________________
૧૦૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૦૩
એવું કહે પછી. ત્યારે વધુ પડતા બુદ્ધિશાળી હંમેશાં કકળાટ જ કર્યા કરે. એટલે વધુ પડતા બુદ્ધિશાળી જોડે તો છોડીઓએ પૈણવું જ ના જોઈએ. એને કુંવારો રાખવો સારો.
- હવે ખરો બુદ્ધિશાળી કોનું નામ કહેવાય ? જે કકળાટ બંધ કરી દે. કકળાટ ઊભા થવાની જગ્યાએ કકળાટ બંધ કરતો જાય. તેથી અમને પાકા કહ્યા ને ! ગમે તેવી ખરાબ આફતોમાં આવ્યા હોય ને, તોય બધું નિકાલ કરી દે.
બુદ્ધિ તો કોનું નામ કહેવાય કે એક મતભેદ ના પડવા દે. દૂધ ઢળી ગયું હોય તો કેમ ઢળી ગયું, એનો બધો નિવેડો પોતાના એસ્પિરિયન્સથી તરત આવી જાય. અને તરત કહે, ઢળી ગયું તેનો વાંધો નહીં, હવે ધીમે ધીમે લૂછી નાખો અને બીજું લાવીને ચા મૂકો. એમ ધીમે રહીને બોલે. અને આ તો દૂધ ઢળ્યું તે પહેલાં મહીં એનું હઉ દૂધ ઢળી જાય. આખો દહાડો ડખાડખ થાય એ બુદ્ધિનું જ ડહાપણ
આ શું કહેવાય ?” મેં કહ્યું, “આ તો ક્યુબ (ઘન) કહેવાય, ઘનચક્કર !” ક્લેશ નીકળી જાય ઊલટો તેની જગ્યાએ ફ્લેશ વધ્યો તમારે ત્યાં ? આમ ન હોવું જોઈએ.
કોઈ પણ બુદ્ધિશાળી હોય અને હું પહેલામાં પહેલું પૂછું કે તમારા ઘરે ક્લેશ છે ? અને મહિનામાં એકાદ દહાડો થતો હોય તો વાંધો નહીં પણ. ત્યારે કહે છે, “એ તો ચાલુ જ રહે છે.’ ત્યારે મેં કહ્યું, ‘તમારામાં બુદ્ધિ છે જ નહીં. તમારા મનમાં માની બેઠા એટલું જ.' આપણા મનમાં માનીએ કે આ મારી શાકભાજીની દુકાન છે. હવે ત્યાં આગળ છે તે પેલાં કહોવાઈ ગયેલાં રીંગણા પડ્યાં હોય. હવે એવી શાકભાજી કોણ લે ? એવું આ બધું છે. બુદ્ધિ તો બહુ કામ કરે, સ્ટ્રેઈટ વે (સીધો રસ્તો) હોય તો.
કૃષ્ણ ભગવાને કહ્યું છે ને, અવ્યભિચારિણી બુદ્ધિ, એટલે સ્ટ્રેઈટ વે. એની લાઈનમાં બીજા કોઈની ડખલ ના હોય અને એ કોઈનામાં ડખલ કરે નહીં એવી બુદ્ધિ, તમને વાત કેમ લાગે છે ? સમજવું તો પડશે જ ને ?
એક ભાઈ તો બહુ બુદ્ધિશાળી હતા, તે મેં એમને સાધારણ પૂછ્યું કે “ઘરમાં કંઈ ક્લેશ છે ?’ ‘તે ક્લેશ તો નહીં પણ ઘરમાં બેસવાનું જ ગમતું નથી,' કહે છે. મેં કહ્યું, ‘આટલો બધો બુદ્ધિશાળી તો બુદ્ધિ
ક્યાં ગીરવે મુકી આવ્યો છો કે શું કર્યું છે ?” બુદ્ધિશાળી ડહાપણપૂર્વક રસ્તો ખોળી કાઢે. કાલે વહુ સામી થઈ હોય તો એનો ઉપાય ખોળી કાઢે. ફરી પાછું એટેક કરવાનું ઊભું ના કરે. એટેક કેમ બંધ થાય એવું શોધી કાઢેસામો એટેક કરીને પછી નવી લડાઈ ઊભી ના કરે. ફરી સામો એટેક કરીશ તો આપી જ દઈશ છેવટે ! એવું ના કરે. સ્ત્રીની સામે પુરુષનો એટેક એ ભયંકર ગુનો છે.
મોક્ષે જતાં બુદ્ધિ ડખલ રૂપ છે અને સંસારમાં બુદ્ધિ અને હેલ્પ કરે છે. એ પણ નોર્માલિટીવાળી બુદ્ધિ હોવી જોઈએ. વધારાની બુદ્ધિ હોયને, તે તો બૈરી કહેશે, ‘આખો દહાડો કકળાટ જ કર્યા કરે છે.’
આ તો મેજીસ્ટ્રેટ સાહેબ ઘરમાં આવ્યા ત્યારે બઈ એમની જોડે બોલે નહીં અને મેજીસ્ટ્રેટેય ના બોલે. બેઉ પંદર-પંદર દહાડા સુધી ચઢેલાં મોઢાં લઈને ફરતાં હોય. અને કહે, “અમે બુદ્ધિશાળી’. અલ્યા, શેને બુદ્ધિ કહે છે ? ડહાપણવાળી તો આ ગાયો-ભેંસો છે. એમને કોઈ દહાડો કોઈ જાતનો ડખોય નહીં. ગાય એની છોડી આવે તોય શરમાય નહીં. કપડાં ના પહયાં હોય તોય ગાયો શરમાય નહીં. અને આપણા અહીં કપડાં ના પહયાં હોય તો શરમાય જાય, નહીં ?
પ્રશ્નકર્તા : શરમાય જાય.
દાદાશ્રી : આ તો બુદ્ધિ હોતી નથી ને મનમાં માની બેઠો હોય કે હું બુદ્ધિશાળી ! બુદ્ધિ હોય તો બૈરી જોડે વઢવાડ કેમ થાય છે, મુઆ ? બૈરી રીસાઈ હોય તો સવારમાં નિકાલ કરતાંય ના આવડે, એને બોલતી કરવી હોય તો ના આવડે. ત્યારે મૂઆ, એનું નામ અક્કલ કેમ કહેવાય ? મેજીસ્ટ્રેટ મોટું ચડાવીને ફરે ને પેલા પટરાણીએ