________________
૮૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
૮૩ સોળાં, બુદ્ધિની ચાબુકમાં ! સંસારમાં જો સુખ જોઈતું હોય તો દરેક જીવોને તમે સુખ આપો અને દુ:ખ જોઈતું હોય તો દુ:ખ આપો. જે આપો એ તમને મળશે.
પ્રશ્નકર્તા : બિલકુલ એકદમ સરળ અને સાચી વાત છે.
દાદાશ્રી : આટલો જ શબ્દ જો, આટલી જ સમજણ લઈને કામ કરે ને, તો બહુ થઈ ગયું. પછી શાસ્ત્રો વાંચવાની જરૂર નથી.
બધાને સુખ આપો છેવટે. હા, પૈસાથી ના અપાય તો ધક્કો ખાઈને આપો, સલાહ આપીને આપો. પણ સલાહમાંય તમારો સ્વાર્થ ના હોવો જોઈએ. તમારી બુદ્ધિ વધી તે લોકોને સલાહ આપવામાં જાય તો પેલા લોકોનું બહુ કામ કાઢી નાખે.
પણ લોકોએ તો આ બુદ્ધિનો દુરુપયોગ કર્યો. બુદ્ધિથી ગોળીબાર કર્યા આ લોકોએ. ઓછી બુદ્ધિવાળાને ગોળીઓ મારી. વધારે બુદ્ધિશાળીઓએ ઓછા બુદ્ધિવાળાને ગોળીબાર કર્યા. એને ભગવાને આર્તધ્યાન નથી કહ્યું, અપધ્યાન કહ્યું છે. વધુ બુદ્ધિશાળીએ ઓછા બુદ્ધિશાળીનો લાભ ઊઠાવ્યો, એટલે ગોળી મારી એને. બુદ્ધિથી મારવાનું તો કોઈ કાળમાં હતું જ નહીં. આ કાળમાં જ નવું લફરું ઊભું થયું આ.
અને બુદ્ધિ હોય તો મારે ને ? ત્યારે બુદ્ધિ તો કોને હોય ? એક, જે આ જીવોની જે વાત ના કરતા હોય ને, અહિંસા ધર્મ પાળતો હોય, છ કાય જીવની હિંસા ના કરતા હોય, એમને બુદ્ધિ વધે, કો'ક કંદમૂળ ના ખાતા હોય તેને બુદ્ધિ વધે. પછી ભગવાનની મૂર્તિના દર્શન કરે તેને બુદ્ધિ વધે. અને આ બુદ્ધિ વધી તેનો લાભ આ થયો (!) શો લાભ થયો?
પ્રશ્નકર્તા : વ્યવહાર ખરાબ કર્યો.
દાદાશ્રી : અહિંસા પાળી એને લઈને એની જાગૃતિ, એની બુદ્ધિ બહુ સ્વચ્છ રહે છે. આ બુદ્ધિ શેના આધીન છે કે તમે કેટલા અહિંસક છો, તેના આધીન છે. હવે તે બુદ્ધિ સ્વચ્છ રહે છે, તેનાથી એ લોકોએ
શું કર્યું કે સ્વચ્છ બુદ્ધિનો જે સદુપયોગ થતો હતો. તે અત્યારે એ બુદ્ધિથી ઊલટું ઓછી બુદ્ધિવાળાને લૂંટી લીધા. કારણ કે બુદ્ધિ વધી એટલે એનાથી ઓછી બુદ્ધિવાળા હોય તેને આમથી આમ કરીને, જાળમાં લઈને મૂકી દીધા.
એટલે પુસ્તકમાં લખ્યું છે કે આ નવી જાતની જીવાત નીકળી છે, માટે ચેતજો. કારણ કે કોઈ કાળમાં આવી બુદ્ધિથી લૂંટ ચલાવી નહોતી. બુદ્ધિ એટલે પ્રકાશ, સામો માણસ દુઃખી થતો હોય તો એને પ્રકાશ આપવો, સમજણ પાડીએ, એને માટે પૈસા ના પડે. આ તો બુદ્ધિથી પૈસા પડાવ્યા. પહેલાં સારો કાળ હતો ત્યારે પોતાની વધારે બુદ્ધિથી બધાને હેલ્પ કરતા'તા, પ્રકાશ આપતા હતા.
અત્યારે તો ભગવાનના ફોલોઅર્સ (અનુયાયી) જ બુદ્ધિથી મારી રહ્યા છે બધાને. અને બુદ્ધિથી મારે તે ભગવાનના સાચા ફોલોઅર્સ નહીં. બુદ્ધિ એ પ્રકાશ છે. એ બીજાને ફ્રી ઑફ કૉસ્ટ (વિના મૂલ્ય) આપવાની છે. એ બુદ્ધિથી જ મારે છે. એવું સાંભળવામાં આવ્યું છે, બુદ્ધિથી મારે એવું? વધારે બુદ્ધિવાળો ઓછી બુદ્ધિવાળાનો લાભ ઉઠાવી લે, એવું જાણો છો તમે ?
પ્રશ્નકર્તા : હકીકત છે. પહેલેથી ચાલે છે, અનાદિકાળથી ચાલે છે.
દાદાશ્રી : ભગવાનના વખતમાં ન હતું આ. આ પચ્ચીસસો વર્ષમાં જ આ બધું થયું. બુદ્ધિથી મારે, એના કરતાં તલવારથી માર્યો હોત તો વાંધો નહીં.
પ્રશ્નકર્તા : જેની પાસે જે હોય એનાથી મારે. બુદ્ધિ હોય તો બુદ્ધિથી મારે.
દાદાશ્રી : નહીં, તલવારથી મારે તો ભગવાન કહે છે કે એનો કો'ક દહાડો નિકાલ થશે અને બુદ્ધિનો મારેલો તો એનો નિકાલ જ નથી. કારણ કે હથિયારનો દુરુપયોગ કર્યો. તલવાર તો મારવા માટેનું હથિયાર છે અને આ બુદ્ધિ પ્રકાશ આપવા માટે છે. તેને બદલે