________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
દગો જ છે. સામો માણસ એ એનું ફોડશે ને આપણે આપણું ફોડો. કશું લેવાય નથી ને દેવાય નથી. નથી સગો, નથી કશું ! આ તો બધી ભ્રાંતિ છે !! એક ઝાડ ઉપર આ બધાં પંખીઓ આવીને બેસે છે ને ? એ સગાં દેખાય, પણ એ જાનવરોને પેલી બુદ્ધિ નથી એટલે સગાઈ નથી કરતા. જ્યારે આપણા લોકો તો પૈણે છે ને સાસુ થાય છે, જમાઈ થાય છે ! બસ, તોફાન તોફાન ચાલ્યાં છે !!
એ બેતો સહિયારો વેપાર...
૮૧
સ્વાર્થી તો બહુ પાકા હોય !
પ્રશ્નકર્તા : બુદ્ધિ છે, તે સ્વાર્થ બતાવે છે ?
દાદાશ્રી : સ્વાર્થ બતાવે એને બુદ્ધિ ના કહેવાય. પણ એને વિપરીત બુદ્ધિ કહેવાય.
પ્રશ્નકર્તા : ભેદ પણ બુદ્ધિ જ કરાવે છે ને ?
દાદાશ્રી : હા, બુદ્ધિ જ કરાવે ને તે વિપરીત બુદ્ધિ જ. બુદ્ધિ જ આ બધું કામ કરે છે.
પ્રશ્નકર્તા : મારે તો બુદ્ધિ કામ જ નથી કરતી ને !
દાદાશ્રી : બહુ સારું. ના કામ કરતી હોય તો સારું. અમારે પણ ક્યાં કામ કરે છે ? મારે બુદ્ધિ જરાય કામ કરતી નથી.
બુદ્ધિથી ‘હું’ ને ‘તું’ ભેદ પડી ગયા. જ્ઞાનથી એક જ છે બધું. પ્રશ્નકર્તા : પણ એ પ્રતીતિ થવી જોઈએ ને ?
દાદાશ્રી : એ પ્રતીતિ આવે ને, તો જ કામ થઈ જાય કે આ બુદ્ધિથી જુદા પડ્યા છીએ અને જ્ઞાનથી એક જ થઈ જાય. જ્ઞાન પ્રકાશ એક જ છે, એક જ પ્રકારનો. બુદ્ધિથી ભેદ પડ્યા છે. અને ‘હું છું’ ત્યાં સુધી બુદ્ધિ છે. અહંકાર છે ત્યાં સુધી બુદ્ધિ ઊભી રહી છે અને બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર ઊભો રહે. બેઉનો સહિયારો વેપાર છે.
૮૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
ત જુદાઈ જગતમાં કોઈથી !
‘વિપરીત બુદ્ધિની શંકા, તે સુણતા ગૈબી જાદુથી, છતાં અમને નથી દંડ્યા, ન કરીયા ભેદ ‘હું’ ‘તું’ થી.’
અમારી પર શંકા કરી જાતજાતની તોય પણ અમે ‘તું આવો છે,
તું આવો છે' એવું નથી બોલ્યા. ‘હું’ ને ‘તું’ના ભેદ નથી પાડ્યા. આપણે ત્યાં ‘હું’-‘તું’નો વિચાર જ નથી હોતો ને, તેથી એ લખે છે. એને અનુભવમાં આવ્યું ત્યારે જ લખે ને ?
આખી દુનિયા જોડે મારે સહેજ પણ જુદાઈ નથી, ગધેડા જોડેય નથી. એમને જુદાઈ છે મારી જોડે. કારણ કે એમાં એમનો પોતાનો દોષ નથી. એમની ભેદબુદ્ધિ છે. બુદ્ધિ ભેદ કરાવે છે. ને મારે તો આત્મા જોડે જ વ્યવહાર છે. આ આની જોડે વ્યવહા૨ જ નથી. તમે કરોડ રૂપિયાના માલિક હો, તો મારે શું કામ છે ? મારે તો તમારી મહીં આત્મા છે એટલું જ જોવાનું. કરોડવાળાને કરોડનો બોજો, અબજવાળાને અબજનો બોજો. એ એની મેળે બોજો ઊંચકીને ફરે, જેટલાં શીંગડાં ભારે હોય એટલાં બોજા છે ને બધા ?
પ્રશ્નકર્તા : એ તો આપે કહ્યું એમ, બુદ્ધિનો પરિપાક છે.
દાદાશ્રી : હા, બુદ્ધિનો પરિપાક છે. બુદ્ધિથી સરહદો આંતરી દીધી. બધી સરહદો, બધા જ આકાશની, પાણીની, આ ફલાણું ને આ અમારું એ બુદ્ધિથી સરહદો આંતરી દીધી.
પ્રશ્નકર્તા: જનરલી બુદ્ધિ વધારે હોય ત્યાં સરળતા ઓછી હોય છે અને સરળતા ઓછી હોય ત્યાં ભાગલા વધુ હોય.
દાદાશ્રી : સરળતા ખલાસ કરી નાખે, બુદ્ધિ વધારે હોય તો. આ મારામાં પહેલેથી બુદ્ધિ ઓછી હતી. તે બહુ સારો ફાવ્યો. સરળ બહુ હતો પહેલેથી. મને તો જ્ઞાન થયાને ૨૬ વર્ષ થયાં. આ ૭૬મું વર્ષ બેઠું, તે ૨૬ વર્ષથી જ્ઞાન છે. જ્ઞાન પછી અભેદ દશા વર્તે. આ ભેદ કોણ કરાવડાવે છે ? બુદ્ધિ ! આ મારું અને આ તમારું !