________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
મહીં ‘દાદાને ત્યાં હેંડો' કહે, એટલે એમને ઓળખીએ કે ના ઓળખીએ કે આ કોણ છે ? એને પરાયો કહેવાય ? ના. એ પોતાના છે અને બીજા ય છે, મહીં. જાતજાતની સલાહ આપે ત્યાં આપણે તૈયાર રહેવું કે આ કોણ આવ્યું ? આ કોની સલાહ, એ ઓળખી જઈએ ને ?
૯૬
પ્રશ્નકર્તા : મારા પોતાના પ્રોબ્લેમ જરા જુદી જાતના છે. બુદ્ધિ એક વસ્તુ બતાવતી હોય, કે ધંધો આમ ખરાબે ચઢ્યો છે, આમ કરો, નહીં તો આમ થઈ જશે. એટલે તે વખતે મારી પાસે બે ઓલ્ટરનેટ છે, કાં તો બુદ્ધિએ બતાવ્યું એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરવો અથવા તો આ બુદ્ધિનો ડખો છે ક૨ીને મારે બેસી જવું, તો આમાં સમજ કેવી રીતે પડે કે આ ડખો છે કે સાચું કયું છે ?
દાદાશ્રી : આપણે એમ નક્કી કરીએ કે બારથી બે વાગ્યા સુધી મારે આરામ કરવો છે. આરામ કર્યા પછી મારે બહાર જવાનું છે. તે બે વાગ્યાની અંદર જે બુદ્ધિ આવે, એક વાગ્યે આવવા માંડી. તો આપણે ના સમજીએ કે આ વગર કામની અહીં આગળ ડખો કરે છે. માટે ટાઈમ નક્કી કર્યો છે ને અત્યારે વચ્ચે આવી, એ ખોટી બુદ્ધિ.
પછી બે વાગે ટાઈમ થયા પછી આવે તો પછી આપણે પૂછવું કે, “તમે સાચાં છો કે ખોટાં ? સાચાં હોય તો મને ફળ દેખાડો.' ફળ દેખાડે એ સાચી અને નકામી ચકચ કરે એ ખોટી. વગર કામની
હેરાન કર્યા કરે. અને કામ તો થવાનું જ છે. ટાઈમે અવશ્ય થવાનું. બધી ચીજ થઈ જ જવાની. તમારે બોલાવવા નહીં જવું પડે કે, હેંડો બેન !' એની મેળે જ આવીને ઊભી રહેશે. તમારે વઢવાડ થઈ હશે તો આમ ખેંચીને આવશે. પણ આવ્યા વગર રહે નહીં. કારણ કે એમાં સહી કર્યા વગર કાર્ય નહીં થાય.
એને કહ્યો વ્યવહાર પુરુષાર્થ !
પ્રશ્નકર્તા : જ્ઞાન અને પ્રજ્ઞામાં અમે જો પૂરેપૂરા ના રહીએ તો વ્યવહારમાં તો અમે બુદ્ધિથી જ કામ કરીએ છીએ ને ?
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
દાદાશ્રી : તે વ્યવહારમાં તમે બુદ્ધિથી કામ કરો છો, એટલું કહેવા પૂરતું જ છે. બાકી, બુદ્ધિ એનો વ્યવહાર કરી જ લે છે. હું કહું છું ને, મારે બુદ્ધિ નથી. મારે બુદ્ધિનો અભાવ છે એમ કહું છું, તોય વ્યવહારમાં (ડિસ્ચાર્જ) બુદ્ધિ એનું કામ કર્યે જ જાય છે. આ શાક ચડેલું છે, આ નથી ચડેલું, એવું કામ કર્યે જ જાય છે.
૯૭
પ્રશ્નકર્તા : એટલે ઉપયોગ પૂરતી જ બુદ્ધિ વાપરવી ?
દાદાશ્રી : ના, એની મેળે બુદ્ધિ વપરાઈ જ જાય. આ જે વધારે બુદ્ધિ છે, ‘મારી જરૂરિયાત છે' કહે છે એ જ બધી એક્સેસ (વધારે) બુદ્ધિ છે, અને એ જ બુદ્ધિ નુકસાનકારક છે, એ જ વિપરીતતા છે.
દવાખાનામાં પોતાનો સગો ભાઈ દાખલ કર્યો હોય, ત્યાં જવા અહીંથી ટ્રેનમાં બેઠા પછી, ટ્રેઈન ક્યારે પહોંચશે, ક્યારે પહોંચશે, સ્ટેશન હમણે આવો જલદી' એવા વિચાર કરે તો ? એમાં તમારા જેવા હોય તે કહે, ‘લ્યો, ચા પીવો.' ત્યારે ભઈ પાછા આબરૂ રાખવા માટે, ‘હા, લાવો લાવો’ કહે, પણ ફરી પાછો ખોવાઈ જ ગયેલો હોય. અલ્યા, ગાડીમાં બેઠો, હવે ગાડી તને કૂદીને લઈ જવાની છે ? કઈ જાતના ચક્કરો છો તે ? ત્યાં જંપીને બેસાય કે ના બેસાય ? પણ આ તો ગાડીમાં આઘાપાછા થાય, દોડધામ દોડધામ કરે !
પ્રશ્નકર્તા : આપે કહેલું કે બુદ્ધિ નવું કશું દેખાડતી જ નથી. અહંકારને સહી જ કરી આપે છે, તો આ અહંકાર કૂદાકૂદ કરે છે કે બુદ્ધિ કૂદાકૂદ કરે છે ?
દાદાશ્રી : એવું છે, બુદ્ધિ અહંકારની સહી લે. અહંકારની સહી લે પછી તરત બધું કાર્ય થઈ જાય છે. હવે જે કાર્ય ના થવાનું હોય તેમાં અહંકાર બુદ્ધિથી જુદો પડી જાય. અહંકાર વાંધો ઊઠાવે, કે નહીં. અહીં નહીં ચાલે.
પ્રશ્નકર્તા : હવે આ જરા વધારે સમજાવો કે બુદ્ધિને અને અહંકારને છૂટાં પાડવાં એ જ વ્યવહારમાં પુરુષાર્થ છે એમ આપે કહેલું.