાવાદવાળા સુખ આવેલું હોય તે જવા દે કે ? પણ જો એ જતું રહે તો દુ:ખ આવીને ઊભું રહે છે ને ? પ્રશ્નકર્તા ઃ આ લોકો અગિયાર વાગી ગયા અને નહીં ઊઠે તો શું થશે, એવું કોને થાય છે ?
૧૧૪
દાદાશ્રી : એ બુદ્ધિનો પર્યાય છે. બુદ્ધિ ઈમોશનલ થાય છે. એ ઈમોશનલપણું છે. બુદ્ધિ પજવે ને ! આમ પર્યાય દેખાડે. પણ મૂઆ, એ બુદ્ધિના પર્યાય છે, તારે લેવાદેવા શું ? એ તો એનો સ્વભાવ અજવાળું આપે, તેમાં આપણને શું નુકસાની ? આપણે આંખો મીંચીને ધ્યાન કરવાનું, તે કરવાનું. એ કંઈ ખાઈ જાય છે બધાનું ? આપણે ના સમજીએ કે લાઈટ છે બહાર, આંખો મીંચી એટલે થઈ ગયું !
પ્રશ્નકર્તા : આ બધાની અસર તો, એ જે કંઈ બહાર અસરો છે, બુદ્ધિની, મનની, એ વ્યક્ત કોણ કરે છે ? વ્યક્ત તો અહંકાર જ કરે ને ?
દાદાશ્રી : વ્યક્ત કરે નહીં. પણ બુદ્ધિની અસરો હોય ને, એ આપણે સમજી જઈએ કે આ બુદ્ધિની અસરો છે. મહીં થાય કે આ લોકો નહીં ઊઠે તો ? મહીં એવી જાગૃતિ ઉત્પન્ન થઈ જાય, પણ તે આપણે ઈમોશનલ થઈએ તો ભાંજગડ છે ને ?
પ્રશ્નકર્તા : તો બુદ્ધિની અસર કોને થાય ?
દાદાશ્રી : એ તો જેને આ નથી ગમતું, તેને અસર થાય. ‘આ બધા બેસી રહ્યા છે, ઊઠતા નથી’ એવું ગમતું નથી, એને અસર થાય.
પ્રશ્નકર્તા : પણ એ છે કોણ ?
દાદાશ્રી : એ જ છે, જે
આ ભોગવે છે. બંધન ભોગવે છે, મુક્ત થવા ફરે છે, એ જ છે. એકલો જ છે આ. બીજું બધું છે તે એના રિલેટિવ્સ છે બધાં.
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૧૫
પ્રશ્નકર્તા : પાછાં એનાંય સાંવહાલાં છે ?
દાદાશ્રી : હા, કેટલાંય રિલેટિવ બધાં. આ અહંકાર તો આંધળો છે. એ એકલો ઓછો છે, એની પાછળ પછી આ બુદ્ધિ. ત ખોળશો ન્યાય કદી !
બુદ્ધિ શું કરે ? આ કોર્ટે ન્યાય કરેલો તે પાછો પેલી બાજુ ફણગા ફૂટે કે આગલી કોર્ટમાં જઈએ. આખું જગત ન્યાય ખોળે છે. હવે ન્યાયમાંય જો સંકલ્પ-વિકલ્પ પૂરા થતા હોય તો સારું. ત્યારે કહે, પહેલી કોર્ટમાં ન્યાય કર્યો, પણ મને હજુ સંતોષ નથી થતો.' જો ન્યાય કર્યો તોય પાછો વિકલ્પ જાગે છે. તે પછી બીજી ઉપરની કોર્ટમાં જાય, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાય. ને એના ન્યાયને પણ કહે છે, ‘ના, હજુ મને સમાધાન નથી થતું.’ પછી એથી ઉપરની હાઈકોર્ટમાં જાય, ત્યાં સમાધાન થાય નહીં. પછી સુપ્રિમ કોર્ટમાં જાય અને ત્યાંથી પ્રેસિડેન્ટ પાસે જાય. પણ તેય પછી એનું કશું વળે નહીં ને, ત્યારે કહેશે, ‘આખું ન્યાયખાતું જ ઠેકાણા વગરનું છે.’ પોતાના જેવો કોઈ ન્યાયાધીશ નથી એવું જાણે એ ! આનું નામ સંસાર. અને ન્યાય નથી ખોળતો એ મુક્ત થાય. જેને કોઈ પણ પ્રકારનો ન્યાય ખોળવો નથી એ મુક્ત થાય. મારી જિંદગીમાં મેં ન્યાય જ ખોળ્યો નથી !
ક્રમ એટલે બુદ્ધિવાળો માર્ગ. આખો ક્રમમાર્ગ બુદ્ધિના આધાર ઉપર ઊભો રહેલો છે.
પ્રશ્નકર્તા : અક્રમમાં ક્રમ ના લાવવું, તે જરા વધારે સમજાવો.
દાદાશ્રી : હા, બુદ્ધિ લાવો તો પછી ન્યાય ખોળશો તમે. શા આધારે આ બધાને આટલી જગ્યા છે ને મને આટલી ? એટલે ન્યાય કરવો એટલે ક્રમ કહેવાય. બન્યું એ ન્યાય. એનું મૂળિયું ના ખોળશો.
પ્રશ્નકર્તા : બુદ્ધિ ઓછી થયેલી કેમ માલૂમ પડે ?
દાદાશ્રી : ન્યાય ખોળે નહીં એટલે. ન્યાય ખોળે નહીં એ વાત