________________
૯૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : હા, બુદ્ધિ ને અહંકાર છૂટાં પાડવાં, એ વ્યવહારમાં પુરુષાર્થ છે. વ્યવહારમાં બુદ્ધિ ને અહંકાર એકાકાર થઈ જાય, એમાં તો કશો પુરુષાર્થ થયો જ નહીં. બુદ્ધિ ને અહંકાર વ્યવહારમાં બે જુદાં રહેવા જોઈએ, ત્યારે પુરુષાર્થ થયો કહેવાય. આપણે અહીં (અક્રમ માર્ગમાં) તો એની જરૂર નથી.
પછી ટ્રેનમાં આપણે ત્યાં શું કરવું જોઈએ ? કંઈક ગોઠવણી આપણી હોવી જોઈએ ને ?
પ્રશ્નકર્તા : બુદ્ધિમાન માણસો ગાડીમાં ઊંચા-નીચા થતાં નથી.
દાદાશ્રી : એ તમને ના લાગે. મહીં શું થાય છે એ બધું મને દેખાય. અને પાછો બહાર આબરૂ રાખે. એના કરતાં ડફોળો સારા. હેય, ચા પી આવે, સિગારેટ પી આવે, તોય ગાડી તો પહોંચે જ છે.
મોકાણ બધી, એક્ટ્રા બુદ્ધિતી ! જ્ઞાન પ્રકાશ વધે તો જ બુદ્ધિ ઘટે. નહીં તો જ્ઞાન પ્રકાશ એક બાજુ ના હોય તો બુદ્ધિ ઘટે નહીં.
પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રકાશ હોય તો બુદ્ધિ તો જોઈએ ને ?
દાદાશ્રી : ના, જ્ઞાન પ્રકાશમાં બધું માલુમ પડે એવું છે. આ પ્રકાશથી તો બધું દેખાય એવું છે, ક્લીયર (અષ્ટ). તેમ છતાં આ સંસાર જેટલો ચલાવવાનો છેઆપણે, નિમિત્તમાં આવ્યો છે, તેમાં આ લાઈટ ના ચાલે. એમાં છે તે પેલું જે લાઈટ છે, તે એની જોડે હોય જ. બુદ્ધિનું લાઈટ, ડિમ લાઈટ એની જોડે, હરેક કાર્યમાં હોય જ. જે જરૂરિયાત છે એ બુદ્ધિ તો મને ય રહેવાની. બિનજરૂરિયાત બુદ્ધિ કઈ કે જે તમને આમ થઈ જશે ને તેમ થઈ જશે, બધું આડાઅવળું બતાવ બતાવ કરે, ડખો કરી નાખે, ઈમોશનલ કરી નાખે કે નથી કરતી ? તે એ બુદ્ધિ ઘટાડવાની કહું છું. પેલી બુદ્ધિ તો જે છે, એ તો એની મેળે કુદરતી જ ઊભી થવાની. એની જોડે જ રહેવાની, ડિમ લાઈટ તો હોય જ ને ! ફુલ લાઈટ જોઈએ જ નહીં ત્યાં આગળ, સંસાર ચલાવવા માટે.
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૯૯ આ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ ચાર અંતઃકરણ રૂપે છે, એનો વાંધો નહીં પણ આ તો વધારાની, એક્સ્ટ્રા બુદ્ધિ છે તે કામની જ નથી.
પ્રશ્નકર્તા : તો એવી બુદ્ધિવાળા માણસને જો સહજ થવું હોય તો શું કરવું પડે ?
દાદાશ્રી : એ તો એની મેળે બુદ્ધિ ઓછી થતી જાય. એ પોતે નક્કી કરે કે આ બુદ્ધિની વેલ્યુ નથી એટલે ઓછી થતી જાય. જેની તમે વેલ્યુ માનો તે મહીં વધતું જાય અને જેની વેલ્યુ ઓછી થઈ ગઈ એ ઘટતું જાય. પહેલાં એની વેલ્યુ વધારે માની તે આ બુદ્ધિ વધતી ગઈ.
પ્રશ્નકર્તા : બુદ્ધિનો જે મળ હોય, બુદ્ધિનું આવરણ હોય, એ ધોવાઈ જવું જોઈએ ને ?
દાદાશ્રી : આપણને જરૂરિયાત છે ત્યાં સુધી એ ઊભી રહી છે. આપણને નેસેસિટી છે ત્યાં સુધી એ ઊભી રહી છે અને હજુ તો બુદ્ધિની વધારે કમાણી કરવા લોકો ફરે છે કે, હજુ બુદ્ધિ વધે એવા ધંધા ખોળી કાઢયા છે. આ તો બુદ્ધિને જ ખેડ ખેડ કરી છે. પછી ખાતર નાખે, એ બુદ્ધિ વધી ગઈ. મનુષ્યો એકલા જ દોઢ ડાહ્યા છે. બુદ્ધિનો ઉપયોગ વધારે પડતો કર્યો.
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા વગરનો પણ જે સીધે-સાદે, સરળ માર્ગે જતો હોય અને એની સમજણ પ્રમાણે વ્યવહારમાં નિષ્ઠાથી સત્ય રીતે રહેતો હોય તો એને ત્યાં જે ક્લેશનો અભાવ હોય અને અહીંયાં જ્ઞાન લીધા પછી જે ક્લેશનો અભાવ થાય છે એ બેનો ડિફરન્સ (ફેર) શું?
દાદાશ્રી : પેલો તો ક્લેશનો અભાવ હતો ને, તે આપણે બુદ્ધિપૂર્વક કરતા હતા અને આ સહજભાવે ક્લેશનો અભાવ રહે. આમાં કર્તાપણું છૂટી જાય.
અહંકાર બને બબૂચક ! પ્રશ્નકર્તા : આપણને વ્યવહારમાં જેને લીધે પ્રોબ્લેમ ઊભા થાય