________________
૧0
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૦૧
સમજણ પડે કે આ ચોખા શેના છે ને આ ચોખા શેના છે ? તેય અમુક જ માણસોને, બધાને ના સમજ પડે.
એક બી.એસ.સી. થયેલો. પોતે અંગત માણસ હતો. ત્યાર પછી મને કહે છે, “હું તમારી પાસે અહીં એસ્પિરિયન્સ (અનુભવ) લઉં, થોડો ઘણો.” મેં કહ્યું, “ધંધો તમને શી રીતે આવડશે ?” ત્યારે કહે, ‘તમારે ત્યાં આવ-જા કરીશ.’ કહ્યું, ‘હું તમને શીખવાડું એ શીખોને. એક વાર શાક લઈ આવો.” હવે અત્યારના બી.એસ.સી.ને આવું કહીએ તોય વાંધો નહીં. અત્યારે એમ.એસ.સી.ને એવું કહીએ તોય વાંધો નહીં. અને તે દહાડાના બી.એસ.સી.ને એવું જો કહીએ ને, તો મનમાં “મારા જેવા બી.એસ.સી. થયેલા માણસને શાક લેવા મોકલે છે ?” કહેશે. આ તો પપ વર્ષ ઉપરની (પહેલાની) વાત કરું છું. એના મગજમાં પારો ભરાયેલો હોય ને, બી.એસ.સી. થયેલો છું. પહેલું શીખવું પડશે. હું તમને શીખવાડું. તે શાક લેવા મોકલ્યા.
છે, તે બુદ્ધિ કરતાં અહંકારને લીધે વધારે થાય છે એમ લાગે છે. કારણ કે મૂળ તો અહંકાર ને, અહંકાર ના હોય તો બુદ્ધિ હોય જ નહિ ને ? એટલે મૂળ દોષ જ અહંકારનો ને ?
દાદાશ્રી : અહંકાર તો કહેવા માત્રનો છે, આંધળો મૂઓ છે. આમાં બુદ્ધિનું ચાલે છે. મૂળ બુદ્ધિનો દોષ છે. બુદ્ધિએ એનો લાભ ઉઠાવ્યો.
પ્રશ્નકર્તા : અહંકાર તો આંધળો છે પણ અહંકાર જ મુખ્ય વસ્તુ છે ને ? અહંકાર ના હોય તો બુદ્ધિ બરાબર ના ચાલે ?
દાદાશ્રી : અહંકાર ના હોય તો બુદ્ધિ હોય નહિ. અહંકાર છે તો મન- બુદ્ધિ-ચિત્ત બધું છે. અહંકાર એટલે કર્તા-ભોક્તાપણું. એને કર્તા-ભોક્તાનો માર પડે અને બુદ્ધિ છેટે રહે. અહંકાર માર ખાય, બબૂચક માર ખાધા કરે !
બ્રિલિયન્ટય' ખપે ‘ટેસ્ટેડ' ! બ્રિલિયન્ટ (તેજસ્વી) હોય ને ભણેલા, બહુ બ્રેઈન ઊંચા ગયેલા હોય ને, તે ગ્રામ્પીંગ પાવર બહુ ઊંચો હોય. એવા બસ્સો માણસ બેઠા હોય ને, તો એની મહીં આત્મા ટેસ્ટેડ થવો જોઈએ. બધાય બોલે કે આત્મા આવો છે ને તેવો છે. પણ ટેસ્ટેડ કોઈ નહીં આપે. એક અક્ષરેય કોઈ જમે નહીં કરે. ટેસ્ટેડ થવું જોઈએ. બધા એક્સેપ્ટ કરવા જોઈએ. ભલે તમે ના જાણતા હો, પણ તમારો આત્મા છે ને અને બ્રિલિયન્ટ છો. ડફોળ હોય તો ના સમજે. આ બધા જેને બળદ જોડે મિત્રાચારી હોય, તેને શું સમજણ પડે ? બળદ જોડે મિત્રાચારીવાળા કોઈ માણસો ખરાં અહીં હિન્દુસ્તાનમાં ? તેની પાસે આ વાત કરીએ આપણે તો એને શી સમજણ પડે ? કામ શું લાગે ?
પણ એ તો જેને બ્રિલિયન્ટ મગજ હોય ને, તે આ વાતને સમજે. આ કોમન પબ્લિકનું ગજું જ નહીં ને, આ તો બધા ગયા હોય ને, તે આ કોમન પબ્લિકમાં ચાલ્યા જાય. આપણા લોકોને તો એટલી
આ ગામડાના લોકોને ભીંડા ક્યા પૈડા છે ને કૂણા છે તે સમજણ પડે. અને શહેરના મોટા વકીલો તે ઘેર ભીંડા લાવે તો બૈરી વઢવાડ કરે કે તમને લેતાં નથી આવડતું. એટલે મારું કહેવાનું કે આ શી રીતે સમજણ પડે ? જેને ભીંડા લેતાં નથી આવડતા, એ આત્મા જાણવા જાય તો શું થાય ? ભીંડા ય લેતાં આવડવા જોઈએ કે ના આવડવા જોઈએ ?
બુદ્ધિથી માટે ક્લેશ ! બુદ્ધિશાળી વળી કામ તો સરસ કરી શકે. પણ બુદ્ધિ રાઈટ સાઈડ પર જાય ત્યારે, રાઈટ સાઈડ પર જતી નથી અને રોંગ સાઈડમાં ફર્યા કરે છે. રાઈટ સાઈડમાં જેની બુદ્ધિ ગયેલી હોયને, તે એકવાર મોક્ષ લેતાં પહેલાં જ, શરૂઆતમાં ઘરમાં ક્લેશ ના રહેવા દે. બુદ્ધિથી એનો હિસાબ કરી કરીને કાઢ કાઢ કરે તો ક્લેશ જતો રહે. ક્લેશને માટે જ્ઞાનની જરૂર નથી, એ તો બુદ્ધિથી નીકળે. પણ બધા બુદ્ધિશાળીઓને ત્યાં મેં વધારે પડતા ક્લેશ જ જોયા. ત્યારે એક જણ મને કહે છે કે,