________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
મોઢું ચઢાવીને ફરે. એ તો મિનિંગલેસ (અર્થહીન) છે ! મેજીસ્ટ્રેટને ઘેર કોઈ વકીલ ગયો હોય તો સમજી જાય. બુદ્ધિશાળીને તો કોઈની સાથે ડખલ ના થાય.
૧૦૪
બુદ્ધિ કરાવે સેફસાઈડ !
બુદ્ધિથી પારખી શકે છે. આ ખોટું છે, એ સમજી જાય ને આ ખરું છે, એય સમજી જાય પણ એના મૂળ ભાવાર્થને ના પહોંચે.
પ્રશ્નકર્તા : ખરેખરો જો એ બુદ્ધિનો ઉપયોગ થવાનો હોય તો એણે મૂળ વાત સુધી પહોંચવું જોઈએ ?
દાદાશ્રી : એવી બુદ્ધિ નથી, હિન્દુસ્તાનમાં કોઈની ! હિન્દુસ્તાનમાં એક-બે મોટા માણસોએ પૂછ્યું, અમારે અહીં બુદ્ધિનું ડેવલપમેન્ટ કેટલું ?” મેં કહ્યું, ‘હજુ છાંટોય નથી થયું. હજુ શરૂઆત નથી થઈ.’ આ ફોરેનવાળા બુદ્ધિ બુદ્ધિ કરે છે. તે બુદ્ધિશાળી ચર્ચીલ કહેવાય. એવા કેટલાક માણસો થયા છે કે જેને બુદ્ધિશાળી કહેવાય. પોતે સેફસાઈડમાં (સલામતીમાં) રહી શકે ‘એની પ્લેસ’માં (ગમે તેવી જગ્યામાં), પોતાની સેફસાઈડને સમજી જાય, અનસેફ (અસલામત) ના થાય.
બુદ્ધિશાળી (સવળી બુદ્ધિવાળા) હંમેશાં શું કરે કે સેફસાઈડ કરે કે અનસેફ કરે ? સેફસાઈડ કરે ને ? આ તો અનસેફ હોય તો સેફસાઈડ કરતાં તો આવડતી જ નથી.
અને અહીંના લોકોને બુદ્ધિશાળી કહીએ છીએને, તે આપણે અહીં આગળ પણ બીજું શું કહેવું એ ખબર નથી. એટલે બુદ્ધિશાળી કહે છે. પણ ખરેખર એ અક્કલવાળા છે.
(સવળી) બુદ્ધિ તો કોનું નામ કહેવાય કે ક્રોધ-માન-માયા-લોભનું વિવરણ કરી અને એને બધાને બાજુએ મૂકી દે અને ઘરમાં અથડામણ ના થવા દે. એડજસ્ટમેન્ટ લેતાં આવડે. આ તો એડજસ્ટ થવાનું ત્યાં જ ડિએડજસ્ટ થાય છે, તેને બુદ્ધિ કેમ કહેવાય ? બુદ્ધિશાળી તો બધું જ કામ કરી શકે.
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૦૫
એ કહેવાય અક્કલ !
આપણે અક્કલને બુદ્ધિ કહીએ છીએ. અક્કલ એટલે શું ? આ બાબો ફડફડ જવાબ આપે અને બીજો એક બાબો ફડફડ જવાબ ના આપે એનું શું કારણ ? આને અક્કલ વધારે છે ને પેલાને અક્કલ ઓછી છે. એ અક્કલ કુદરતી બક્ષિસ છે. એ આજની કમાણી નથી. બુદ્ધિ એ આજની કમાણી છે. આજનો એક્સ્પિરિયન્સ (અનુભવ) છે અને આ તો પૂર્વભવનું. એ અક્કલને મૂળ શબ્દમાં સૂઝ કહેવાય છે.
અમે તો અબુધ છીએ. અને બીજાને અબુધ કહો તો ખોટું લાગે.
શાથી ?
પ્રશ્નકર્તા : જ્ઞાન ના હોય, તો એમ થાય ને ?
દાદાશ્રી : ના. એ જાણે કે હું બુદ્ધિશાળી છું, તે નથી કેમ કહેતા ? કોઈ પણ માણસનું નુકસાન ના થાય અને પોતાનુંય કિંચિત્માત્ર નુકસાન ના કરે, એ બુદ્ધિશાળી કહેવાય. બુદ્ધિશાળી તો કોઈની જોડે ડખો કરીને ના સૂએ. બધે તાળાં વાસીને સૂએ. અને વકીલની, ડૉક્ટરની, કોઈનીય જરૂર ના પડે. કોઈ દહાડો કોઈની જોડે મતભેદ ના થાય, ત્યારે સમજીએ કે આપણે બુદ્ધિશાળી છીએ. આ તો મતભેદ થાય એટલે અથડામણો થાય.
એનો વ્યવહાર એટલો ઊંચો હોય કે કોઈ પણ માણસને ત્રાસરૂપ ના થઈ પડે. અને કોઈને ત્રાસરૂપ થઈ પડે તો એનોય ઉકેલ લાવે, એ બુદ્ધિશાળી. બીજા અક્કલવાળા હોઈ શકે. અક્કલ એ કુદરતી બક્ષિસ છે. અને બુદ્ધિ એ જાત અનુભવ છે. સૂઝ વધારે પડે એ અક્કલ. બુદ્ધિશાળીનું કોઈ દહાડો મોઢું ચઢેલું ના હોય કે મોઢું ઊતરેલું ના હોય. કોઈને બહુ સૂઝ પડી જાય છે, એને આપણે અક્કલવાળો કહીએ છીએ. અક્કલવાળો એની જાતને બુદ્ધિશાળી માને છે ને એવા બુદ્ધિશાળી માણસ તો એની જાતને ‘હું છું, હું છું' કર્યા કરશે.
છેવટે ઘરમાં મોતિટર કોણ ?
બાકી, (સમ્યક) બુદ્ધિ એટલે સુધી પહોંચી શકે કે ભગવાનના