________________
૧૧૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૧૩
પ્રશ્નકર્તા ઃ આપ સવળી સળીય કરતા હશો ને ?
દાદાશ્રી : સવળી સળીય ખરી, પણ એ ઓછી. વધારે તો અવળી. સવળીની તો કંઈ પડેલી જ નહોતી ને ? અને અવળી તો કેટલે સુધી ? માણસ ના મળે તો છેવટે કોઈ છોકરાને શીખવાડું કે અલ્યા. પેલા ગધેડાની પાછળ ખાલી ડબ્બો બાંધજો. તેની પૂંઠે ખાલી ડબ્બો બંધાવે ને પછી પેલા છોકરાઓ પાછળ હાંકે ને, તે આખા ગામમાં હો હો હો ચાલે. આવો તેવો બુદ્ધિનો દુરુપયોગ બધો થયેલો. તમને તો આવું તેવું તો ના આવડે ને ?
બુદ્ધિ પાડે આંતરા ! તમે જેટલા અંતરા પાડ્યા છે એટલા જ આંતરા તમારા પડે. લોકોને જે પ્રાપ્ત થતું હોય, તેમાં તમે આંતરો પાડો બુદ્ધિથી, કે આ આમાં શું આપવા જેવું છે. કો'ક આપતો હોય તો આપણાથી ના બોલાય, નહીં તો એ બુદ્ધિનું ડહાપણ છે ને મારી નાખે આપણને, મેં બુદ્ધિથી આવું જ કરેલું બધું. એના જ અંતરાય પડતા હતા.
શાસ્ત્રમાં ખોળવા જાય ને તોય જડે નહીં, અંતરાયનો સાચો
હોય છે.’ એ કશું કોઈ જાતની હરક્ત નથી પડતી. ‘ના’ (નહીં) અંતરાય. અમારે ખાવાની ઇચ્છા જો કોઈ દહાડો મગજમાં આવી હોય, જો કે ઇચ્છા હોય નહીં બનતાં સુધી, પણ જો ઇચ્છા હોય તો અંતરાય પડે નહીં. લોકો તો (દાદા) શું જમશે, એવી આશા રાખીને બેસી રહ્યા હોય !
પ્રશ્નકર્તા : ધંધાની કશી અડચણ આવી નહીં, તો કહે એ મારા અંતરાય નહીં એવું થયું ને ?
દાદાશ્રી : એ જ, અંતરાય પોતે જ પાડનાર છે. કંઈ ભગવાન આમાં અંતરાય પાડતા નથી. પોતાની બુદ્ધિનું નિયંત્રણ છે ને ? બુદ્ધિનું નિયંત્રણ જ બહુ જવાબદાર છે. આપણી પર બુદ્ધિનું નિયંત્રણ ના હોવું જોઈએ. બુદ્ધિ તો આપણું સાધન છે એક જાતનું. આ તો વાપરવી હોય તો વાપરીએ, નહીં તો કહીએ, ‘બેસ છાનીમાની, ચૂપ બેસ. ડખો ના કરીશ.” આ તો નિયંત્રણમાં જ હોય છે. બુદ્ધિ તો કહે, “ખોટ ગઈ.” પણ આપણે કેમ માનવું? બુદ્ધિ તો સંસારી ખોટને ખોટ કહે છે અને આપણું આ જ્ઞાન સંસારી ખોટને નફો કહે છે, એ આપણે ‘જ્ઞાન’થી જોઈએ તો જડે.
મતિ મૂંઝાશે ને તૂટી જાય અંતરાય કરમ'. પ્રશ્નકર્તા : મતિ મૂંઝાય તો કેવી રીતે અંતરાય તૂટે ?
દાદાશ્રી : મતિ મૂંઝાય એટલે અહંકાર મૂંઝાય. અહંકાર મૂંઝાય એટલે અંતરાય તૂટે. અહંકારની જાગૃતિથી આ આંટી પડી છે. તે મૂંઝાય તો તૂટી જાય. મતિની જોડે અહંકાર હોય જ હંમેશાં. મન જોડે હોય કે ના ય હોય, પણ મતિ જોડે અહંકાર હોય જ.
બુદ્ધિ શું કરે ? પ્રશ્નકર્તા : સંયોગોથી વિભાવ ઊભો થાય છે, તો સંયોગોથી છૂટો થઈ શકે, એવું ?
દાદાશ્રી : વિભાવ મુક્ત થયો એટલે સંયોગોથી મુક્ત થયો અને સંયોગો બધા વિયોગી સ્વભાવના છે. બિચારા કેવા ડાહ્યા છે ને ?
અર્થ.
પ્રશ્નકર્તા : અંતરાયનો સાચો અર્થ શાસ્ત્રમાં ન મળે.
દાદાશ્રી : અનુભવીઓએ એ બધું નહીં લખેલું. આત્માને, મૂળ આત્માને અંતરાય જ ન હોય. જે જે જરૂરિયાત હોય તે બધી ત્યાં ઘેર બેઠાં હાજર થાય. અંતરાય હોય જ નહીં ને ! અંતરાય છે તે આપણે ઊભા કરેલા છે, અક્કલથી, બુદ્ધિથી. એ બુદ્ધિનું પ્રદર્શન છે. એ શું છે ?
પ્રશ્નકર્તા : એ બુદ્ધિનું પ્રદર્શન છે. આપણે જેવું વાવ્યું એવું ઊગે.
દાદાશ્રી : એ પછી જાડું ખાતું. એ બુદ્ધિનું પ્રદર્શન હોય. એક જણ પૂછતો હતો, ‘દાદા, તમારા સંયોગ કેવા ને અમારા સંયોગ તો... તમે તો અહીંથી ઊતરો તે જાણો કે ત્યાં આગળ ખુરશીવાળો તૈયાર